Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 4
________________ શરણે કોણ જાય ? જેને પોતાની જાત અસહાય લાગતી હોય. લાગે કે પ્રભુની, સદ્ગુરુની કૃપા વિના, એમનાં ચરણોને પકડ્યા વિના, સાધનામાર્ગે એક ઇંચ કે એક સેન્ટિમિટર પણ આગળ વધી શકાય તેમ નથી; તે જ શરણે જશે ને ! અહંકારની ચપેટમાંથી પ્રભુ અને સદ્ગુરુ જ છોડાવી શકે. અપેક્ષાએ, પ્રભુનું શરણ સ્વીકારવું સહેલું લાગે. સદ્ગુરુશરણ સ્વીકાર અઘરું લાગે. સદ્ગુરુ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ આવી ગયું તો આનંદ જ આનંદ. પણ બુદ્ધિ અને અહંકાર પરની આસ્થા થોડીય રહી ગઈ તો શરણસ્વીકાર અશક્ય ઘટના બની જાય. આપણને જોઈએ પૂર્ણ સમર્પણ. મૃગાવતીજી સાધ્વીજી યાદ આવે. પ્રભુના સમવસરણમાંથી ઉપાશ્રયે આવતાં મોડું થઈ ગયું. પ્રભુના પ્યારા, પ્યારા શબ્દો... સમયનો ખ્યાલ શી રીતે રહે ? ઉપાશ્રયે આવતાં જ ગુરુણીજી ચન્દનાજીએ તેમને આડે હાથ લીધાં : તમારાં જેવાં સાધ્વીજી... અને આટલું મોડું આવવાનું ! કેવું અંધારું થઈ ગયું છે ! મૃગાવતીજી ગુરુણીજીનાં ચરણોને પોતાનાં આંસુ વડે પખાળતાં, પખાળતાં તેમની આ પ્રસાદીને માણી રહ્યાં છે. વિચારે મોક્ષ તમારી હથેળીમાં Shrenik I E | Travijay-2012Maksha Tamari Hathalia (24-6-2015) + 1st & 2nd 24-8-2015/34-28-2-2015 છે : ‘કેવાં સરસ સદ્ગુરુણીજી મને મળ્યાં છે ! કેવું યોગ-ક્ષેમ કરે છે !’ આ સમર્પણની ધારા એમને કૈવલ્ય સુધી લઈ ગઈ. અહીં જો બુદ્ધિ અને અહંકાર આવી જાય તો ? હું વાચનામાં ઘણીવાર આ પ્રસંગને આ રીતે સમજાવતો હોઉં છું : આપણા જેવા શિષ્યોને આવું થયું હોય અને ગુરુ જો આવું કહે તો તરત જ દલીલ કરીએ ‘પણ આમાં મારો વાંક શો ? પ્રભુના પ્યારા શબ્દોનું સમ્મોહન કેવું હોય ! અને ત્યાં તો ઝળાંહળાં પ્રકાશ હતો. અંધારું થઈ ગયું એનો ખ્યાલ પણ શી રીતે આવે ?’ બુદ્ધિ આવી ગઈ વચ્ચે. સાધનાની ધારા અટકી ગઈ. અને ક્યારેક રંગાયેલ હાથે પકડાઈ જવાય અને ગુરુદેવ ઠપકો આપે ત્યારે અહંકાર મુરિત બને. ‘બરોબર છે, મારી ભૂલ હતી. પણ એ માટે તમે મને એકાન્તમાં કહો. આમ જાહેરમાં શું કહો છો ?' અહંકારે યાત્રા ઠપ કરી દીધી. .. સદ્ગુરુશરણ... એ શરણ-સ્વીકાર થઈ ગયો તો આપણે કશું જ કરવાનું ન રહે. જે કંઈ કરવાનું છે, તે સદ્ગુરુએ જ કરવાનું છે. નિષ્ણાત મેડિકલ સુપરવિઝનમાં રહેલ દર્દી. એણે શું કરવાનું છે ? આરામથી સૂઈ જવાનું છે. ફળનો રસ અપાય ત્યારે એ પીવાનો છે અને દવા અપાય ત્યારે એ લેવાની છે. મૈં આયો શરન તિહારી ૯૭ Shrant / E / Yashovijay-2013Muksha Tamari Hathe ml (26-4-2015) - 1 & 2nd 24-2015 14-28-2-2015

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 93