________________
અરિહંત
૩૯
દર્શન-જ્ઞાન–ચારિત્ર-તપને જીવાડનાર તે સયમ છે તે પ્રવચનનુ સર્વસ્વ છે. સચમને સાંગાપાંગ જીવનમાં ઉતારનાર અરિહં‘ત ભગવંત છે, સિદ્ધ ભગવંત છે. સયમની ઉચ્ચ આરાધના કરાર આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છે. પંચ પરમેષ્ઠિ સયમી છે,
તેમનો ધર્મ છે સંયમ. તે ભગવાનના શાસનનું સર્વસ્વ છે. તેના ગુણગાન ગાવા માટે આ નવપટ્ટજીની પૂજા છે.
આ પૂજામાં નવપદ્મના અદ્ભુત ભાવાને ખેાલવામાં આવે છે. એના પર આત્માને જો ધ્યાન લાગી જાય, નવપદના ભાવ વિસ્તારથી સમજી લેવામાં આવે, પછી તે ભાવ પર ચિંતન કરવામાં આવે તે આત્માના કર્મોના ઘણા કચરા, માહના ઘણા કચરા સાફ થઈ જાય.
તે મહાન મહિમાને ગાતાં અહી શ્લાકમાં કવિ કહે છે કે નમાડનત સંત પ્રમાદ પ્રદાન પ્રધાનાય
નવપદ એટલે સિદ્ધચક્ર
સિદ્ધચક્ર તે ચક્રવતી : સિદ્ધપદ :
પ્ર.–અરિહંતાગ્નિ નવપદ્મને સિદ્ધચક્ર કેમ કહેવામાં આવેલ છે ? ઉ,-ચક્રવતી ને ચક્ર છે, તે છ ખંડનું સામ્રાજ્ય ચક્રથી સાધે છે, સિદ્ધચક્ર તે નવપદનુ ચક્ર છે, ચક્ર એવુંકે જેનાથી મેાક્ષનુ સામ્રાજ્ય સધાય છે, અર્થાત્ જે આત્માને સિદ્ધ મનાવે છે; પરંતુ સિદ્ધ મનવાનું મન તેને જ થાય જેને સંસારના થાક લાગ્યા હોય, અર્થાત્ સસારના અનંત પરિભ્રમણ પર કટાળો આવ્યા હાય, સંસાર શુ છે ?
સંસાર એટલે સ’સરણ અર્થાત્ પરિભ્રમણ, જ્યાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org