________________
૪૨૩
અભિમાનથી પતન-વિનાશ
अहंकारो हि लोकानां, नाशाय न तु वृद्धाये ।
यथा विनाशकाले स्यात् प्रदीपस्य शिखोज्जवला ॥ અહંકાર હંમેશા લોકોના વિનાશને માટે જ થાય છે. કયારે પણું અભિમાન લાભ કે ફાયદાકારક નથી નીવડતું. દી જ્યારે બુઝાવાની તૈયારીમાં હોય છે ત્યારે ક્ષણભર માટે તેની ત વધારે ઊંચે ચઢે છે, જોર જોરથી ચમકે છે ને ઝગારા મારે છે. પરન્તુ એ તે એની પૂર્ણાહૂતીની નિશાની છે. તેવી જ રીતે તીવ્ર અભિમાનીના વિષયમાં પણ કહેવાય છે કે આ અભિમાનીપણું એની પડતીની નિશાની છે કારણ કે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” માણસને વિનાશ નજદીક આવે છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ને ન કરવાનું તે કરી બેસે છે. ન બોલવાનું બલી જાય છે અને પછીથી તેના વિનાશની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જે કે કઈ શ્રીમંતની શ્રીમંતાઈ, કોઈ રાજવીનું રાજ્ય, કોઈ પદવીધરનું પદ કયારે નાશ પામશે તે તો કઈ કહી શકતું નથી. ભવિષ્યવેત્તાને માટે પણ એવી ભવિષ્યવાણી ભાખવી મુશ્કેલ છે. કદાચ એ ભવિષ્યવાણી ભાખે તે પણ એ સાચી પડે કે ન પણ પડે, પરંતુ અભિમાનીના પતનની નિશાની, એની આગાહી, એની
ભવિષ્યવાણી, એનું અભિમાન જ કરી આપે છે. તીવ્ર અભિમાનમાં ' ઉચ્છખલ વ્યક્તિ જે હદ બહારનું અભિમાન કરે છે, તે પિતાના અભિમાનના નશામાં ચકચૂર થઈને ન કરવાનું જે કંઈ કરે છે, કહે છે ત્યારે તમે એના શબ્દોના આધારે તેના અભિમાનની માત્રા ઉપર ભવિષ્યવાણું ભાખી શકે છે કે એનું પતન હવે નજદીકમાં છે. હવે એ આ પદ ઉપર વધુ વખત નહિ ટકી શકે. હવે લક્ષમી સંપત્તિ તેની પાસે વધારે દિવસ નહી રહે. હનુમાનજી કેમ પડી ગયા?
રામ-રાવણના યુદ્ધમાં લહમણજી જયારે બેહોશ થઈ ગયા ત્યારે સંજીવની જડીબુટ્ટી લાવવાને માટે હનુમાનજીને મોકલવામાં આવ્યા. - હનુમાનજી ગયા. સંજીવનીને પત્તો ન લાગવાથી હનુમાનજીએ આપે પહાડ ઉઠાવી લીધું. પહાડને ઉંચકીને આકાશ માર્ગો ઉડતા ઉડતા તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org