Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ ૧ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત - - - - - - - - - - - પર ચોથું અધ્યયન : કર્મફળ અને ધર્મપ્રેરણા | (૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ-સંયમ, વ્રત-નિયમનું આચરણ કરી લેવું જોઈએ. (૨) પ્રાણી, કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી. (૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. (૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. (૫) પછી ધર્મ કરશું એમ કહેનાર પહેલાં કે પછી ક્યારે ય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુઃશક્ય છે. () સંયમારાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઈએ. (૭) સમ્યક શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ. પાંચમું અધ્યયન : બાલ-પંડિત મરણ જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલું છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુ ને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ(અકામ મરણ) અને પંડિત મરણ(સકામ મરણ). (૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે, અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત-આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. (૨) વિષયાસક્ત બાળ જીવ અનેક દૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી, “બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 210