Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 259
________________ નવપદ પ્રકાશ અભિષેકથી લાભ વિમલ કેવલ. જિનવરંશુચિમના: સ્નપયામિ વિશુદ્ધ કેવળજ્ઞાની વગેરે વિશેષણોવાળા જિનેશ્વર અરિહંત ભગવાનને પવિત્ર મનવાળે હું વિશુદ્ધિ માટે અભિષેક પ્ર–મન પવિત્ર બનાવી દીધું, પછી વિશુદ્ધિ માટે એમ કહેવાની શી જરૂર ? ઉ –મન પવિત્ર બનાવ્યું તે પ્રાથમિક પવિત્રતા આવી. પ્ર-પ્રાથમિક પવિત્રતા શું છે? ઉo-પ્રાથમિક પવિત્રતા તે નિરાશં ભાવનિર્માય ભાવ છે. કોઈ પ્રકારની દુન્યવી લાલસા નથી. કોઈ પ્રકારનાં માયા-દંભ-પ્રપંચ નથી; આવું મન તે શુચિ મન-પવિત્ર મન આ અભિષેક કરૂં છું, તેમાંથી મારે કઈ પૌગલિક ઋદ્ધિ આચકી નથી લેવી; એવી ઋદ્ધિ નથી જોઈતી. અર્થાત આશંસારહિતપણું છે. કોઈ સોદાબાજી નહિ કે અભિષેક કરું છું, તો પ્રભુ આટલું આપી દેજે.' ના તેમ નહિ. આ પ્રાથમિક પવિત્રતા તે નિરાશંસ ભાવ છે. અને બીજી પવિત્રતા આત્માની લેવાની છે, અને તે મોહમળ ને કર્મ રજથી રહિત થવાની વિશુદ્ધિ છે, મોહમળમાં મિથ્યાત્વ–અવિરતિ-રાગદ્વેષાદિ કવા અને અહિંસાદિ અશુભ યોગે આવે, કમરજમાં જ્ઞાનાવરણીય -આદિ આઠેય કર્મરૂપી રજ આવે, ખાસ કરીને ચાર ઘાતી કર્મરૂપ રજ આવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276