________________
બીજી અણી પુઃ ૬
રહે
માનનાર આ ખંડીયા રાજેએ, મગધના સત્તાધીશની હામે ખુલ્લી રીતે બળ ઊભું કર્યો, પાટલીપુત્રની રાજ્યવ્યવસ્થામાં ક૯૫કની ગેરહાજરી દરમ્યાન તદ્દન અરાજકતા વ્યાપી ગઈ હતી. મગધનું બલ, ભંડાર, સૈન્ય કે જે કાંઈ હતું–તે કલપક મંત્રીશ્વરની કુનેહ, આવડત અને વ્યવસ્થાશકિત પર નિર્ભર હતું.
આજે મગધનાં પાટનગરનાં રાજતંત્રમાં સો મણ તેલે અંધારું છવાઈ ગયું હતું. બળવાખોર સત્તાઓ માટે આ એક સુવર્ણ તક હતી. મગધ પરથી નંદવંશની સત્તાને ઉખેડી નાંખી, પોતાની સામુદાયિક સત્તા જમાવવાના કોડો આમ આજે આ લોકોને ફળતાં લાગ્યાં. .
માનવસ્વભાવની આ નિર્બળતાએ, વૈરની વસુલાત લેવાને તેને માગ હંમેશા મેકળે કરી આપે છે. અપકારને ભૂલી ઉપકારને યાદ કરવાની સજજનતા વરવૃત્તિથી ધીખતા આત્માઓના હૃદયમાંથી વિસરાઈ જાય છે. જીવનને જીવતાં શીખવાડી જીવનનાં અણછૂપાં ઝેરને મારનાર અમી એ આ પ્રકારના સજજનતા છે. દુર્જનતાના ગાઢ અંધારમાં સજજનતાના પ્રકાશનું મૂલ્ય આંકી શકાય તેવું નથી.
પણ આ નાનકડા રાજ્ય કે જેઓ નિર્બલ રામપુણ્ય ભેગના સત્તાના ભૂખ્યા રાજવીઓ હતા, તેઓ આ બધાં ધર્મનાં તરવજ્ઞાનને વારસો કયાંથી પામી શકે? નન્દની નબળાઈને લાભ લેવાને એમની વૃત્તિએ તે અત્યારે ઉશ્કેરાઈ ચૂકી હતી. વૈરવૃત્તિનાં આતશે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com