________________
સંસારમાં પ્રાપ્ત થાય છે તે જ તેના અભિમાનનું નિમિત્ત કારણ બની જાય છે. ધન-સંપત્તિ, સુન્દર રૂપ, બળ, જ્ઞાન વગેરે જે કંઈ પણ મનુષ્યને મળે છે તે બધું પૂ ઉપાર્જન કરેલા પુણ્યને પ્રભાવે જ મળે છે. એ બધું મળ્યા પછી મનુષ્ય જે એમને પચાવી ન શકે તે અભિમાન કરીને એમને ગુમાવી દે છે. અભિમાન એક એવું વમનકારક ઔષધ છે કે તે આવતાં જ અભિમાની બધું જ વમન કરીને એકી કાઢે છે. ઉલટી કરી નાખે છેરોટલી પચાવવી સહેલી છે માલ-મિષ્ટાન પચાવવા સહેલા છે પરંતુ મળેલી સુખ–સંપત્તિ, એશ્વર્યભેગ-વિલાસ, રૂપ, બળ, જ્ઞાન, તપ વગેરે પચાવવાં ઘણાં મુશ્કેલ છે. આહાર ન પચે તે જેમ ઓડકાર આવે છે. વાયુ ઊંચે ચઢી જાય છે. કુશળ વૈદ્ય આ બધા ચિન્હો જોઈને સમજી જાય છે કે આને ખેરાક બરાબર પચ્ચે નથી. બરાબર એવી જ રીતે અભિમાનીને અભિમાન કરતે જોઈને કુશળ તત્ત્વવેતા બરાબર સમજી જાય છે કે આને ધન-સંપત્તિ, ઐશ્વર્ય, ભેગ-વિલાસ, રૂપ, બળ, જ્ઞાન વગેરે જે કંઈ મળ્યું છે તે એને પડ્યું નથી, એને અજીર્ણ થયું છે, ને એની ઓળખાણ છે અભિમાન એટલે કે અભિમાન એ અપચાનો ઓડકાર છે ગંભીર મનુષ્ય જ મળેલા સુખ-ભેગને પચાવી શકે છે. સંપત્તિ મળે છે તો હજારેને લાખેને પરન્તુ કેઈક વિરલા જ એને પચાવી શકે છે.
દુખ સારું કે સુખી
જે એમ પૂછવામાં આવે કે દુઃખ સારુ કે સુખ ? તે તમે શે. જવાબ આપશે? “સુખ’ એમ જ તમે કહેશો. તમને દુઃખ પસંદ છે કે સુખ? જવાબમાં તમે સુખ જ કહેશે. અહીં તમે ભલે જવાબમાં સુખ જ કહેશે પરંતુ સાધુ-સંત. વિરક્ત–વૈરાગી સુખની અપેક્ષાએ દુઃખને વધુ પસંદ કરે છે આપણી ચારિત્રની સાધનામાં પણ કેશને લેચ, વિહાર વગેરે કષ્ટમય નિમિત્તે વધારે રાખવામાં આવ્યાં છે તે સાધુ-સંતે દુઃખના પ્રસંગમાં પણ સમતાના આત્મિક સુખને અનુભવ કરી શકે છે. હજુ એક વધારે સીધે પ્રશ્ન કરૂ ? દુઃખ પચાવવું સહેલું છે કે સુખ પચાવવું? આને જવાબ આપતાં પહેલાં તમારે ખુબ વિચાર કરવો પડશે. વિચાર કરો દુખને પચાવવું એ તે સહેલી વાત છે એક ટંક ભજન કરીને પિતાને ગુજારે કરનારા લોકે આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org