________________
श्रीनिक्षेपविंशिका - ११
त्कार्याणां जीवपर्यायरूपत्वमेव, तदन्येषां त्वजीवपर्यायरूपत्वमेव, नैकस्यापि तदुभयपर्यायरूपत्वमिति । स्यादेवं मनुष्यत्वादिपर्याय एवोभयपर्यायरूपं कार्यं, तज्जीव-औदारिकादिपुद्गलोभयारब्धत्वादिति, मैवं, जीवपर्यायरूपकार्याभावापत्तेः, मनुष्यादीनां सर्वेषां पर्यायाणां जीवशरीरोभयारब्धत्वेनोभयपर्यायरूपतयैव त्वन्मते ग्राह्यत्वात् । न च सिद्धावस्थाभाविनां पर्यायाणां जीवपर्यायरूपत्वं सम्भवेदिति वाच्यं, तस्याः स्थिरतयाऽनन्तत्वेन पर्यायान्तरोत्पत्तेरसम्भवात् । तथापि प्रतिक्षणभाविनां सूक्ष्माणां पर्यायविशेषाणामुत्पत्तिस्तु तत्रापि सम्भवत्येवेति चेत् ? सत्यं, तथाप्यस्मदगोचरतया पदविशेषाप्रतिपाद्यत्वेन निक्षेपस्य विशेषेणाविषयाणां तेषामत्र प्रक्रमेऽकिञ्चित्करत्वप्रायत्वमेव ज्ञेयम् ।
९८
શંકા : મનુષ્ય વગેરે પર્યાય જ ઉભયપર્યાયરૂપ કાર્ય છે, કારણ કે તેનો જીવ અને ઔદારિકાદિપુદ્ગલો.. આ ઉભયથી જ એ નિષ્પન્ન થયેલ હોય છે.
સમાધાન ઃ જો આ પર્યાયોને ઉભયપર્યાયરૂપ કાર્ય તરીકે લેશો, તો જીવપર્યાયરૂપ કાર્યનો અભાવ થઈ જશે, કારણ કે મનુષ્ય વગેરે બધા પર્યાયો જીવ અને શરીર એ બન્નેથી જ થતા હોવાથી તમારા મતે ઉભયપર્યાયરૂપે જ લેવાના રહેશે.
શંકા : સિદ્ધાવસ્થાના પર્યાયો જીવપર્યાયરૂપે મળશે ને ? સમાધાન : ના, એ અવસ્થા સ્થિર હોવાથી અનંત હોવાના કારણે નવા પર્યાયોની ઉત્પત્તિ સંભવતી નથી.
શંકા : છતાં, પ્રતિક્ષણભાવી સૂક્ષ્મ પર્યાયવિશેષોની ઉત્પત્તિ તો સંભવે જ છે ને ?
સમાધાન : હા, પણ એ આપણો વિષય ન હોવાથી પદિવશેષથી પ્રતિપાદ્ય ન હોવાના કારણે નિક્ષેપના વિશેષ પ્રકારે વિષયરૂપ બનતા નથી. ને તેથી પ્રસ્તુતમાં એ બધા અકિંચિત્કર જેવા જ છે. એટલે જ શાસ્ત્રોમાં મનુષ્યાદિની જ જીવપર્યાયરૂપે પ્રસિદ્ધિ છે, આવા સિદ્ધપર્યાયોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org