Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ આ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત નહિ પરંતુ સંગ્રામમાં અગ્રભાગે રહેલા હાથીની જેમ સહનશીલ બને. (૬) અચલ પરીષહ- મુનિ વસ્ત્રની અલ્પતાથી અથવા નિર્વસ્ત્ર અવસ્થામાં પણ દીનતા ન કરે. (૭) અરતિ પરીષહ– ગ્રામાનુગ્રામ વિચરતાં અનેક સંકટ ઉપસ્થિત થાય તો પણ કદી શોકકુલ ન બને, અપ્રસન્ન ન થાય, સદા સંયમપાલનમાં પ્રસન્ન રહે. (૮) સ્ત્રી પરીષહ- શીલ રક્ષાના હેતુએ “સ્ત્રીનો સંગ આત્માને માટે કીચડ સમાન છે.” એમ સમજીને તેનાથી વિરક્ત રહે. સ્ત્રીઓથી પૂર્ણ સાવધાન રહેનારનું શ્રમણ જીવન સફળ બને છે. (૯) ચર્યા પરીષહ– વિહાર સંબંધી કષ્ટોને સમભાવે સહન કરતા થકા મુનિ ગ્રામાદિમાં કે કોઈ વ્યકિતમાં મમત્વ બુદ્ધિ ન કરે, રાગદ્વેષ ન કરતાં એકત્વ ભાવમાં રમણ કરે. (૧૦-૧૧) શય્યાનિષધા પરીષહ- અનુકૂળ-પ્રતિકૂળ ઉપાશ્રયમાં સમભાવ રાખે. ભૂત-પ્રેત આદિથી યુક્ત સ્થાનમાં પણ નિર્ભય રહે. (૧૨-૧૩) આક્રોશ-વધ પરીષહ કઠોર શબ્દ અથવા મારપીટ-તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી. (૧૪-૧૫) યાચના–અલાભ પરીષહ- દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ કયારે ય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે. (૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાતક થવા છતાં ઔષધ-ચિકિત્સાની ભિક્ષુ ઈચ્છા ન કરે. તે રોગાતકનો ઉપચાર ક્ય વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે. (૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અથવા નિર્વસ્ત્ર રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે. (૧૮) જલ્લ-મેલ પરીષહ-બ્રહ્મચારી મુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મનિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે. (૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ- અતિશય માન-સન્માન પામીને ફુલાઈન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન-સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા-સત્કારને સૂમ શલ્ય કહેવામાં આવેલ છે. (૨૦-૨૧) પ્રજ્ઞાઅજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210