Book Title: Papni Saja Bhare Part 10 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 2
________________ પ્રવચન-૧૦ સાતમું પાપસ્થાનક – “માન” “માન-અભિમાનથી પતન” પરમ પૂજનીય પરમગુરૂ પરમનાથ, પરમાéન ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચરણારવિંદમાં કોટિ-કેટ નમસ્કાર કરવા પૂર્વક अहे वयन्ति कोहेणं माणेणं अहमा गई । __ माया गईपडिप्वाओ, लोहाओ दुहओ भयं ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પોતાની અંતિમ દેશનામાં ભગવાન શ્રી મહાવીરે ફરમાવ્યું છે કે વારંવાર કોધ કરવાની ટેવ પડવાથી દિવસે દિવસે મનુષ્યનું પતન થતું જાય છે. તે લોકોની દૃષ્ટિમાં, સમાજની દષ્ટિમાં અને કર્મ સત્તાની દષ્ટિમાં પણ નીચે પડે છે, અભિમાન, અહંકાર કરવાની ટેવથી મનુષ્ય અધમાધમ ગતિ સુધી પહોંચી જાય છે. હરતા-ફરતા વારંવાર માયા-કપટ કરવાની ટેવ પડી જવાથી જીવ માયાવી થઈ જાય. છે ને માયાવીને માટે સદ્દગતિમાં જવાના દ્વાર બંધ થઈ ગયેલા હોય છે. એજ રીતે લેભ કરવાની આદત જે કોઈને પડી જાય તે તેને પણ આ લોક અને પરલોકને માટે ભય ઉભું થઈ જાય છે. કેાઈ પણ કષાયના સેવનથી લાભ તે નથી જ ખટકે નુકશાન જ થાય છે છતાં પણ આશ્ચર્યની વાત છે કે મનુષ્ય જ્યારે પણ કોઈ કષાય સેવે છે ત્યારે એમ કરવાથી તેને લાભ થશે, ફાયદો થશે એમ સમજીને જ તે કષાય કરે છે. મનમાં વિચારે છે આમ કરવાથી મને લાભ થશે. ક્રોધ કરવાથી ધારી વસ્તુ મળી જશે, અભિમાન કરવાથી હે કે માન આપશે. માયા– કપટ કરીને બીજેઓને ઠગી લઈશ. લેભ કરીને મારા ઘર ભરી દઈશ. આ રીતે કષા કરીને મનુષ્ય ક્ષણિક ફાયદો ઉઠાવવા માગે છે, પરંતુ એને એ વાતની ખબર નથી કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 46