Book Title: Mantrishwar Kalpak Author(s): Kanakvijay Publisher: Labdhisurishwar Jain Granthmala View full book textPage 8
________________ જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા પુરોહિત કપિલ, પાટલીપુત્ર શહેરની બહાર પોતાના પરિવારની સાથે રહેતા હતા. શહેરના પ્રવૃત્તિરત વાતાવરણથી ઉદાસીન કપિલને આ એકાન્ત થાનમાં ગમી ગયું હતું. શાંત, પ્રકૃતિરમ્ય અને ગ્રામ્ય ગણાતાં પુરોહિતના આવાસમાં અવાર-નવાર શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના જૈન શ્રમણે પણ વસતિ માંગીને સ્થિરતા કરતા. ભદ્રિક પ્રકૃતિને પુરોહિત પણ આવા મહાન પુરુષોની સેવાભકિત કરી પિતાને આતિથ્વધર્મ સારી રીતે બજાવતે. એક વેળા આચાર્ય મહારાજશ્રી ધર્મઘોષસૂરિ, પિતાના શિષ્ય પરિવારની સાથે પુરોહિતના મકાનમાં ત્રિવાસે રહ્યા. પુરોહિતે તેઓની સેવા-સુશ્રષા કરી જાતને કૃતકૃત્ય કરી. તે દિવસે આચાર્ય મહારાજની પાસે શ્રદ્ધાપૂર્વક એણે ધર્મનાં રહસ્ય જાણ્યાં. ધર્મના સત્ય તત્ત્વોની એને ત્યારથી એળખ થઈ. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વ એક જ સુવર્ણમુદ્રાની બે બાજુ છે એમ એને તે વેળાયે હમજાયું. એણે જોયું કે, ક્રોધ, માન, માયા કે તેમનાં બંધને રાગ કે દ્વેષ, મદ મત્સર, અહંભાવ અને મમતાના તિમિર પટળે, જ્યાં સુધી આત્માના સવરૂપને આવરી રહ્યાં છે-ગૂંગળાવી રહ્યાં છે ત્યાં સુધી આત્મતેજ-બ્રહ્મત્વ એ પ્રગટી શકતું નથી.” પુરેહિતને આ પ્રકારને સમ્યગુ બાધ, આચાર્ય મહારાજના સદુપદેશથી ત્યારે જ પ્રાપ્ત થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44