________________
ન હોય, ઉપાસના સંચામાન અને સંચાલી જ કરવાની હેય, તેથી શ્રી જિનશાસનમાં એ પણ મેષ્ઠિ એ જ ઉપાસ્ય છે, પૂજ્ય છે, અને દાન, જ્ઞાન, ચારિત્ર, તપ એ જ ઉપાસના છે, એટલે પાંચ ધમી છે અને ચાર ધર્મ છે.
શ્રી ઉપા. મહારાજની શ્રી નવપદજીની પૂજામાં આ નવનાં અભુત ભાવો રજૂ થયેલા છે. એ ભાવને રહસ્યપૂર્વક સમજવામાં આવે તે તેના પર ખૂબ સુંદર ચિંતન અનુપ્રેક્ષા કરી શકાય અને તે દ્વારા જીવનમાં એ ન પદની ભવ્ય આરાધના-ઉપાસના થઈ શકે. એમાં પાંચ પદો ઉપાસ્ય અર્થાત્ લક્ષ્ય તરીકે અને ચાર પદની ઉપાસના આચરણ તરીકે જીવનમાં ઉતારવાની છે. તાત્પર્ય નવપદની સમજ અને એને બોધ જીવનમાં આરાધના માટે ખૂબ ઉપયોગી છે, એથી અહીં એ બોધ માટે આ નવપદપૂજાના પદે પદ પર વિવેચન કરવામાં આવે છે. નવપદ પૂજા : ચાર કર્તાની કૃતિ:
પ્રસ્તુત ઉપા, કૃત નવપદની દરેક પૂજામાં ચાર અંશ, છે: પ્રારંભિક પ્રાકૃત ગાથા આ. શ્રી રત્નશેખર સૂરિ કૃત સિરિવાલ કહાની અંતર્ગત છે. એ પછી આ. શ્રી જ્ઞાનવિમલ સૂરિજી કૃત ભુજગપ્રયાત છંદમાં કાવ્ય છે. ત્યારબાદ શ્રી દેવચંદ્ર સૂરિજી કૃત ઉલાળ ને ત્રોટક છંદમાં કાવ્યો અને છેલ્લે ઉષા, શ્રી યશોવિજયજી મહારાજકૃત લાળ છે. નવે પદની આ ઢાળે એમણે શ્રી ખલાસમાં શ્રીપાલ મહારાજાની નવપદની ભાવના રૂપે ગૃ થેલી છે. આ કાળમાં નવપદને વિસ્તારથી વિચાર છે, તેથી સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org