Book Title: Padarth Prakash Part 17
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 8
________________ જ્ઞાનથી દષ્ટિ બદલાય એક જગ્યાએ એક મંદિર બંધાઈ રહ્યું હતું. ચોગાનમાં ત્રણ મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા. ત્રણેનું કામ એક સરખું હતું. ત્રણેનું વેતન એક સરખું હતું. બાજુમાંથી પસાર થતાં એક સજ્જને એ ત્રણ મજૂરોમાંથી એકને પૂછ્યું, “એલા, શું કરી રહ્યો છે તું ?' જવાબ મળ્યો, ‘દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !' બીજાને પૂછ્યું, “દોસ્ત, તું શું કરી રહ્યો છે ?' બીજાએ જવાબ આપ્યો, ‘કુટુંબ માટે રોટલો રળી રહ્યો છું.” આવો જ સવાલ ત્રીજાને પૂછ્યો તો જવાબ મળ્યો, “ભગવાનનું મંદિર બાંધી રહ્યો છું.” ત્રણે મજૂરો એક જ કામ કરી રહ્યા હતા. છતાં ત્રણેની દૃષ્ટિ જુદી જુદી હતી. ત્રણેની દૃષ્ટિ જુદી જુદી હોવાનું કારણ હતું ત્રણેની જુદી જુદી સમજણ. જેમ જેમ જ્ઞાન વધે છે તેમ તેમ દૃષ્ટિ સુધરે છે. અજ્ઞાનીની દૃષ્ટિ તુચ્છ હોય છે. જ્ઞાનીની દૃષ્ટિ અમીભરી હોય છે. અજ્ઞાનીને બધું ખરાબ જ દેખાય છે. જ્ઞાનીને બધું સારું જ દેખાય છે. આમ દષ્ટિને સુધારવા સમ્યજ્ઞાન આવશ્યક છે. જિનશાસનમાં સમ્યજ્ઞાન ચાર અનુયોગોમાં વહેંચાયેલું છે – (૧) ચરણકરણાનુયોગ, (૨) કથાનુયોગ, (૩) ગણિતાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ. | પ્રસ્તુત પુસ્તકરત્નમાં ગણિતાનુયોગ વિષયક બે ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિનું સંકલન કર્યું છે. તે બે ગ્રંથોના નામ આ મુજબ છે- (૧) શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણ અને (૨) શ્રીગાંગેયભંગપ્રકરણ . શ્રીશ્રાવકવ્રતભંગ પ્રકરણની રચના અજ્ઞાત પૂર્વાચાર્યે કરી છે. તેમાં ૪૧ ગાથાઓ છે. આ ગાથાઓ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. તેમની

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 242