________________
११२
श्रीनिक्षेपविंशिका-११
तन्नयानुवृत्त्या सा योग्यता घृतकुम्भवत् कथ्यते । ततश्च यतः स उपचरितयोग्यतावान्, अतः पूर्वोक्तरीत्या तदभिन्नं शरीरमपि योग्यतावद् । इत्थञ्च भव्यशरीरे न मुख्यं परिणामिकारणत्वं न वैकेनैवोपचारेणोपचरितं तद्, अपि तूपचारपरम्परयोपचरितमेवेति मुख्यपरिणामिकारणत्वापेक्षमागमतो द्रव्यमङ्गलत्वं नोच्यते ।
अत्र घृतकुम्भदृष्टान्त एवं योज्यः । यथा घृते प्रक्षिप्यापनीते तदाधारत्वपर्यायेऽतिक्रान्तेऽप्ययं घृतकुम्भ इति व्यपदेशो लोके प्रवर्तते तथा ज्ञशरीरे ज्ञेयम् । तथा, यथा घृते प्रक्षेप्नुमिष्टे तदाधारत्वपर्याये भविष्यत्यपि लोकेऽयं घृतकुम्भ इत्यादि व्यपदेशो दृश्यते तथा भव्यशरीरे ज्ञेयम् ।
__ एवं च मङ्गलपदार्थज्ञ उपयुक्तो जीव आगमतो भावमङ्गलम् । तन्मुख्यपरिणामिकारणं मङ्गलपदार्थज्ञोऽनुपयुक्तो वक्ताऽऽगमतो द्रव्यપૂર્વે કહી ગયા મુજબ જે એનાથી અભિન્ન છે એવું શરીર પણ યોગ્યતાવાળું છે. આમ ભવ્યશરીરમાં પણ નથી મુખ્યપરિણામિકારણતા કે નથી એક જ ઉપચારથી ઉપચરિત તે, પણ ઉપચારની પરંપરાથી ઉપચરિત તે જ છે. માટે મુખ્યપરિણામિકારણતાને સાપેક્ષ એવી આગમથી દ્રવ્યમંગળતા કહેવાતી નથી.
અહીં ઘીના ઘડાનું દૃષ્ટાન્ત આ રીતે લગાવવું - જેમ ઘી નાખીને ભરીને પછી ખાલી કરી નાંખ્યું હોય ને તેથી ઘીની આધારતારૂપ પર્યાય અતીત થઈ ગયો હોય તો પણ “આ ઘીનો ઘડો છે' એમ લોકમાં વ્યવહાર થાય છે, એ રીતે જ્ઞશરીરમાં જાણવું. તથા, ઘી ભરવાના ઉદેશવાળા ઘડામાં ઘીની આધારકારૂપ પર્યાય જો કે વર્તમાનમાં છે નહીં, પણ ભવિષ્યમાં આવવાનો છે. ને તેથી લોકમાં આ ઘીનો ઘડો એવો વ્યવહાર થાય છે. એ રીતે ભવ્યશરીરમાં જાણવું.
એટલે આ પ્રમાણે નિશ્ચિત થશે કે– મંગળપદાર્થનો જાણકાર ને એમાં ઉપયુક્ત જીવ એ આગમથી ભાવમંગળ છે. તેના મુખ્યપરિણામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org