Book Title: Papni Saja Bhare Part 10 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ૪૧૮ ગમતું. મને માન નથી જોઈતું નહિ...નહિ...મારુ તો અપમાન થશે તો પણ ચાલશે. ના, આ અપમાનપ્રિય માણસ તો સંસારમાં લાખો, -કરડે માણસોમાંથી કોઈ એક પણ મળવો મુશ્કેલ છે. દરેક જીવને સમાન પ્રિય છે. એક પાગલને પણ સન્માન આપે તો તે ખુશ થઈ જશે, એને પણ અપમાન અપ્રિય છે. આ જીવોને સ્વાભાવિક સહજ સ્વભાવ છે. હવે એ પ્રશ્ન ઊભો થાય છે કે જે બધાય સન્માન પ્રિય છે તે જગતમાં કોઈનું પણ અપમાન કેમ થાય છે? શું તમે કર્મસત્તાના નિયમને ભૂલી ગયા છો ? “As you sow so shall you reap.” જેવું વાવશે તેવું લણશે. જે તમે કોઈને સન્માન આપતા હશો. તે તમને જરૂર સન્માન મળશે. જો તમે કેઈનું અપમાન કરશે તે નિશ્ચિત સમજી લેજે કે તમારું પણ અપમાન થતું રહેશે. “જેવું કરશે, તેવું પામશે.” અથવા “જેવી કરણી તેવી ભરણી” એ સિદ્ધાંતને કદીએ ન ભુલશે. કેમકે જેમ તમે એક સચેતનસજીવ આત્મા છે તેવા જ સંસારના બધા જ સચેતન છે. જેવું તમારું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ બીજા બધાનું પણ છે. તેઓ તમારા જેવા જ સમકક્ષી, સમાનરૂપી છે. તે તમને જેમ અપમાન પ્રિય નથી તેમ તેમને પણ અપમાન પ્રિય નથી જ. માટે આમવત્ સર્વભૂતેષુની ભાવના રાખીને જીવન જીવતાં શીખે. માન લેવાને બદલે આપવાની વૃત્તિને અપનાવે. હું ભલે ગમે તેનું ગમે તેટલાનું અપમાન કર્યું પરંતુ મને તે માન જ મળવું જોઈએ, એમ માનશે તે ખત્તા ખાશે. કારણ કે આપ્યા વગર કંઈ મળે એ તો ન ભૂતો ન મવિત્તિ કોઈ કાળે એમ બન્યું નથી ને બનવાનું એ નથી. માન લેવાની અપેક્ષાએ, આપવામાં વધુ આનંદ છે. કેટલીયે વાર જાતે ખાવાને બદલે ભૂખ્યાને ખવડાવવામાં વધુ આનંદ મળે છે. સુખ જાતે ભોગવવાને બદલે સુખને ત્યાગ કરીને, એ સુખ બીજાને વહેંચવામાં હજારગણે વધુ આનંદ મળે છે. ખરેખર ! ત્યાગમાં જે આનંદ છે તે ભેગમાં નથી જ. એ નિર્વિવાદ અનુભવાયેલું સત્ય છે. તેથી જ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ “ત્યાગીને મહાન ધર્મ કહ્યો છે. ભેગને ધર્મ નથી કહ્યો. એજ કારણે આપણે પરમાત્માને અનંત-અનંત ઉપકાર માનવે જોઈએ. બલિહારી છે પ્રભુના આ ત્યાગ ધર્મની ! પરતુ અફસેસની વાત છે કે આજના પિોતે પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46