Book Title: Papni Saja Bhare Part 10
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 30
________________ ૪૪૩ મળે છે એમ માનીને તેને લાભનું પણ અભિમાન ચઢવા લાગ્યું. તેને થવા લાગ્યું અરે વાહ ! મને કઈ પણ કાર્યમાં નુકશાન તે થતું જ નથી હંમેશા લાભને લાભ જ થયા કરે છે. સુભૂમના મનમાં આ લાભના અહંકારથી એના મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે દરેકે દરેક ચકવતી ૬ ખંડ સાથીને ચક્રવતી બને છે કે એમની જ જેમ હું પણ છ ખંડ જીતીને ચક્રવતી બન્યું તે એમાં મારી વિશેષતા શુ ? ના....ના..જે હું સાતમે ખંડ પણ જીતું તો એમાં મારી વિશેષતા રહેશે. - આમ વિચારીને સન્યને સજજ કરીને તે લવણ સમુદ્રને કિનારે આવ્યો. કારણ કે તે એની સામે આવેલા ઘાતકી ખંડના ક્ષેત્રને પણ જીતવા માગતો હતો. એટલામાં આકાશવાણી થઈ કે હે સુભૂમ! નિરર્થક લાભ ન કર. ભૂતકાળમાં કેઈ ચકવતીએ સાતમો ખંડ . નથી ને ભવિષ્યમાં પણ કોઈ નહિ જીતે. પણ આવેલું અભિમાન બીજાની વાત સાંભળવા દે! અભિમાની કોઈની સલાહને પણ કયાં ગણકારે છે? તીવ્ર મદમાં બેહેશ બનીને આગળ વધવાનું શરૂ કર્યું પરંતુ લવણ સમુદ્રમાં ડૂબીને બિચારો સુભૂમ ચકવતી મૃત્યુને શરણે ગયે. મરીને તે સાતમી નરકે ગયે. લોભ કરવાથી લાભનું અભિમાન કરવાથી તેને શું ફાયદો મળે? એશ્વર્ય વૈભવ) ને મદ – પૂર્વના પૂણ્યોદયે આજે ધન, સંપત્તિ, એશ્વર્ય, ભેગવિલાસનાં સાધને વિપુલ પ્રમાણમાં મળી ગયા હોય તે પણ એનું અભિમાન શા માટે કરવું ? ધનથી સંપન્ન શ્રીમંતને ઘણી વાર પેતાની સંપત્તિનું અભિમાન થતું હોય એમ જોવા મળે છે. કેફી પદાર્થની માફક, શરાબની જેમ એને પણ ઘણાને નશે. ચઢયે હોય તેવું દેખાય છે. લક્ષ્મીના નશામાં ધનથી અંધ બનેલો માણસ, જગતમાં ઘણું મેટું અનર્થ સજી જાય છે. લક્ષ્મીને મેળવવી સહેલી છે પરંતુ મળેલી લક્ષ્મીને પચાવવી લક્ષ્મીનો સદુપયોગ કરે એ ઘણું મુશ્કેલ છે. ધનવાને સૌમ્ય, વિનયી બનવું જોઈએ પરંતુ એ ઘણું મુશ્કેલ છે. દશાર્ણભદ્ર જેવા અત્યંત ધનાઢય રાજાને પણ પ્રભુ મહાવીરને સમવસરણમાં વન્દન કરવા જતી વખતે પોતાની લક્ષ્મીને ગર્વ થયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46