________________
૪૩૧
કરવામાં આવેલા અભિમાનનું વિપરીત ફળ મળે છે. તેથી માનને પણ પાપ કહેવામાં આવે છે. તેને અવશ્ય ત્યાગ કરે. ક્યારેય પણ કેઈએ કોઈ વિષયનું અભિમાન કર્યું હોય, ને તેનું સારું ફળ મેળવ્યું હોય એવું શક્ય જ નથી. પછી ભલેને તે અભિમાન કેઈ સામાન્ય મનુષ્ય કર્યું હોય, કેઈ સાધુ પુરૂષે કર્યું હોય કે ખુદ તીર્થકર ભગવાનની જીવે પૂર્વમાં કર્યું હોય. જેણે જેણે અભિમાન કર્યું હોય તે દરેકને તેનું અશુભ ફળ જ મળ્યું છે. એ દરેકની દુર્દશા જ થઈ છે. કમસત્તાના ઘરમાં કોઈ નાનું મેટું નથી. પછી ભલે તે હું હોય કે તમે હો કે પછી તીર્થકર ભગવાનને
જીવ પણ કેમ ન હોય, કર્મસત્તાને ઘરમાં દરેક સરખા છે, સમાન છે. - જેવું કરશે તેવું ફળ મેળવશે. તેની પાસે સીધી વાત છે. તેથી જ કમની ગતિ ન્યારી છે. કર્મની ગતિ ઘણું ગહન છે. વિચિત્ર છે અને પાપની સજા ઘણું ભયંકર હોય છે, ભારે હોય છે. મહાવીર જેવા મહાવીરને પણ કર્મસત્તાએ છેડ્યા નથી, શ્રેણિક જેવા મગધના | સમ્રાટ કે જેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તેમાં પણ આજે તે નરકમાં જ છે. અનંત ભવ ચકને આ સંસારમાં જ્યારે જ્યારે પણ
જે કેઈએ પાપ કર્મનું સેવન કર્યું હોય છે ત્યારે ત્યારે તેની દશા , અવશ્ય ખરાબ થઈ જ હેય છે. તેથી કર્મસત્તાના ઘરમાં અન્યાય પણ નથી, દેર પણ નથી, અધેર પણ નથી. કેમકે તમારું કર્મ તમારી સાથે જ છે જેવું કર્યું છે તેવું જ છે. તે જ ઉદયમાં આવશે અને તમે દુઃખી દુઃખી થઈ જશે. ઈશ્વર કે ઈ ફળદાતા છે જ નહિ. કર્મ સ્વયં પોતે જ ફળદાતા છે. તેથી કર્મના ફળને આપનાર બીજા કેઈ ફળદાતા ઈશ્વરાદિને માનવાની જરૂરિયાત જ નથી. પછી દેર, અઘેર કે અન્યાયને સવાલ જ કયાં ઊભું થાય છે? બંધાયેલું કર્મ પિતાના નિશ્ચિત સમયે ઉદયમાં આવશે અને તેને અનુસાર ફળ મળશે. તે પ્રમાણે જીવ સુખી કે દુઃખી થશે. પછી ભલે તે તીર્થકરને જીવ હોય કે આપણે જે સામાન્ય જીવ હેય, દરેક જીવ પિત-પિતાના - કર્મ અનુસાર ફળ મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org