________________
४४८
છે એમ વિચારીને ભદ્રબાહુ સ્વામીજીએ એમને બાકી રહેલા ચાર પ્રશ્નોને માત્ર પાઠ આપે અથ ન સમજાવ્યા. કેને નુકશાન થયું ? ફકત થોડી ક્ષણે પૂરતા કરેલા અભિમાનને લીધે કેટલું મોટું નુકશાન વેઠવું પડયું ! મોટા મેટા જ્ઞાની મહાત્માઓને પણ અભિમાન કેટલું સતાવે છે.
ભૂતકાળની વાત છે. એક આચાર્યશ્રીને ઘણું જ્ઞાન હતું. કેટલીએ વાર કેટલાયે શિષ્ય એમને પ્રશ્નો પૂછી પૂછીને પિતાની જિજ્ઞાસાને સંતેષતા હતા. તેમને અભિમાન આવી ગયું અહંકારને કારણે-માન કષાયને લીધે તેમણે એવું ચીકણું જ્ઞાનાવરણીય કમ બાંધ્યું કે આગામી ભવમાં “મારુષ–માતુષ જેવા બે શબ્દોને યાદ રાખવાનું પણ મુશ્કેલ થઈ પડયું. વર્ષો સુધી ગેખ્યા કરવા છતાં આ બે શબ્દો પણ તેમને યાદ ન રહ્યા. છેવટે સાડા બાર વર્ષ સુધી આયંબિલના તપની તપશ્ચર્યા કરવી પડી, ત્યારે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનીને અભિમાન નીચે પટકી નાખે છે. અભિમાનનું કામ જ પતન કરવાનું પાડી દેવાનું છે. પછી ભલેને તેને આશ્રય આપનાર જ્ઞાની હોય કે રૂપવાન હોય કે ધનવાન હોય કે તપસ્વી હોય, અભિમાન દરેકનું પતન કરે છે જ્ઞાનીની શોભા એમાં છે કે તે વધારે નમ્ર, વિનમ્ર વિનયી બને. શ્રેણિક જેવા સમ્રાટે પણ ચરને જ્યારે સિંહાસન જેવા ઉચ્ચાસન ઉપર બેસાડયે ત્યારે તેમને વિદ્યા પ્રાપ્ત થઈ. આજે તે બિલકુલ વિપરિત પરિસ્થિતિ છે. અભિમાનની વૃત્તિને રાખીને વિદ્યા લેવા જનારને વિદ્યા પ્રાપ્ત થતી નથી. ज्ञान मददर्पहर माद्यति तस्य को वैद्यः १ । अमृतं यस्य विषायति, तस्य चिकित्सा कथं क्रियते ॥ ' અરે ! જે જ્ઞાન અભિમાનને નાશ કરવાને માટે સમર્થ છે તે જ્ઞાનને લીધે જ જ્ઞાની તેનું અભિમાન કરવા માંડે તે પછી એને માટે કે વૈદ્ય બની શકશે? જે અમૃત પણ કઈને પિતાનાથી ઉલટી વિષ જેવી અસર કરે તે પછી એની ચિકિત્સા રીતે કરવામાં આવે ? બ્રહ્મા પણ તેની ચિકિત્સા નથી કરી શકતા એટલે જ્ઞાનીનું જ્ઞાનીપણું એનામાં છે કે....જેટલું વધારે જ્ઞાન તેની પાસે હોય તેટલી વધારે નમ્રતા, વિનમ્રતા રાખે એમાં એની શોભા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org