Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ભૂમિકા
એવી જ રીતે નિરવઘના પાલનના પ્રત્યાખ્યાનમાં આવતી ભૂલોનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેમજ સાવધના ત્યાગના પ્રત્યાખ્યાનમાં આવતી ભૂલોનું પણ પ્રતિક્રમણ કરવું પડે.
જે વખતે જેનું પ્રતિક્રમણ કરવું હોય, તેમાં એકાગ્રતા રાખવાનેય કાયોત્સર્ગ હોવો જોઈએ અથવા બરાબર પ્રતિક્રમણ કરવું પડે જ.
એ જ પ્રમાણે ગુરુવંદનમાં પણ થયેલ ખામીનું પ્રતિક્રમણ કરવાના નિયમરૂપ પ્રત્યાખ્યાન, આશાતના - ત્યાગમાં સતત જાગૃતિરૂપ કાયોત્સર્ગ-ચોવીશ તીર્થકરને માનનાર ગુરુની જ ભક્તિ કરવામાં ચતુર્વિશતિ સ્તવ અને ભક્તિમાં લીનતા રૂપ સામાયિક હોવું જ જોઈએ.
ચતુર્વિશતિ સ્તવનમાં ૧ નવકારનો કાઉસ્સગ્ગ, ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૪ કે આઠ થયનો કાઉસ્સગ્ન હોય છે. જાવંત કેવિ રૂપ ગુરુવંદન પણ હોય છે. પચ્ચખાણ લેતાં કે પારતાં ગુરુવંદન, ઈરિયાવહિ, ચૈત્યવંદન અને સઝાય ધ્યાન રૂપ સામાયિક કરવાનાં હોય છે. તેમાં વિરાધનાનું - મિચ્છામિ દુકકડું દેવાનું હોય છે. અને સ્પર્શના, પાલના, તીરના, કીર્તનામાં જાગ્રત રહેવા રૂપ સામાયિક પણ હોય છે.
સારાંશ કે, કોઈ પણ આવશ્યકમાં બીજાં પાંચ આવશ્યકો પેટામાં સમાયેલાં જ હોય છે. કરેમિ ભજો!ના વિસ્તારથી વ્યાખ્યાન રૂપ આવશ્યક સૂત્રનાં અનેક સૂત્રો છે, અને તેના વિસ્તાર
રૂપ દ્વાદશાંગી છે, તે હવે સરળતાથી સમજાશે. ૨૪. સંઘ કાઢવા, ઉજમણાં કરવા, વરઘોડા, જાહેર ઉત્સવો, ગુરુના તથા સંઘવીના સામૈયા વગેરે
પણ જાહેર છ આવશ્યકમય અમુક અમુક પ્રધાન આવશ્યક હોય છે. એટલે જે મૂછ જૈન સંઘમાં પૂર્વાપરથી ચાલી આવતી કોઈ પણ પ્રામાણિક ક્રિયા છે આવશ્યકની મર્યાદામાંની જ હોય છે. માટે ગુરુગમથી જાણ્યા વિના કોઈ પણ પ્રવૃત્તિ ઉપર ટીકા કરવામાં વિરાધક ભાવ થવાનો ખાસ સંભવ છે. વિરાધક ભાવ એટલે સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનવું. તે પણ “આ પ્રવૃત્તિઓ જતિએ ચલાવી છે, અમુક વૈષ્ણવોના અનુકરણરૂપ છે, બૌદ્ધોના અનુકરણરૂપ છે. વૈદિક લોકોના અનુકરણ રૂપ છે. સ્વાર્થી આચાર્યોએ ચલાવી છે” એવું એવું બોલતાં પહેલાં સંપૂર્ણ વિચાર કરવો જોઈએ. નહીં તો પગલે પગલે ખલના અને મહાન આશાતના થવાનો સંભવ છે. માટે ડાહ્યા, સમજુ અને જૈન ધર્મની મહત્તા સમજનારા વિવેકીઓએ એવો વિચાર
પણ લાવતાં પહેલાં બહુ સાવચેત રહેવું. ૨૫. આટલી હકીકત ઉપરથી આપણે એ તો સ્પષ્ટ સમજી શક્યા કે, “આવશ્યક સૂત્રમાં આપવામાં
આવેલાં મુખ્ય સૂત્રો જ અનેક વિધિઓમાં ગોઠવાયાં છે. અને તેટલાં સૂત્રોથી જ સેંકડો બલ્ક હજારો વિધિ, વિધાનો અને અનુષ્ઠાનો ગોઠવાયાં છે. આ પરથી જુદા જુદા પાત્ર જીવોનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ જૈન ધર્મની કેટલી વ્યાપકતા છે અને વ્યાપક થવાની તેની કેટલી તાકાત છે તે બરાબર સમજાશે.
પરંતુ દરેક વિધિઓમાં માત્ર – ૧. ચૈત્યવંદનો, ૨. સ્તવનો, ૩. સઝાયો, ૪. આલોચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org