________________
જૈન વિદ્યાર્થી ગંથમાળા
ઉદની કઘડી આંટીઘૂંટીએથી એને કાંઇપણ નવીનતા ન હતી. સઘળી પરિસ્થિતિઓમાં સમભાવની મને વૃત્તિ એ કેળવી શક હતા. “ગઈ કાલને સામાન્ય ગણાતે કલ્પકહું, આજે મહાન રાજ્યને તંત્રવાહક છું, આવતી કાલે હું કે હઈશ? – એ ભાવિના ગર્ભમાં છે.”—આ બધી ધમ્ય વિચારણા ક૯૫કને હંમેશા જાગૃત રાખતી.
. નદના અંગત અધિકારીઓએ મહામંત્રી ૯૫કના ઘરમાં પગ મૂકો. મહામંત્રી એરડાની અંદર પિતાના કામકાજમાં મસ્ત હતા. આવનાર અધિકારીઓ આજે
સ્વતંત્ર હતા. ખુદ મગધના સર્વસત્તધીશની સત્તાને વતંત્ર રીતે અજમાવવાને તેઓને આજને આ અવસર મળ્યો હિતે. તદન બેપરવાઈથી તેઓ મંત્રીશ્વરના એારડાના ખુણેખાંચરે ફરી વળ્યા.
- તાજુબીની વચ્ચે એમણે જોયું–તે શસ્ત્રાસ્ત્રોના ઢગના ઢગ ત્યાં ગુપ્ત રીતે તૈયાર થઈ રહ્યા હતા. ખુબ જ કડકાઈથી તે લેકે આ દશ્ય જોતાં રહ્યા. વાતાવરણમાં અવિશ્વાસની કુશંકાનું ભેદી મોજું ફરી વળ્યું. અત્યાર સુધી પોતાના જ ગણાતાં આ બધા માણસોના આવા સ્વતંત્ર વર્તનથી મંત્રીશ્વર કાંઈક વિચારમગ્ન બન્યા, બુદ્ધિ, તર્કશક્તિ અને કુનેહથી આને તોડ કાઢવાને એમણે પિતાની બધી પરિસ્થિતિ માપી જોઈ, પણ આ વાતાવરણની હવા પોતે ન પામી શકયા.
નન્દના એ વફાદાર સેવક, થોડીવારમાં ત્યાંથી ચાલી નીકળ્યા. એ “કાંઈક' લઈને આવ્યા. તે રીતે “કાંઈક લઈને ગયા. એ ગયા ને એમના પગરવ સંભળાતાં બંધ પડ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com