Book Title: Moksh Tamari Hathelima Author(s): Yashovijaysuri Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 3
________________ ‘હું’થી પર ઊઠેલા કોઈ સંતની વાત આપણને પ્રભાવિત પણ કરી જાય છે; એવા બનવાની ઝંખના પણ થઈ રહે છે; પણ ફરી પાછા ‘હું’ની ચપેટમાં આવી જવાય છે. પેલા સંત હતા નાનકડી ગુફામાં. બહુ જ નાનકડી ગુફા. સાધકે પૂછ્યું : આપ ઈતની સંકરી ગુહા મેં ક્યોં હૈ ? સંતે કહ્યું : મૈં ઔર મેરે ભગવાન દો તો યહાં ઠહર સકતે હૈ. ફિર તીસરે કા યહાં કામ ભી ક્યા હૈ ? એમને બીજાની કોઈની આવશ્યકતા નહોતી; કારણ કે ‘હું’ સિમેટાઈ ગયું હતું. આપણને બીજાઓની ડગલે ને પગલે જરૂરિયાત પડે છે; તેઓ આપણા ‘હું’ને પ્રમાણિત કરે ને ! હા, આપણા ‘હું'ને તોડનાર વ્યક્તિત્વો આપણને નથી ગમતા. આપણા ‘હું'ને પુષ્ટ કરનાર વ્યક્તિત્વો જ આપણને ગમે છે. આ ‘હું’એ તો મનુષ્યોને બે છાવણીમાં ફેરવી નાખ્યા : સારા અને ખરાબ. ‘હું'ને પુષ્ટ કરનારા સારા; બીજા ખરાબ. ‘હું’ની આ ગડમથલમાં સાધના કઈ રીતે આગળ વધે ? નમસ્કાર મહામંત્ર નમસ્કાર ભાવની સાધના અહીં આપે છે. નમો, ઝૂકો... તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ... નમસ્કાર ભાવ આવ્યો. અહંકાર ઘૂ... નમસ્કાર ભાવ... અહંકારને એ શિથિલ કરે. ૪. મોક્ષ તમારી હથેળીમાં Shrenik I E / Tahijay-2013Mukahu Tamari Hathela (24-6-2015) - 1st & 2nd 24-4-2015 / 98 28-2-2017 નમસ્કાર ભાવ... પાપમુક્તિ / કર્મમુક્તિ ભણી એ લઈ જાય. નમસ્કાર મહામંત્રમાં જ કહ્યું : “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો...” નમસ્કાર ભાવથી જ્યારે અસ્તિત્વ ઓતપ્રોત બને છે ત્યારે તમારું ઑરાસર્કલ એવું તો મઝાનું બને છે કે એમાં નવાં કર્મોનો પ્રવેશ થતો નથી. અહંકાર ભાવમાં, ‘હું'ને સાચવવાની પળોજણમાં વિકલ્પોની પરંપરા ચાલશે અને એ વિકલ્પો કર્મબંધ કરાવશે. ‘હું’ શિથિલ થયું, વિકલ્પો શિથિલ બન્યા; હવે કર્મબંધ ક્યાંથી ? યાદ આવે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ : ‘નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો...' એ જ રીતે, સત્તામાં રહેલ કર્મ ઉદયમાં આવશે; પણ પ્રભુનાં ચરણોમાં ઝૂકેલો સાધક, પ્રભુના તત્ત્વજ્ઞાનને પામેલો સાધક ઉદયની ક્ષણોને જોશે; એમાં વહેશે નહિ. એની ચેતના ઉદયાધીન નહિ, પણ સ્વસત્તાધીન બનશે. હવે પંચસૂત્રની સાધના-ત્રિપદીને જોઈએ. કેટલી તો એ હૃદયંગમ છે ! અને એ અહંકારને કેવી તો સલૂકાઈથી નિકાળી દે છે ! ત્રિપદીની પહેલી સાધના : ચતુઃ શરણ સ્વીકાર... અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત અને પ્રભુભાષિત ધર્મને શરણે જવું. મૈં આયો શરન તિહારી પ Shrani I E / Yashovijay-2013Muksha Tamari Hathelu (24-4-2015) - 1st & 2nd 24-4-2015 134-28-4-2015Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 93