________________
૪૩૦
કેવી દયાજનક પરિસ્થિતિ હોય છે? હાથ લંબાવીને તેને ઘેર ઘેર. ભટકવું પડે છે. ભિખારી પિતાને હાથ લંબાવીને હથેળી ઉપરનું પિતાનું ભાગ્ય દેખાડે છે, અરે! શેઠજી, જુવે મારી પાસે પણ એક વખત ઘણું બધું હતું, પરન્તુ મેં દાન દીધું નહિ. કોઈને કંઈ આપ્યું નહિ, ત્યાગ કર્યો નહિ તેથી આજે મારી આ દુર્દશા થઈ છે. એક ભીખ માગતા ભિખારીના આ માર્મિક ભાવને જે સમજી શકીએ તે તે આપણે માટે જાગૃતિનું સારું પ્રેરક નિમિત્ત બની શકે. તે આપણને સાવધાન કરે છે. દાન દેવાને માટે પ્રેરણા આપે છે.
તપનું અભિમાન કરવાના પરિણામે કદી તપ કરવાને ભાવ જ નહિ જાગે. બસ, પછી તો એવું શરીર મળશે કે ખા, ખા જ કરતા રહેશે. ચોવીસે કલાક ખાધા જ કરશે. જ્ઞાનનું અભિમાન કર્યું તે અજ્ઞાની, મૂર્ખ, મંદમતિ કે પાગલ બનશો. વળી ગમે તેટલી મહેનત કરશે તે પણ કંઈ જ્ઞાન નહીં ચઢે. કશું આવડશે નહિ. રૂપનું અભિમાન કરશે તે એવું હીન રૂપ-કુરૂપતા મળશે કે કોઈ સામે પણ નહિ જુવે. બળ-શક્તિનું અભિમાન કરવાથી ભવિષ્યમાં નિર્બળ કૃશ અશક્ત કે રોગીષ્ટ શરીર મળે છે. આ રીતે અભિમાન કરવાને ભલે કદાચ છેડે લાભ દેખાતો હોય તે પણ સરવાળે તે તેનાથી પારાવાર નકશાન જ થાય છે. જે દુરંદેશીતાથી જોઈએ તે લાગે કે ખરેખર “પાપની સજા ભારે હોય છે” એ વાક્યમાં સત્ય રહેલું છે. અભિમાન. કરવાથી આવી વિપરીત સ્થિતિ થાય એનાથી આગળ વધીને પાપની. બીજી કઈ ભયંકર સજા હોઈ શકે ? માન-અભિમાનને પાપ કેમ કહેવામાં આવે છે?
આટલા વિવેચન પછી આ પ્રશ્નને જવાબ તમારા મનમાં સ્પષ્ટ સમજાઈ જ જોઈએ. જે જે દુઃખદાચિ છે, ભવિષ્યમાં દુખ દેનાર છે. તે તે પાપ છે. પાપ કમ છે. જેને લીધે જીવ દુઃખી થાય છે તે બધા પાપ કર્મો છે. જેવી રીતે હિંસા, જુઠ, ચેરી, દુર:ચાર, વ્યભિચારાદિ સેવવાં તે પાપ પ્રવૃત્તિ છે, અશુભ પાપકર્મ છે, પરલેકમાં, પરભવમાં એ પાપકર્મના ફળ સ્વરૂપે જવ દુઃખી થાય છે, કરેલા પાપની સજા ભેગવે છે તેવી રીતે માન પણ એક કષાય છે, તે આંતરિક ભાવ પાપ છે. એના સેવનથી પણ જીવ પરલોકમાં, પરભવમાં દુઃખી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org