Book Title: Mitra Maitri Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. પ્રાપ્ત કરી સ્વાભેન્નતિ કરવા માટે મિત્રનાં લક્ષણ જાણવાની જરૂર રહે છે. જેઓએ મિનું ખરું સ્વરૂપ જાવું છે તેઓ, વિવેક અને સ્વમિત્રધર્મથી કદાપિ ભ્રષ્ટ થતા નથી. અતએ પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રીબુદ્ધિસાગરસૂરિ કહે છે કે બાળજીને મિત્રધર્મ વહાવવા માટે મિત્રકાવ્ય રચું છું. પ ણ સતાવિમૂતય: સત પુરૂષેની પરે૫કરાર્થે વિભૂતિ હોય છે. એ નિયમાનુસારે સ્વક્તવ્ય કરવા માટે ગુરૂજીએ સ્વયં મિત્રધર્મ જે આ દુહારૂપ કાવ્યમાં જણાવ્યું છે તેથી ગુરૂની આજ્ઞાનુસારે હું પણ તેનું ગદ્યમાં વિવેચન કરૂં છું. ગુરૂની કૃપાથી લખવામાં પ્રવૃત્તિ થઈ છે. મિત્રધર્મને ઓળખવાથી અને મિત્રની ફરજો બજાવવાથી મિત્ર બની શકાય છે. જે મિત્રની ફરજ અદા કરે છે તે મનુષ્ય બની શકે છે. મિત્રની ફરજો અદા કર્યો વિના ધમ બનવાને અધિકાર પ્રાપ્ત કરી શકાતું નથી. જે મિત્રની ફરજો અદા કરી શકતું નથી અને મિત્રના ગુણ પ્રાપ્ત કરી શકો નથી; તે વિશ્વવ્યવહારમાં પ્રમાણિક, ગૃહસ્થ, ગુરૂ, ત્યાગી, રાજા, શેઠ વગેરે પદવી પ્રાપ્ત કરવાને લાયક બની શકતું નથી. મોહની વૃત્તિમાં ફસાયેલા મનુષ્યને મિત્રનાં લક્ષણે અને કર્તવ્યની યાદી આપવાથી સ્વકર્મવેગની સિદ્ધિ થાય છે. અતએ મિત્રકાવ્યનું વિવેચન પ્રારંભુ છું. જે મિત્રધર્મને ભૂલે છે તે શિષ્યધર્મને, ગુરુધર્મને આદિ સર્વવ્યાવહારિક ધર્મને ભૂલે છે. જે મિત્રધર્મમાં અડગ રહે છે, આત્મા વગેરે સર્વની શુભેન્નતિમાં જે નિષ્કામ બની આત્મવત્ બની શુદ્ધ પ્રેમથી આત્મ સમર્પણ કરે છે તે મિત્ર કહેવાય છે. જે સૂર્યની પેઠે પોતાની મનરૂપ પૃથ્વી પર પ્રકાશ કરે છે તે મિત્ર કહેવાય છે. જે આત્માની સાથે અનેક વિચારમાં આત્મરૂપ બનીને રસિક થાય છે તે મિત્ર કહેવાય છે. અનંત શુભ મિત્ર લક્ષણો જેમાં સમાય છે તે મિત્ર છે. નેમિન રહીને જે આચારમાં મૂકીને મિત્રધર્મ બજાવે છે તે મિત્ર છે. જેની આગળ સહેજે દિલ ઉઘડી જાય છે અને પરસ્પર આત્મા એકરૂપ થઈ જાય છે તે મિત્ર છે, હવે ગુરૂશ્રી મિત્રનાં લક્ષણોનું સ્વરૂપ દર્શાવે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 171