Book Title: Padarth Prakash Part 17 Author(s): Hemchandrasuri Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ Cી પ્રકાશકીય પદાર્થપ્રકાશશ્રેણિમાં એક નવા પુસ્તકરત્ન-પદાર્થપ્રકાશ ભાગ ૧૭ ને પ્રકાશિત કરતાં આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકરત્નમાં શ્રી શ્રાવકવૃતભંગમકરણ અને શ્રીગાંગેયભંગપ્રકરણના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિનું સંકલન કરાયું છે. આ સંકલન પરમ પૂજ્ય શ્રીસીમન્વરજિનોપાસક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલા છે. આ પૂર્વે પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છા કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રંથો અને તત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું છે, જે પદાર્થપ્રકાશ ભાગ ૧ થી ૧૬ રૂપે પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમને મળેલ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પદાર્થપ્રકાશશ્રેણિમાં પદાર્થોનો સરળ ભાષામાં, સંક્ષેપમાં અને સંપૂર્ણ રીતે સંગ્રહ કર્યો છે. તેથી અભ્યાસુઓને પદાર્થોનો અભ્યાસ સુગમ અને શીધ્ર થાય છે. આજ સુધી અનેક પુણ્યાત્માઓએ પદાર્થપ્રકાશશ્રેણિના પુસ્તકરત્નોના અભ્યાસ દ્વારા પદાર્થોનું સુંદર જ્ઞાન મેળવેલ છે. આગળ પણ આ જ રીતે અમને લાભ મળતો રહે એવી શુભાભિલાષા. પદાર્થપ્રકાશશ્રેણિનું સંકલન-સંપાદન કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી અમારા અનન્ય ઉપકારી છે. પૂજ્યશ્રીના ચરણોમાં કૃતજ્ઞભાવે વારંવાર વંદન કરીએ છીએ. અવચૂરિ સહિત શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણનું સંશોધન-સંપાદન આ પૂર્વે મુનિરાજ શ્રીચતુરવિજયજી મહારાજે કરેલ. તે વિક્રમ સંવત ૧૯૬૯ માં ભાવનગરની શ્રીઆત્માનંદજૈનસભાએ પ્રકાશિત કરેલ. અવચૂરિ સહિત શ્રીગાંગેયભંગપ્રકરણનું સંશોધન-સંપાદન આ પૂર્વે મુનિરાજ શ્રીમંગલવિજયજી મહારાજે વિક્રમ સંવત ૧૯૭૧ માં કરેલ. તે વિક્રમ સંવત ૧૯૭૨ માં ભાવનગરની શ્રીજૈનઆત્મવીર સભાએ પ્રકાશિત કરેલ.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 242