________________
૪૩૮
જ્ઞાન સૌથી મોટામાં મોટું સાધન છે. પિતાના કર્મને લીધે નીચ કુળમાં જન્મેલા હોવા છતાં પણ આત્મ સાધનાથી કલ્યાણ કરીને તે મેતાર્ય– મુનિ મોક્ષમાં ચાલ્યા ગયા.
ઉચ્ચ કુળ, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુટુંબ અને ઊંચી ખાનદાની ધરાવતા ઘરોમાં જન્મ લઈને પણ માણસ જે હલકી પ્રવૃત્તિ કરતા હોય, અનાચારનું સેવન કરતો હોય પાપ કરતે હોય, ન કરવા યંગ્ય કાર્ય કરતે હોય તે પછી “તેને ઊંચુ કુળ મળ્યું તેનો તેને શું ફાયદો થયે? કહ્યું છે કે –
ऊँचे कुलका जनमिया, करनी ऊँच न होय ।
सुवर्ण कलश सुरा भरा, साधु नन्दीत होय । ઉ ચા કુળમાં જન્મ થવા છતાં પણ વર્તન ઉંચા પ્રકારનું ન હોય, ભાષા ઉચ્ચ પ્રકારની ન હેય. હલકી પા૫ પ્રવૃત્તિ કરતો હોય, નિંદ્ય પ્રવૃત્તિ કરતે હોય, તો પછી વિચાર કરે કે ઉંચે કેને કહે? ફક્ત કુળ અને જાતિ, કુટુંબ અને ખાનદાની ઉંચી મળી જાય તેટલા માત્રથી શું થાય? જન્મથી ઊંચુ કુળ જઈએ.. તેવી જ રીતે કર્મથી – ક્રિયાથી પણ ઉચ્ચપણું જોઈએ. સેનાને ઘડે કે કળશ હોય પરન્તુ જે તેમાં દારૂ જ ભર્યું હોય તો શું ફાયદો ? શરાબ જેવી હલકી વસ્તુ સોનાની પણ કિંમત ઘટાડી દે છે. એ જ રીતે હલકી નિંદનીય પાપની અનાચરણીય પ્રવૃત્તિ જે ઉચય કુળવાળા પણ કરે તો તેના કુળને વંશને અને ખાનદાનને કલંક લાગે છે. વર્ષો અને પેઢીઓ સુધી તે કુળને કલંક લાગેલું રહે છે. કેટલીએ વાર આપણા પાપને લીધે આપણા કુળને જે કલંક લાગે છે તેને લીધે આપણી ભાવિ પેઢીના સંતાનોને પણ સહન કરવું પડે છે. તેથી જ્યારે ઉચ્ચકુળ ઉચ્ચ ખાનદાનીવાળું કુટુંબ જાતિ વગેરે ઉચ્ચ નેત્ર કર્મના પુણ્ય યુગથી મળ્યું હોય તે સમજવું જોઈએ કે આ તો મારુ પરમ સૌભાગ્ય છે મારો પરમ પુણ્યોદય છે. ને નવું પુણ્ય ઉપાર્જન કરવા માટે મળેલા આ પુણ્યનો ઉપગ કરવું જોઈએ નહિ કે હલકી જાતિના પાપ કરવા માટે.
- કુળ, ખાનદાની, વંશ, જાતિ, ધર્મને દૃષ્ટિ પથમાં રાખીને ધ્યાનમાં રાખીને જે મનુષ્ય પ્રવૃત્તિ કરે, એમ વિચાર કરીને પ્રવૃત્તિ કરે કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org