________________
૪૩૭
મેતાર્ય મુનિ
ઉજજયની નગરીમાં એક વાર સાગરચંદ્ર મુનિ જેવા જ્ઞાની ગુરૂને ઉપદેશ સાંભળીને રાજપુત્ર અને પુરોહિત પુત્ર બન્નેએ દીક્ષા લીધી. અને ઉત્તમ રીતે સંયમનું પાલન કરતા હતા, પરંતુ પુરોહિતને પુત્ર પોતાના સ્વભાવ અનુસાર હંમેશા બ્રાહ્મણત્વના ગુણગાન કરતો હતો. અરે! બ્રાહ્મણથી ઉચું તે જગતમાં કોઈ છે જ નહિ, હોઈ શકે જ નહિ. બ્રાહ્મણ જાતિ અને કુળને જન્મથી જ ઊંચા ગણવામાં આવે છે. આ રીતની અભિમાનની વૃત્તિમાં જ તે પુરોહિતને પુત્ર રહેતું હતું, ને આવા અધ્યવસાયમાં તેણે નીચ નેત્ર કર્મ બાંધ્યું. ચારિત્રની ઉપાસના કરવાને લીધે તે સ્વર્ગમાં ગયે પરન્તુ કમને વશ થઈને સ્વર્ગમાંથી વીને રાજગૃહી નગરીમાં મહેર “નામના ચંડાલને ઘેર’ ‘મેતી” નામની ચંડાલણીની કૃફી દ્વારા તેને જન્મ થયો. એક વખતના જાતિ કુળના અભિમાને જ આજે એને ચાંડાલના કુળમાં પટકી દીધે. પહેલાં અભિમાન કર્યું હતું તેના પરિણામે આજે એનું ડગલે ને પગલે અપમાન થતું હતું. લોકે ચંડાલ, ચંડાલ કહીને તેને તિરસ્કાર કરતા હતા..... મિત્ર દેવતા દ્વારા વૈરાગ્યને ઉપદેશ સાંભળીને છેવટે ચરમ તીર્થકર મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી.
ચારિત્ર લીધા પછી હવે નીચ જાતિ કે નીચ કુળ કંઈ પણ રહેતું નથી. એક વાર તેમણે માસક્ષમણની તપશ્ચર્યા કરી. પારણાને દિવસે વહેરવા માટે સોનીને ઘેર આવ્યા. સેની વહેરાવવાને માટે આહારપાણી લેવા ઘરમાં ગયે એટલામાં એક કૉચપક્ષીએ આવીને સેનીએ ઘડેલા સેનાના ચેખા જેવા દાણા ચણી લીધા મહારાજના ગયા પછી સનીએ જોયું તો તે દાણા ન મળ્યા. સોનીને મહારાજ ઉપર શંકા પડી. પાછળ પાછળ દોડ. તેમને પકડયા સોનાના ચેખા માંગવા માંડયે. તે ન મળવાથી મુનિના માથા ઉપર ચામડાની વાધર બાંધીને તેમને તડકામાં ઉભા રાખીને ઘોર ઉપસર્ગ કર્યો. તે મુનિ તે સમતાભાવમાં જ્ઞાનયેગમાં સ્થિર રહીને ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને કર્મને ક્ષય કરતાં કરતાં આગળ વધ્યા અને કેવળજ્ઞાન પામીને મેક્ષમાં ગયા. મોક્ષમાં જવાને માટે કઈ પણ જાતિ કુળ ભલેને કેમ ન હોય ! તે જાતિ કુળ જીવને બાધક નથી નીવડતા. મેક્ષમાં જવા માટે આત્માનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org