Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 10 પહેલા પરિશિષ્ટમાં નવકારમહામંત્રના નવ પદોના 3, 6 2, 880 ભાંગામાંથી શરૂઆતના 1,790 ભાંગા મૂક્યા છે. બીજા પરિશિષ્ટમાં નમસ્કારસ્તવની મૂળગાથાઓ મૂકી છે. ત્રીજા પરિશિષ્ટમાં નમસ્કારસ્તવની મૂળ-ગાથાઓની અકારાદિક્રમે સૂચિ મૂકી છે. ગ્રંથની અંતિમ ગાથાઓમાં કહ્યું છે કે, “નવકાર મહામંત્રની અનાનુપૂર્વી ગણવાથી વિપ્નો, આપત્તિઓ, ઉપસર્ગો અને રોગો દૂર થાય છે.” આમ સહુએ આ પુસ્તકનો અભ્યાસ કરીને નવકાર મહામંત્રના અનાનુપૂર્વીના ભાંગાની વિગત અને મહિમા જાણીને તે ભાંગાઓ ગણવા માટે કટિબદ્ધ થવું જોઈએ. પરમકૃપાળુ પરમાત્મા અને પરમહિતચિંતક ગુરુદેવોની કૃપાના બળે આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પૂજયોના ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ છીએ. આ પુસ્તકમાં પરમકલ્યાણકારી જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની ક્ષમા યાચીએ છીએ અને બહુશ્રુતોને તે સુધારવા વિનંતિ કરીએ છીએ. વિ. સુ. 3 (અક્ષયતૃતીયા), વિ.સં. 2075, - શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિતા. 6-5-19, આંબાવાડી, પં. પદ્મવિજયજી વિનય અમદાવાદ આચાર્ય વિજય હેમચંદ્રસૂરિ જે શઠતા વડે મિત્રને ઇચ્છે છે, કપટ વડે ધર્મને ઇચ્છે છે, બીજાને પીડા આપીને સમૃદ્ધિને ઇચ્છે છે, સુખ વડે વિદ્યાને ઇચ્છે છે અને કઠોરતા વડે સ્ત્રીની પ્રીતિને ઇચ્છે છે તે મૂર્ખ છે.