Book Title: Papni Saja Bhare Part 10
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ ४२२ છે. અભિમાનીની આંખમાં આ એક દોષ હોય છે. આ દષ્ટિદેષને લીધે સંસારમાં એને પોતાના સિવાયના બીજા બધા સામાન્ય જ દેખાય છે. સંસારમાં બધા તેને પોતાનાથી નાના લાગે છે, તુછ લાગે છે તેના અવાજમાંથી–વાતચિતમાંથી અહંભાવ પ્રગટ થતો રહે છે. વાતવાતમાં તે બીજા પ્રત્યે અપમાનજનક શબ્દોનો ખૂબ વધારે પડતો ઉપયોગ કરે છે. બીજાઓને નીચા પાડીને, હલકા બતાવીને પોતાની જાતને મોટાઈભરી દેખાડવાની તેનામાં વૃત્તિ હોય છે. તેની ભાષામાં પિતાની પ્રશંસા, પોતાના જ વખાણની છાપ સ્પષ્ટ ઉપસી આવે છે. અભિમાનીને પાક્કાની પ્રશંસા સાંભળવી ગમતી નથી. આ રીતે અભિમાનીને ઓળખવાના સેંકડે ચિહ્નો છે. જેમને જોઈને માનને સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે, વિનય-વિવેક અને નમ્રતાને તે એને સ્પર્શ પણ નથી થતું. પારકાની નિંદા કરવાની વૃત્તિ અભિમાનીમાં વધારે પડતી દેખાય છે. માન–અભિમાનની વૃત્તિથી જીવને કઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, ઊલટાનું તે ઘણું વધારે ગુમાવી બેસે છે. પ્રશમરતિમાં કહ્યું શ્રત-૪–વિનય સફૂપUચ ધર્માર્થ-જામવદન ચ | मानस्य कोऽवकाशं मुहू तमपि पण्डितो दद्यात् ॥ શ્રત–શીલ અને વિનયના દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામના વિનરૂપ એવા અભિમાનને કો બુદ્ધિમાન કે પંડિત પુરૂષ એક મૂહને માટે પણ આશ્રય આપશે ? અર્થાત્ સમજદાર બુદ્ધિમાન (પંડિત) મનુષ્ય માન કષાયના દૂષણને જોઈને ભૂલથી પણ માનને પિતાની પાસે આવવા નહિ દે. એમાં જ એને લાભ છે. એનું હિત છે. માનના પર્યાયવાચી શબ્દ માન કષાયને જુદા જુદા શબ્દોથી ઓળખવામાં આવે છે. માન, અભિમાન, અહંકાર, દર્પ, ગર્વ, ઘમંડ, ગુમાન, Proud, મમકાર વૃત્તિ, સ્મય, ચિત્તોન્નતિ, અહઅહમિકા, અહં વગેરે અનેક શબ્દો માનના અર્થમાં પ્રજાયેલા છે. જુદી જુદી ભાષાઓમાં બીજા પણ અનેક શબ્દોને. પ્રાગ થતો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46