________________
૪૫૧
આમ જોઈએ તે, તો અભિમાન એ અભિમાન જ છે. છતાં પણ દરેક જીવે જે અભિમાન કરે છે તેની તરત મતાને લીધે તેનાં જુદા જુદા ભેદ પડે છે. કોઈનામાં જોરદાર અભિમાન હોય છે તે કાઈનામાં તેની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. કોઈનું અભિમાન લાંબા વખત સુધી ટકે છે તે કેાઈનું અભિમાન ટૂંક જીવી હોય છે. કેઈનું અભિમાન નરમ હોય છે તો કોઈ કનું વધારે પડતું કડક હોય છે. આ તરતમતાને લીધે તેના ચાર ભેદ પડે છે. ઉપમાન દૃષ્ટાંતથી જલદીથી સમજાઈ જાય એટલા માટે ચિત્રમાં દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. (૧) અનંતાનુબંધી માન કષાય
જેવી રીતે પત્થરને થાંભલે જીંદગીભર વળતો નથી, જુકતો નથી. એમને એમ સ્થિર ઉભે રહે છે તેવી જ રીતે અનંતાનુંબંધી માન કષાયવાળો માણસ અભિમાનમાં સ્થિર રહે છે. અક્કડ રહે છે. જંદગીભર તે અકકડ જ રહે છે. કયારેય નમો નથી. અનન્તાનુબંધી માન કષાયની કાળ મર્યાદા જીવનભરની હેય છે. તે અનંત અનુબંધ કરાવે છે. તેને લીધે જીવ નરક ગતિમાં જાય છે. (૨) અપ્રત્યાખ્યાનીય માન કષાય
બીજું અપ્રત્યાખ્યાનીય માન પત્થરના થાંભલાથી કંઇક નરમ આપણા હાડકા જેવું હોય છે. અભિમાનમાં કેટલી અક્કડતા હોય છે તેની માત્રા સમજાવવાને માટે પદાર્થોની સાથે તેને સરખાવવામાં આવે છે. હાડકાં પણ મજબૂત હોય છે. તે પણ જલ્દીથી નથી વળતાં, છતાં આસન, વ્યાયામ,અંગમરોડ વગેરે કસરત કરતાં રહીએ. વર્ષના અને હાડકાઓ વળવા માડે છે. સરકસના કલાકારોને જેમ બાળપણથી જ અંગમરેડની કસરત કરાવવામાં આવે છે તો એમનું શરીર ૨મ્બરની જેમ ગોળ ગોળ હરે છે, ફરે છે, વળે છે. તેવી જ રીતે આ બીજુ અપ્રત્યાખ્યાનીય માન ૧ વર્ષની અવધિવાળા હાડકા જેવું છે. જે વર્ષ પછી ઝુકે છે. (૩) પ્રત્યાખ્યાનીય માન કષાય- ત્રીજા પ્રકારનું પ્રત્યાખ્યાનીય માન લાકડાના થાંભલા જેવું હોય. છે. લાકડું તે હાડકાથી પણ ઓછું કડક હોય છે. મહેનત કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org