Book Title: Papni Saja Bhare Part 10
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૪૧૭ પરંતુ હવે “રાંડયા પછીનું ડહાપણ શા કામનું? હવે પસ્તા કરવાથી શું ફાયદો? ઘણું મોડું થઈ ગયું છે. ટેને આટલા વર્ષો સેવ્યા પછી મજબૂર થઈ જવાયું છે. તેથી ગમે તેટલું સમજાવવામાં આવે, સમજવામાં આવે તે પણ તે પત્થર ઉપર પાણી ઢળવા સમાન જ રહેશે, છતાં આશા અમર છે. ચેતન શક્તિવંત છે. તેથી અમે આશા રાખીને બેઠા છીએ કે બનશે ત્યાં સુધી તો તમે શૈતન્યને જગાડીને જાતે સુધરશે, કષાને વશ થવાને બદલે કષાને વશ કરવાને પ્રયત્ન કરશે. પણ કદાચ...કદાચ એમાં તમે સફળ ન થાવ તે પણ તમે એટલું તે કરી શકશે જ કે તમારા સન્તાનેને તમારા નજદીકના સંબંધીઓને તમે સમજાવશે. કહેશે કે ભાઈ! હું તો ખોટે રસ્તે ચઢી ગયેલું. મને તે કઈ સમજાવનાર ન મળ્યું. અથવા મળ્યું તે મેં એની વાત કાને જ ન ધરી. તો હવે હું પસ્તાઉં છું. મારે સંસાર, બગડે તે બગડ, પણ હવે તમારો સંસાર તે સુધારી લે. તમારા જીવનનું ઉદાહરણ આપીને તમે તમારા પુત્ર-પૌત્રનું, પારકાઓનું તે ભલું કરી શકશે. એનાથી પણ તમને અને બીજાઓને લાભ જ થશે. આજે મને જે ખોટું–ખરાબ લાગ્યું છે તે હું બીજાને નહિ શીખવાડું. બીજાનું મારા પ્રત્યેનું જેવું આચરણ મને પ્રિય છે તેવું જ આચરણ હું બીજા પ્રત્યે આચરીશ અને બીજાનું મારા પ્રત્યેનું જે આચરણ મને પ્રિય નથી તેવું આચરણ હું બીજા સાથે કદી નહિ આચ, આટલું દયેય પણ જો આપ સ્વીકારશે તે ધર્મની મીઠી મધુરી સુગંધ આપના જીવાતા જીવનમાંથી પ્રગટ થશે ને મૃત્યુ પછી પણ તમારા જીવનની આ સુગંધ ચારે તરફ પ્રસરાતી રહેશે પરિણામે તમારા સગા-સબંધીઓ પણ તમારા ધ્યેયને પોતાના જીવનમાં અપનાવીને ધર્મની સુવાસને ચારે–તરફ ફેલાવતા રહેશે. __ आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् જે મને પ્રતિકૂળ લાગે છે તેવું આચરણ બીજા પ્રત્યે હું કદીએ નહિ કરુ.” આ ધ્યેયને જીવનમંત્ર બનાવે. આપને માન સન્માન જોઈએ છે? જી, હા જરૂર જોઈએ છે. કેશુ કહેશે કે મને માન મળે તે નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46