Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ કરો ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન(અવધિ, મન:પર્યવાદિ) ઉત્પન્ન ન થાય તો પણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું. (રર) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી ટ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું. આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીધ્રાતિ શીધ્ર આત્મકલ્યાણ કરે છે. સંસાર સાગરનો પાર પામી જાય છે. 'ત્રીજું અધ્યયનઃ ચાર દુર્લભ અંગા (૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકી કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે. (૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ. રુચિ થવી અત્યંત દુર્લભ છે. (૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી. (૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે, તેનો માનવ જન્મ સફળ છે. કારણકે માનવભવસિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી. (૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે. () પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપઆદિની આરાધના દ્વારા સંપર્ણ કર્મ ક્ષય કરીને મુકત થઈ જાય છે. (૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપસંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલાસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઈએ. (૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 210