________________
૪૪૪
“અરે! આજ સુધી કઈ ન ગયું હોય એવા આડંબરથી, મારી ત્રદ્ધિસિદ્ધિનું પ્રદર્શન કરતાં કરતાં હું વદન કરવા જાઉં,” આ વિચારથી તે પિતાની ભારે વિશાળ ચતુરંગી સેનાને સાથે લઈને રાજાશાહી ઠાઠમાઠ સાથે પ્રભુના દર્શનાર્થે નીકળ્યો. પ્રભુના દર્શન–વદન માટે જવું છે ત્યાં આટલા આડંબરનું પ્રદર્શન શા માટે? - દેવલોકના અધિપતિ સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી આ દ્રશ્ય જોયું. દશાર્ણભદ્રના અભિમાનને દૂર કરવાને માટે તે પણ સામેથી એના કરતાં બમણી દ્ધિ-સિદ્ધિને આડંબર કરીને પ્રભુને વન્દન કરવા માટે આળે. સંસારમાં લક્ષ્મીનંદન, ધનાઢયોનું અભિમાન કયારે ઉતરે છે?
જ્યારે શેરને માથે સવાશેર આવે છે ત્યારે. અહીં પણ એમ જ બન્યું. દશાર્ણભદ્ર રાજાએ પોતાને વૈભવ આડંબરથી દેખાડે તો સૌધર્મેન્દ્ર એનાથી પણ બમણી સજાવટ કરી અને તે સમવસરણના તાર ઉપર આવી પહોંચે, વૈભવ પ્રદર્શનની સ્પર્ધામાં રાજ હારી ગયો. પ્રભુની પાસે દીક્ષા લઈને રજોહરણથી વંદન કર્યું. આ જોઈને ઈન્દ્ર પણ દશાર્ણભદ્રના પગમાં પડીને તેમને વન્દન કર્યું અને ધન્યવાદ આપતાં કહ્યું કે જે તમે કર્યું તે હું નહિ કરી શકું, અભિમાનના જતા રહ્યા પછી, વિનય આવ્યા પછી તે માણસનું વર્તન એકદમ સુધરી જાય છે. અભિમાનથી નુકસાન થાય છે અને નમ્રતાથી, વિનયથી લાભ થાય છે. વિનય ધર્મનું મૂળ છે. વિનયથી આગળ જતાં મોક્ષ મળે છે. તેથી ગમે તેટલી ધન-સંપત્તિ, અશ્વર્ય મળે તો પણ માણસે તેનું અભિમાન ન કરવું જોઈએ. ત્યાગને માગ જ અભિમાનને નષ્ટ કરવાને ઉત્તમ રસ્ત છે. બળ મદ-શક્તિનું અભિમાન –
કેટલાંક લોકોને પિતાની શક્તિનું પણ અભિમાન થાય છે. અરે હું તો કેવું છું, મને મારનાર કેઈ આ દુનિયામાં પેદા જ થયું નથી. કોની તાકાત છે કે મને મારે ! હું અજર અમર છું. મગધના સમ્રાટ બિંબિસાર (શ્રેણિક) રાજાએ ગર્ભિણુ હરિણિને શિકાર, કરીને પોતાની શક્તિનું અભિમાન કર્યું. “મારા જેવી શક્તિ છે કેઈ બીજા પાસે?” એક જ તીરથી મેં બે જીને વધ કર્યો? વિચાર કરે, એવી શક્તિ શું કામની કે જે પાપ કરાવે? છેવટે આ અભિમાનના ફળ સ્વરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org