________________
४२६
હિન્દુસ્તાનમાં ૩૦% હશે. દુઃખને પચાવી શકનાર કેન પચાવી શકનારના મેં ઉપર માન-અભિમાનની લકીર નહીં દેખાય. જ્યારે સુખને પચાવવું...? એ સહેલી વાત નથી. હજારો લોકોને અમાપ સુખ–સ પત્તિ મળી જાય છે પરંતુ ધન-સંપત્તિ મળી ગયા બાદ ચક્કસ જોવામાં આવે છે કે ૮૦ ટકા થી ૯૦ ટકા ધનવાન લોકોને તો સુખ પચાવતાં જ નથી આ વિડયું અને તેઓ અભિમાની બની ગયા છે. સરળતાથી એક બીજે પ્રશ્ન પણ વિચારી લઈએ. દુઃખીને અભિમાન વધારે થાય છે કે સુખીને ?..... ....કેને? અભિમાન કેને થાય છે? કેમ થાય છે ?
અભિમાન કેણ કરે છે? નિર્ધની કે ધનવાન? અરે ભાઈ! કઈ પણ વસ્તુનું અભિમાન ત્યારે જ થાય છે કે જયારે એ વસ્તુ આપણને મળી હોય. વસ્તુ ધન-સંપત્તિ ન મળ્યાં હોય તે તે અભિમાન નહિ પરન્તુ ધનવાની ઈષ થશે. માયા, લેભ આવીને ઊભા રહી જશે. પરતુ અભિમાન તો જેને જે વધારે મળ્યું છે તેને કારણે તે તે વસ્તુ એના નિમિત્તે અભિમાન થશે, થાય છે. દાખલા તરીકે કોઈને ધન વધારે મળ્યું હોય તે તે ધનનું અભિમાન કરશે. કેઈને પદ, પ્રતિષ્ઠા, સત્તા ઘણી મોટી મળી હોય તે તે સત્તાના અભિમાનમાં ચકચૂર રહેશે. કેઈને આશ્ચર્ય વૈભવ શહેનશાહી ઠાઠ મળ્યો હોય તો તેને એનું અભિમાન થશે. એ જ રીતે કોઈને જ્ઞાનનું, કેઈ ને શક્તિનું, કેઈને રૂપનું, કોઈને જાતિનું, કેઈને કુલનું તે કેઈને બુદ્ધિનું વગેરે અનેક વિષયનાં અભિમાન થાય છે. હા, અભિમાન કરવાને માટે એ વત તેની પાસે હોવી જરૂરી છે. જે મળ્યું હોય છે તેનું, તેના નિમિત્તે, તેના આધારે અભિમાન ઉત્પન્ન થાય છે.
પરંતુ કયારેય તમે વિચાર કર્યો કે આ ધન-સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ, જાતિ–લાભ, કુળ, રૂપ, બળ, બુદ્ધિ વગેરે કેમ મળ્યું છે? કેવી રીતે મળ્યું છે? શું પ્રયત્ન વગર કુદરતી રીતે જ મળી ગયું છે? ના પૂર્વ જન્મોમાં–ગત ભામાં તમે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તમે પુષ્કળ પરોપકાર કર્યો હતો ત્યારે આજે તમને આ બધુ મળ્યું છે. જેમકે તમે દાન કરવાની પરોપકાર કર્યો હતો જેના પુણ્યોદયથી આજે તમને ધન-સંપત્તિ, વૈભવ, અશ્વર્ય વગેરે પ્રાપ્ત થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org