________________
નિવેદન
આ પુસ્તકમાં શાસ્ત્રમાં કહેલ ભકિતના નવ પ્રકારો સમજાવ્યા છે.
આખા વિશ્વમાં જે પરમાત્મા વ્યાપ્ત છે અથવા વિશ્વરૂપે જે આવિર્ભાવ પામ્યો છે, તે જ સર્વને આત્મા છે. મનુષ્યો તેનાં શિવ, વિષ્ણુ, દેવી તેમ જ અન્ય દેવતાઓરૂપે વિવિધ સ્વરૂપે કપીને તેના પ્રત્યે પોતાનો ભકિતભાવ વ્યકત કરે છે. મનુષ્ય પ્રાણીમાત્રને માત્મારૂપે જુએ અને સમભાવ કેળવી પોતાનાં તન, મન અને સંપત્તિ દ્વારા તેમની સેવા કરે તે પોતાના સંકુચિત અહંભાવમાંથી મુકત થઈ સર્વવ્યાપી સ્વરૂપને–પરમ વ્યાપક સ્વરૂપને પ્રાપ્ત થઈ શકે છે. આ સ્થિતિને ભકિતયોગનું લક્ષ્ય માનવામાં આવ્યું છે.
આ પુસ્તકની પુનર્મુદ્રણરૂપે આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આને ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાની અનુમતિ ગીતાપ્રેસ, ગોરખપુરના સંચાલકો તરફથી મળેલી છે એથી એમને અત્રે આભાર માનીએ છીએ.
આશા છે કે આગલી આવૃત્તિની જેમ આ આવૃત્તિને પણ મુમુક્ષુઓ તેમ જ ભકિતમાર્ગના જિજ્ઞાસુઓ આવકારશે એવી આશા છે.
* “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૧૫-૧૦ - ૭૭ એચ. એમ. પટેલ (પ્રમુખ)