________________
૩૦
જૈન વિદ્યાર્થી ગ્રંથમાળા
આત્માઓને સંતપ્ત બનાવી દીધા હતા. એ લોકેએ હવે છેલ્લી લડાઈ લડી લેવાનો નિરધાર કર્યો. પિતાના સૈન્ય સાથે તેઓએ નગરને ઘેરી લીધું.
પણ તે પહેલાં રાજનીતિના નાટકો ભજવી લેવા માટે તદ્વારા મગધના સર્વસત્તાધીશ મહારાજા નંદને તેઓએ કહેણ મોકલ્યું. મહારાજાનજની રાજસભામાં જઈ દૂતે પડકાર કર્યો.
સિંધ, સૌવીર ચૌલ, વત્સ અને સૌરાષ્ટ્રના રાજ્યોનું પ્રતિધિની મંડળ તમને કહેવડાવે છે કે, “હવે તમારી સત્તાનો સૂર્ય આથમી ગયે છે, “જેનું ભુજાબલ તેનું રાજ્યબલ” એ રાય, રાજ્યનીતિના ચાણકએ જગતને બતાવી આપ્યું છે. મગધના પાયતખ્તને અધિકાર એ કેવળ, વારસાથી ચાલી આવતે અમરપટ્ટો નથી. અમે હવે આવા આપખુદ શાસનને ચલાવી લેવાને કોઈ પણ રીતે તૈયાર નથી, મગધની સત્તા સાથે સમાન દરજજે રહેવાને અમે તૈયાર છીએ. આ સિવાય સમાધાન કે સુલેહને અમે નકારીએ છીએ. આની હામે મગજનરેશના એગ્ય જવાબની રાહ જેવાને અને થંભ્યા છીએ. બાકી યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ એ હવે અમારે માર્ગ છે.”
દૂતનાં વચનમાંથી લડાઈને અગ્નિ સળગી રહ્યો હતે. નન્દનું પ્રધાનમંડળ આ બધું સાંભળી રહ્યું. કલ્પકના સત્તાબ્રણ થયા બાદ તાજેતરમાં આમ અચાનક ફાટી નીકગેલી આ આપત્તિથી ન સેનાધિપ અશ્વઘોષ મૂંઝવણમાં મૂકાઈ ગયે. નેવે મહામાત્ય વિશ્વગુપ્ત કાંઈક ઊંડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com