Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 5
________________ આ સંદર્ભમાં જ સમર્પિત સાધકની સાધનાનું સમીકરણ આ રીતે અપાયું : ૧૦૦ ટકા કૃપા. અહીં પ્રયત્ન છે જ નહિ. કેવી મઝા ! એક મિનિટ... હૃદયમાં ડૂબકી લગાવીને જુઓ કે તમે આવી રીતે ક્યારેય કોઈ ગુરુદેવ પાસે ગયેલા? મા આનંદમયી પાસે એક સાધક વીસ વર્ષથી જતો હતો. એકવાર આંખમાં આંસુ સાથે એણે કહ્યું : “મા ! તમારી પાસે વીસ વર્ષથી હું આવું છું. અને છતાં મારી ભીતર કોઈ ફરક તો વર્તાતો નથી.' દર્દીને પેટમાં દુખે છે, અસહ્ય દુખાવો છે. સોનોગ્રાફી વગેરે કરાવ્યું. ડૉક્ટરે રિપોર્ટ્સ જોઈને કહ્યું : કશું જ નથી. તમે એકદમ ઓ.કે. છો. બીજા એક નિષ્ણાતે એ જ રિપોર્ટ્સ જોયા અને ભીતર છુપાયેલ દર્દને પકડી પાડ્યું. અને એને અનુરૂપ દવા આપી. કયા ડૉક્ટર ગમે? ઓ.કે. કહે તેવા કે દર્દને શોધી કાઢે તેવા ? માએ કહ્યું : “બેટા ! હું તને ક્યારની કહું છું કે તું મરી જા, મરી જા... પણ તું મરતો નથી, હું શું કરું ?' દેખીતી રીતે, આ વૈભાવિક મૃત્યુની વાત હતી. અને આ સન્દર્ભમાં ગુરુ-શિષ્યની મઝાની વ્યાખ્યા આ પ્રમાણે છે : જે વિભાવશૂન્ય બનવા રાજી હોય તે શિષ્ય. જે શિષ્યને વિભાવશૂન્ય બનાવે તે ગુરુ. હવે આપણી વાત કરીએ તો, સદ્ગુરુ આપણને કેવા ગમે ? આપણને ઓ.કે. કહે તેવા કે આપણી સાધનામાં રહેલ અવરોધોને પારખી આપે એવા ? પ્રભુના, સદ્ગુરુના, પ્રભુની સાધનાના શરણે ગયા એટલે તમને મળી ગયું સુરક્ષાચક્ર. હવે કયો અવરોધ રહ્યો આન્તરયાત્રાના સન્દર્ભે ? મારી પાસે ઘણા સાધકો આવે છે. તેઓ કહેતા હોય છે : ‘ગુરુદેવ ! અમે તમારી પાસે માત્ર ને માત્ર એટલા માટે આવ્યા છીએ કે અમારી સાધનામાં રહેલી ત્રુટિઓને તમે બતાવો. સામાયિક કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ; પરિણામરૂપે આપ જે રાગ-દ્વેષની શિથિલતા કહો છો, તે મળતી નથી. તો, ગુરુદેવ ! અમારી સાધનાને પરિણામ તરફ લંબાવનારી બનાવો સાધનાત્રિપદીનું બીજું ચરણ : દુષ્કૃતગર્તા. અતીતની સફરમાં અને આ જન્મમાં જે પણ દુષ્કૃત્યો થયાં હોય તેની ગુરુસાક્ષીએ નિન્દના. પોતે કરેલ દુષ્કૃત્યોની વણઝાર જયારે સામે દેખાતી હોય ત્યારે અહમને રહેવાનું કયું સ્થાન રહે ? ૮ ; મોક્ષ તમારી હથેળીમાં મેં આયો શરન તિહારી છે ૯ shrink/E/rahullary-2018usha Taraf Halhelma ( 2 015) * 1st 2nd aw-abi 512 015 shtant/E/ Yashwly-201iusa Tamari Hathi hu 2 015) * 1st & 2nd 2-3151d-wat15

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 93