________________
અરિહંત
જુઓ, સિદ્ધચક્રનો પ્રભાવ !
ત્યાં મગરમચ્છ આવી ગયે. પીઠ પર શ્રીપાલને ઝીલી લીધા. તરાપ માફક શ્રીપાલને લઈને થાણું બંદરના કિનારે તે મૂકી દે છે !
ત્યાંય નવપદ છે દિલમાં, એટલે બધું ભલેને લૂંટાઈ જાય- તેની કેઈચિંતા નહિ, મારી પાસે શ્રી સિદ્ધચક છે ને ?
સમુદ્રકિનારે મગરમચ્છ ઉતાર્યા, ત્યાં આગળ ગયા ને વૃક્ષ દેખી નિશ્ચિત્તપણે વૃક્ષ નીચે આરામથી સૂઈ ગયા. શું કાંઈ ચિંતા નહીં હોય?
પિતાના વહાણનું અને એમાં રહેલ પિતાની પરિણીત બે રાજકુંવરીઓનું શું થયું હશે ?
ના. ચિંતા નહીં, કેમકે ચિંતા કરવા લાયક કઈ વસ્તુ હોય તો તે દ્ધિચક છે. તેની ચિંતા કરૂં તો બધી ચિંતા ભાગી જાય. સિદ્ધચકને મૂકીને બીજી ચિંતા કરૂં તો મારી કિંમતી ઉમર ભાગી જાય, અર્થાત એળે જાય અથવા કહો. ગમે તે પરિસ્થિતિમાં પાલ સદા, સૌખ્યભાજા–બીજી ત્રીજી ચિંતા કરે તો સુખ જાય. નવપદનું જ દયાન ધરવાનું, તેની જ ચિંતા કરવાની
- શ્રીપાલ સૂતા છે, ને એક ઘોડેસ્વાર આવીને ઊભો રહ્યો.
કેણ તું? ” શ્રીપાલે પૂછયું.
થાણું બંદરના મહારાજાએ આપને તેડવા આ છેડે મોકલ્યા છે. રાજાએ મને કહ્યું છે : “કિનારે ઝાડ નીચે સૂતેલાને જલદી લઈ આવ, તેને કુંવરી પરણાવવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org