________________
નવપદ પ્રકાશ
નિરતર પરિભ્રમણ પરિવર્તનમય સંસારને જેને થાક લાગ્યો હોય તે જ મુક્ત થવા તેમાંથી છૂટવા વિચારે -સંસારીમાંથી સિદ્ધ થવા વિચારે. સિદ્ધ થવું હોય તેને સિદ્ધચક સહાય કરે છે.
આ જગતને વિશે વાસ્તવિક આનંદદાતામાં સિદ્ધચક પ્રધાન છે. ઇન્દ્રનું ઇન્દ્રપણું કે ચક્રવતીનું ચક્રવતીપણું ગૌણ છે, એ એવા આનંદદાતા નથી, સિદ્ધચકની આરાધનાનો લાભ :
સિદ્ધચક્રની આરાધનાથી સ્વર્ગના-મોક્ષનાં સુખ મળે. સંસારની બધી પદવીઓ અને છેલ્લે પરમ પદથી એટલે મોક્ષ. એના દાતા તે સિદ્ધચક્ર છે. એવા દાતા ઇંદ્રપણું વગેરે નથી,
નમોહનંત સંત પ્રમોદ પ્રદાન પ્રધાનાય' કહીને અનંતા સંતોને પ્રમોદ આપનારમાં પ્રધાન એવા સિદ્ધચકને નમસ્કાર કરેલ છે. પ્ર-સંતપુરુષોને આનંદ શાથી? ઉસંત પુરુષને આનંદ સિદ્ધચકથી મળે છે. હે!
મને સંયમ મળ્યું ! શાસન મળ્યું ! મને અરિહંત મળ્યા! મને સિદ્ધ મળ્યા! મને આચાર્ય, ઉપાધ્યાય સાધુ મળ્યા !!! ધન્ય ઘડી, ધન્ય અવતાર! આ અનુમોદનાથી આનંદ છે,
દેવતાઈ ૯૯ પેટી જ ઉતરતી તેમાં શાલિભદ્રને જે આનંદ ન હતા, તે આનંદ ચારિત્ર લઈને કરાતી સિદ્ધચકની આરાધનામાં અને તેની અનુમોદના કરવામાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org