Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 33
________________ બીજી શ્રેણી પુઃ ૬ ૩૧ વિચારણામાં ગરકાવ થયો. રાજસભાની હવા તદ્દન શૂન્ય જેવી હતી. લડાઈ લડી લેવાનું શૌય કે પરાક્રમ કેઈ અધિકારીના મુખ પર તે વેળા ન જણાયું. મહારાજા નન્દ, આ બધું પામી ચૂકયે. એણે મુત્સદિતાભરી જબાનમાં દૂતને કહ્યું. “તમારે અને અમારો સંબન્ધ ખૂબ જ નિખાલસતાભરી મૈત્રીથી ચાલ્યો આવે છે, એને ટકાવી રાખવાને અમે આતુર છીએ. લડાઈ લડી લેવાની વૈરવૃત્તિને આમાં સ્થાન ન જ રહેવું જોઈએ. અમારા મહામાત્ય ક૯૫ક વૃધાવસ્થાને કારણે પથારીવશ છે, છતાં તમારી સાથે સલાહ કરવાને દરેક પ્રકારે તેઓ તયાર છે.” દૂતને નન્દનાં આ વચનમાં મગધના સત્તાધીશની નબળાઈ જણાઈ. મગધને સર્વતત્રસ્વતંત્ર ગણાતો સમ્રાટુ આટલે નરમ બની જવાબ આપશે, એ એની કપનામાં ન હતું. એણે જોયું કે, કલ્પકના નામે સમય કાઢવાની આ એક તરકીબ છે, દમન અજમાવ્યા વિના કઈ રીતે કાર્યસિદ્ધિ નથી એમ ચબરાક દૂતે તે વેળા પાણું માપી લીધું. “હું અમારા માલીકને પૂછી જોઉ” કહી તેણે ઘોડા દેકાવી મૂક્યો. બીજી જ પળે સમૂહ રાજ્યોની સેનાએ પાટલીપુત્રની ચોમેર ઘેરે ઘાલી નગરના લેકને વ્યવહાર મુશ્કેલીમાં મૂકી દીધો. નિર્દોષ પ્રજાજને દિનપ્રતિદિન આ રીતે આપત્તિના ઘેરા વમળમાં સપડાઈ ગયા. મહારાજા નજે, નવાં પ્રધાનમંડળને આની હામે જવાબ આપવાને આદેશ આપ્યા. મહામાત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44