Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
૩૪
મ વિદ્યાથી ગ્રંથમાળા સામ્રાજ્યને વફાદાર રહેશે દુન્યવી કેઈપણ સ્વાર્થો કપકની વફાદારીને આડે કદિ આવ્યા નથી અને આવશે નહિ એ માટે આપ નિશ્ચિત્ત રહેશે !
બીજા દિવસની હવારથી વાતાવરણ બદલાઈ ગયું.
મહામાત્યની સાથે મહારાજા, પાટલીપુત્રના ચોરે ચોટે ફરી વળ્યાં, નગર નાયક મહામાત્યને જોઈ રવ
સ્થ થયાં. પ્રજા પિતાના દુખેને ભૂલી ગઈ. નગરનાં વાતાવરણુમાં અણધાર્યો પલટે આવ્યું. પ્રકાશનાં તેજ
સ્વી કીરની જેમ મહામંત્રીશ્વરનાં આગમનથી નગરજનનાં હૈયા આનન્દથી ભરાઈ ગયા. અધીરાઈ શેક અને શૂન્યતાનું અંધકાર ઘેણું વાદળ વિખેરાઈ ગયું. - ગઢપર ચઢી, મંત્રીશ્વરે નગરને ઘેરાઈ રહેલા ગણ
જયેના સન્યને જોઈ લીધા. સમાધાનીને સંદેશ જાતે પાઠવ્યું. રાજ્યના અધિકારીઓએ મંત્રીશ્વરના નામે સુલેહને
ત વાવટે આકાશમાં ફરકતે કરી દીધું. ગણરાજયના પ્રતિનીધિઓએ આ બધું જોઈ લીધું. નિરર્થક લેહી રેડવા કરતાં મગધની સત્તાને એની નબળાઈ ને ટાણે સુલેહના દાણાથી ચાંપી દેવામાં એ લેકેએ પિતાનું ડહાપણ માન્યું.
ગણુરાને મુખ્ય સેનાધિપતિ ભદ્રવીર્ય, આ તકને ઉપયોગ કરવામાં સાવધ હતો. એણે પ્રતિનીપિ મંડળને કહી દીધું “ વાટાઘાટથી જે આ બધું પતી જતું હોય તે આપણા સૈનિકોના લેહીની નદી આ ભૂમિપર શા માટે વહેતી કરવી. ' સૌ એકમત થયા. ગરમ અને નરમ બને દળના નાયકે એ ભદ્રવીર્યને મહામાત્ય અલ્પShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44