________________
आद्योऽहं वासुदेवानां पिता में चक्रवतीनाम् ।
पितामहस्तीर्थ कुतामहो मे कुलमुत्तमम् ॥ અરે વાહ ! વાસુદેવામાં હું પ્રથમ વાસુદેવ બનીશ. મારા પિતાજી ચક્રવતીઓમાં પ્રથમ ચક્રવતી છે. અને મારા પિતામહદાદાજી સૌ તીર્થકરોમાં પ્રથમ તીર્થંકર છે. વાહ ! વાહ! મારું કુળ કેવું ઉત્તમ છે? અહા મારુ કુળ....! અહા મારુ કુળ....! વાહ! હું તે વળી વાસુદેવ, ચક્રવતી અને તીર્થકર પણ થવાને છું ! આ પ્રમાણે કુલ મદના અભિમાનના નશામાં ચકચૂર થઈને નાચતા નાચતા બોલતા ગયા. (આ વખતે જ મરીચિએ નીચ ગોત્ર કમ બાંધ્યું એમ કર્મગ્રંથના જાણકાર શાસ્ત્રકારે લખે છે).
કુળનું અભિમાન કરીને નીચ શેવ કર્મ મરીચિએ બાંધ્યું તે પછીના ભવોમાંએ કર્મની સજા તરીકે તેમને નીચા ગેત્ર કર્મમાં જન્મવું પડયું. એને લીધે જ એ ત્રીજે ભવ પૂરો કરીને પછી દેવગ– તિમાં જઈને તેઓ યાચક બ્રાહ્મણ કુલમાં જનમ્યા ત્યાં ત્રિદંડીપણું લીધું ફરી દેવ ફરી બ્રાહ્મણ યાચક કુળમાં જન્મ અને ત્યાં ત્રિદંડીપણું લીધું" એમ પંદર ભવ સુધી ચાલ્યું. એ પછી નીચ ગેત્ર કમને ઉદય પડદા ઉપરથી અદશ્ય થઈ ગયે અને સત્તામાં શાન્ત થઈને બેસી રહ્યો.
અર્થાત્ મહાવીરને જીવ ૧૬માં ભવમાં રાજકુળમાં જન્મી શક.. ભલે કર્મ સત્તામાં પડયું રહ્યું છે પરંતુ તેને નાશ તે થયે નથી જ. આજે નહિ તો કાલે તે જરૂર ઉદયમાં આવશે. ને તે નીચ ગોત્ર કર્મ છેલ્લે છેલે પણ ઉદયમાં આવ્યું જ ભગવાન મહાવીરને આત્મા
જ્યારે ૨૬મો દશમાં દેવલોકન ભવ પૂરો કરીને ૨૭મા ભાવમાં આવી રહ્યો હતો ત્યારે એ વખતે સત્તામાં પડી રહેલું એ નીચ નેત્ર કર્મ ફરીથી ઉદયમાં આવ્યું અને ભગવાન મહાવીરને ત્રિશલાદેવીની કુક્ષીમાં લઈ જવાને બદલે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં લઈ ગયું અને મહાવીરને ૮૨ દિવસ સુધી ત્યાં રહેવું પડયું. આ રીતે જે નીચ નેત્ર, કર્મ જીવ બાંધે છે તેની સજા તે જીવને પિતાને અવશ્ય જોગવવી જ પડે છે. પ્રશમરતિમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org