Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. અવતરણુ—મિત્રતા ક્યાં ન થાય તે જણાવે છે. સ્વાભાવિક જ્યાં પ્રેમ ના, એ દિલ થાય ન એક; મિત્રમૈત્રી ત્યાં ના ઘટે, ધારા મિત્ર વિવેક ર 3 વિવેચન—જે મનુષ્યની હૃદય ભૂમિકામાં સ્વાભાવિક રીતે પ્રેમની આન્તરિક લાગણીઓ કુરાયમાન થતી નથી, જેના હૃદય સાગરમાં પ્રેમનાં માજા કદાપિ ઉદ્ભવતાં નથી અને જેઆના આચાર વિચારો વિરૂદ્ધ પક્ષના હાવાથી એકયતાને પામતા નથી; જ્યાં હૃદયની લાગણીજ મુઠ્ઠી થઈ ગઈ છે, ત્યાં મિત્રતા કોઇ કાળે સભવતી નથી. માટે અમૂલ્ય ફળદાત્રી મિત્રતા સમજવાને અને સમજી તેના મિષ્ટ રસનુ પાન કરવાને હૃદયમાં વિવેકને ધારણ કરો. વિવેક ધારણ કરી મિત્રતાનુ શુદ્ધસ્વરૂપ સમજી મિત્રતારૂપી સુવર્ણ ગ્ર'થીએ શુ થાઓ, અને આપત્તિ કાળમાં ધીરજ અને દિલાસો આપનારૂ મિત્ર-શસ્ત્ર સજી જીવનપ્રવાહ સુખરૂપ કરો For Private And Personal Use Only પરસ્પર સ્વાભાવિક પ્રેમથી મિત્રતા થાય છે અને જ્યાં પરસ્પર સ્વાભાવિક પ્રેમ નથી ત્યાં મિત્રાનાં પરસ્પર એક દિલ થતાં નથી તેમજ મિત્રમૈત્રી ખાદ્ય વ્યવહારથી શોભતી નથી. કૃત્રિમ પ્રેમની ચેષ્ટાઓથી પરસ્પર મિત્રતા થતી નથી. સત્ય મિત્રની હૃદય સાર્લી પૂરે છે. સ્વાભાવિક પ્રેમ તેને કહેવામાં . આવે છે કે જે પ્રેમ, માના અનેક મૈત્રીઘાતકપ્રસ ગેામાં પણ સુવર્ણની પેઠે એક સરખા બન્યા રહે છે. જ્યાં સ્વાભાવિક પ્રેમ નથી ત્યાં વિકારપ્રેમનાં આંઝવાં છે, માટે સ્વાભાવિક પ્રેમ અને અસ્વાભાવિક પ્રેમની મિત્ર કર્યો. પૂર્વે પરીક્ષા કરવી જોઈએ. જ્યાં સ્વાભાવિક પ્રેમ છે ત્યાં પરસ્પર મિત્ર વ્યવહારમાં અપ્રામાણ્યયન થતું નથી. ખાનગીમાં કે જાહેરમાં એક બીજાની વિરૂદ્ધ વર્તાતુ નથી. જ્યાં સ્વાભાવિક મિત્રતા છે ત્યાં પરસ્પર મિત્રતા સંબંધી સ્વાત્મામાં એક સરખી મિત્ર શ્રદ્ધા વતે છે. પરસ્પર સ્વાભાનિક મિત્રતા છે ત્યાં કઇપણ બાનગી રહેતુ નથી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 171