________________
: ૧૧ : અનુવાદમાં રહી ગયેલ અનુવાદની પૂરવણું
ટીકાકારનું મંગલાચરણ જેની વાણીથી સમ્યગ્દષ્ટિએને બધા અર્થો જણાયા છે તે અજ્ઞાનને નાશ કરનાર સૂર્ય સમાન મહાવીરને નમસ્કાર કરીને વૃદ્ધવચનોના (પૂ થયેલા મહાપુરુષોના રચેલા ગ્રંથના) આધારે ધર્મશાસ્ત્રમાં મુખ્ય પંચાશક નામના શાસ્ત્રનું સંક્ષેપથી વિવરણ કરીશ.
સાતમા પેજની ૨૦ મી લીટીમાં “આવશે.” શબ્દ પછી “ આ તાત્પર્યાથે અતિચાર વગેરેમાં તે તે સ્થળે અમે બતાવીશ” એમ ઉમેરવું.
નીચેનું લખાણ ૧૧મા પૃષ્ઠમાં ત્રીજી લાઈન પછી ઉરિવું. સાધુ-શ્રાવકોનાં અનુષ્ઠાનેને જણાવનારું જિનવચન સાક્ષાત્ પરલેક હિતકર છે. આથી સાધુ-શ્રાવકોનાં અનુષ્ઠાનેને જણાવનાર જિનવચનને સાંભળે તે શ્રાવક. આથી જ બીજા સ્થળે પૂએ જ (=શ્રાવક પ્રાપ્તિમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે) કહ્યું છે કે
संपन्नदसणाई, पइदियह जइजणा सुणेई य ।
सामायारिं परमं, जो खलु तं साधयं विति ॥२॥ જે સમ્યગ્દર્શન, પાંચ અણુવ્રત વગેરે પામીને પ્રતિદિન સાધુઓ પાસે સાધુ-શ્રાવકની સામાચારીને (=આચારોને )સાંભળે છે તેને જ તીર્થકરે અને ગણધર શ્રાવક કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org