Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જઈને ચૈત્યવંદન કરતાં પહેલાં ચતુર્વિશતિ સ્તવ આવશ્યકનું અંગ બને છે. આવા સેંકડો બબ્બે હજારો દાખલો મળવાનો સંભવ છે.
કરેમિ ભંતે ! માનું તસ્ય પદેય આવી અનેક રીતે વપરાયેલ હોવાના પુરાવા મળે છે.
ચતુર્વિશતિ સ્તવની મુખ્યતાના વિધિમાં–તેમાં રહેવા પામેલી સાધકની ખામીના પ્રતિક્રમણના સંબંધમાં એ જ તસ્ય પદ આવે છે. એ જ તસ્સ પદ સાવદ્ય યોગના સંબંધમાં આવે છે. એ જ તસ્ય પદ પ્રતિક્રમણમાં આવે છે. એ જ તસ્સ પદ સામાયિકને સ્થાને પણ આવે છે. એ જ તસ્સ પદ કાયોત્સર્ગને સ્થાને પણ આવે છે. તસ્સ પદ સામાન્ય અને મુખ્ય કે વિશેષ અને પેટા આવશ્યકને ઠેકાણે પણ આવે છે.
દાખલા તરીકે- ઇરિયાવહિયાને અંતે તસ્સ પદ ઈરિયા પથિકારૂપ સાવદ્ય યોગનું પ્રતિપાદન કરે છે અને એ જ તસ્સ પદ પ્રતિક્રમણ રૂપ બનીને તેના પછીના ઉત્તરપ્રાયશ્ચિત્ત રૂપ કાયોત્સર્ગને માટે તસ્સ ઉત્તરીય સૂત્ર શરૂ થાય છે. ઈચ્છામિ ઠામિમાં એ જ તસ્સ પદ વ્રતો, આચારો, સામાયિક અને શ્રુત વગેરે શ્રાવક ધર્મ અને સાધુ ધર્મના અતિચારના પ્રતિક્રમણનું સૂચક બને છે. અભુઠિઓમાં ગુરુભકિતની ખામી રૂપ સાવદ્ય યોગનું સૂચક બને છે. અને વંદિતુમાં-તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નતસ્સ-માં સામાયિક-ધર્મ સ્વરૂપ બને છે. એ જ તસ્સ પચ્ચખાણ પારતાં પચ્ચકખાણના સ્પર્શના વગેરેમાં ખામી વગેરે તથા વિરાધનાનું સૂચક બને છે. અને સાત લાખ અઢાર પાપસ્થાનક ગમણાગમાણે અને પક્ષિકાદિ અતિચાર પાઠમાં આલોચનાનું અંગ બને છે. આમ થવાનું કારણ એ પણ હોય છે કે
કોઈ પણ ક્રિયા તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ કરવાની નથી. તેમજ તેઓને પોતાની સામે આદર્શ તરીકે રાખ્યા વિના કરવાની નથી હોતી. તથા દરેક ક્રિયા ગુરુ મહારાજની સાંનિધ્યમાં કરવાની હોય છે. એટલે તે બે તો દરેક ક્રિયામાં અવશ્ય હોય જ.
કોઈ પણ ક્રિયા – આત્મબળ પોષક સામાયિકમય હોવી જોઈએ. અને તેમાં સંપૂર્ણ બળ વાપરીને જાગ્રત ભાવે મન વચન કાયા વાપરીને એટલે કાયોત્સર્ગપૂર્વક કરવાની હોય છે. તન્મયતા વિના તે સફળ થતી નથી. માટે તન્મયતાની પૂરી જરૂર હોય છે, જેથી સામાયિક અને કાયોત્સર્ગ પણ દરેકમાં આવી જ જાય.
અને તેમાં ભૂલો થવાનો સંભવ હોય છે. તેમાં આવતાં વિઘ્નો દૂર કરવાનાં હોય છે જ. એટલે પ્રત્યાખ્યાન પણ કરવું જોઈએ. અને તેમાં થતી ભૂલોથી ચેતતા રહેવું જોઈએ. ફરી ભૂલો ન થવા સાવચેત થવું જોઈએ. ભૂલને ભૂલ રૂપે સમજવી વગેરે પ્રતિક્રમણ કરવું જ પડે.
“રોજ ત્રણ કાળ ચૈત્યવંદન કરીશ” એવું પ્રત્યાખ્યાન તે ચતુર્વિશતિ સ્તવનું પ્રત્યાખ્યાન ગણાય. પ્રત્યાખ્યાન પણ સાવદ્યયોગના ત્યાગ રૂપ અને નિરવદ્યયોગના સેવન રૂપ એમ બે પ્રકારે હોય છે. ગુરુવંદન, ચતુર્વિશતિ સ્તવ-સામાયિક પાલન વગેરે નિરવદના સેવનમાં ખામીઓ હોય, તેનું પણ પ્રતિક્રમણ થાય છે. અને તેમાં સતત જાગૃતિ રૂપ કાયોત્સર્ગ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org