Book Title: Moksh Tamari Hathelima Author(s): Yashovijaysuri Publisher: Omkarsuri Gyanmandir Surat View full book textPage 2
________________ ૧ મૈં આયો શરન તિહારી નમસ્કાર મહામંત્ર દ્વારા સાધકને મળતી નમસ્કાર ભાવની સાધનાને જ પંચસૂત્રની આ સાધનાત્રિપદી આવર્તિત કરે છે : સ્વીકાર, દુષ્કૃતગહં, સુકૃત અનુમોદના. શરણ આપણી સાધનામાં આવતા અવરોધોને આ સાધના કઈ રીતે હટાવે છે એ જાણતાં રોમાંચિત થઈ જવાય. પ્રભુનાં અને સદ્ગુરુદેવનાં ચરણોમાં, અનાયાસે જ, મસ્તક ઝૂકી રહે. ૨ મોક્ષ તમારી હથેળીમાં Shrenik I E / Tahijay-2013Mukahu Tamari Hathela (24-6-2015) - 1st & 2nd 24-4-2015 / 98 28-2-2011 આપણી સાધનાને ત્રણ અવરોધો નડે છે : રાગ, દ્વેષ, અહંકાર. પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યેનો ગમો સાધનામાર્ગથી સાધકને ચ્યુત કરી શકે. એ જ રીતે પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યેનો અણગમો પણ સાધનામાર્ગથી સાધકને દૂર લઈ જાય. અહંકારને કારણે તો સાધના ખોડંગાયા વગર રહે જ નહિ. જોકે, ગમા અને અણગમાના (રાગ અને દ્વેષના) મૂળમાં અહંકાર છે. મને જે ગમે છે તે સારું, મને જે ન ગમે તે ખરાબ. એટલે કે અહંકારનું પેન્ડલમ એક બાજુ જશે તો ગમો; બીજી બાજુ જશે તો અણગમો; કેન્દ્રમાં અહમ્ રહ્યું. આ ‘હું' કેવું તો વ્યાપક છે ! એક જાગૃત સાધક તરીકે જો તમે તમારી વિચારયાત્રાનું અવલોકન કરો તો તમે ધ્રૂજી જ જાવ. તમને વારંવાર તમારો ‘હું’ દેખાયા કરશે : મેં આમ કહ્યું અને પેલી વ્યક્તિ કેવી પ્રભાવિત થઈ ગઈ ! મેં આમ કર્યું અને પેલા ભાઈ ખુશ થઈ ગયા... મારી અભિવ્યક્તિથી બૌદ્ધિક શ્રોતાવૃન્દ ઝૂમી ઊઠેલું : વાહ ! આવી પ્રસ્તુતિ તો પહેલી જ વાર અનુભવી.’ શું કરવું આ ‘હું’નું ? ખ્યાલ છે કે આનો કોઈ અર્થ નથી અને છતાં એ કૂંડાળામાં જ પગ પડ્યા કરે છે. સાત અબજ માણસોથી ઘેરાયેલી આ પૃથ્વી પર તમને પચીસ-પચાસ માણસોએ જાણ્યા તો પણ શું અને ન જાણ્યા તો પણ શું ? મૈં આયો શરન તિહારી આ ૩ Shrani I E / Yashovijay-2013Muksha Tamari Hathelu (24-4-2015) - 1st & 2nd 24-4-2015 134-28-4-2015Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 93