________________
૪૪૫
શ્રેણિકને નર્કમાં જવું પડ્યું. શું આપને બળ પ્રાપ્ત થયું છે તે તે પાપ કરવા માટે મળ્યું છે? શું વધારે શક્તિ બીજાઓને મારવા માટે મળી છે? અરે! એને આપ એ શક્તિને ઉપયોગ કરીને કેઈનું રક્ષણ કરી શકે છે. કેઈને બચાવી શકે છે. શક્તિના નશામાં ચકચૂર થઈને ફરતા મોટા મેટા માંધાતાઓ આજે માટીમાં મળી ગયા છે. હિટલર, લેનિન, મેસેલિની ચર્ચિલ યાહ્યાખાન વગેરે મોટા મટા શક્તિશાળી કહેવાતાઓની આજે કઈ દશા છે? તેમની કેવી દુર્દશા થઈ? હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું? મોટા મોટા ઈતિહાસ પ્રસિદ્ધ માંધાતા એવી રીતે માટીમાં મળી ગયા કે આજે એમનું નામ-નિશાન સુદ્ધાં રહ્યું નથી. તે પછી તે, મૃત્યુલોકના માનવ ! નાશવંત શરીરના માટીના પુતળા ! અભિમાન કરીને નરકમાં જવાનું તું કેમ પસંદ કરે છે? વિશ્વસમ્રાટ બનવાનું સ્વપ્ન સેવનાર સિકંદર પણ છેવટે ખાલી હાથે અને ખુલ્લે હાથે ગયે. સાથે શું લઈ ગયે? આ ધરતી ઉપર અનેકેનું લોહી વહેવડાવીને છેવટે ખાલી હાથે ચાલ્યા જવું એ શું સારું છે?
યુદ્ધ કરવા માટે સદા અગ્રેસર રહેતા પોતાના કાકા રાજા મુંજને ભેજકુમારે એક ચિહૂિમાં વ્યંગમાં માર્મિક શબ્દ લખીને મોકલ્યા કે
કાકાશ્રી, મોટા મોટા માંધાતા અને મહારથીઓ અનેક રાજાઓ અને મહારાજાઓ બધા આ પૃથ્વી ઉપરથી ખાલી હાથે વિદાય થયા, કેઈની સાથે પૃથ્વી ગઈ નથી પણ મને લાગે છે કે કદાચ તમારી સાથે આ પૃથ્વી આવશે અથવા તમે એને સાથે લઈ જશે.” બસ આ માર્મિક શબ્દએ મુંજ રાજાનું અભિમાન ઉતારી નાંખ્યું તે ગળી ગયું. હજારો દંડ બેઠક રેજ કરતા સશક્ત દ્ધાને પણ રોગથી પીડાઈને મરવું પડે છે. સપ્ત ધાતુની બનેલી આ માટીની કાયા કયારે માટીમાં મળી જશે. નાશવંત શરીર કયારે નાશ પામશે ક્ષણભંગુર આયુષ્ય કયારે સમાપ્ત થઈ જશે તેની ખબર નહિ પડે કારણકે યમરાજ કાયમ માટે મેં ખુલ્લું રાખીને જ ઉભા છે. જ્યારે આંખે સદાને માટે બંધ થઈ જશે તેની ખબર નથી અને નિરર્થક દુનિયાભરનું અભિમાન શા માટે કરવું? પ્રશમ રતિકાર કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org