Page #1
--------------------------------------------------------------------------
________________
@
preme 2 views
conounce:
©©© ત્રણ©e : @ श्रीशंखेश्वरपार्श्वनाथप्रसादः पुनातु
શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાળા. ૫૫ પર છે શ્રી નવિદ્યાર્થી ગ્રન્થમાળા બીજી શ્રેણી પુસ્તિકા
મંત્રીશ્વર કલ્પ ક લે. પૂ. મુનિરાજશ્રી કનકવિજયજી મહારાજ
000
ના
શેઠ ડાહ્યાભાઈ મંછારામ(નંદરબાર)ના સુપુત્ર
તરફની આર્થિક સહાયથી
nion
પ્રકાશક: શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાળા. પ્રાપ્તિસ્થાન : શા ઉમેદચંદ રાયચંદ જૈન દેરાસર પાસે, મુ. ગારીયાધાર વા. જામનગર
કાઠીયાવાડ (B. S. Ry) છેવિ. સં. ૨૦૦૩] કિંમત ૧-૪-૦ વિ. સં. ૨૪૭૭ 3
આનંદ પ્રેસ–ભાવનગર.
non
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
મંત્રી જ ર ક પ ક
.."
લે. પૂમુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ
મગધ સામ્રાજ્ય પર નંદવંશની સત્તને સ્થિર કરનાર જૈન મંત્રીશ્વરની યશવી કારકીર્દીની રજુબાત કરતી એક ઐતિહાસિક કથા.
_
મગધ દેશના પાટનગર પાટલીપુત્રના રાજમહેલે પર નંદની રાજસત્તાના વિજયી વજે ફરકી રહ્યા હતા. તે કાલ તે સમયની આ હકીકત છે.
મગધનું સામ્રાજ્ય ચોમેર વિસ્તાર પામેલું સમૃદ્ધ રાજતંત્ર હતું. પરમાત્ મહારાજા ઉદાયીના મૃત્યુ પછી, મગધની રાજગાદી પર નંદ આવ્યું હતું. દેવી સહાયથી ન પાટલીપુત્ર મગધને રાષ્ટ્રનાયક અને ભાગ્યવિધાતા બન્યું હતું. પૂર્વકૃત પુણ્યદયની એ પણ એક અજબ અને અકM ગતિ છે. જાત, ભાત, કુળ કે સંસ્કારિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જન વિદ્યાર્થિ ગ્રંથમાળા
વારસા વિનાને ગઈકાલને નાપિતાપિતા અને વેશ્યામાતા ને પુત્ર નંઇ, આજે મગધને સર્વસત્તાધીશ બની પાટલીપુત્રના રાજસિંહાસનને અધિષ્ઠાતા બન્યો હતે.
પરિવર્તનશીલ સંસારમાં આ બધી વિચિત્રતાઓ સંકળાઈને રહી છે. વિચિત્રતા, વિષમતા અને ખાડાટેકરાની રીઢી રમત સમસ્ત સંસારમાં એક સરખી રીતે ચાલી રહી છે,
નિવરસ ઉદાયીના મૃત્યુ પછી બીજા દિવસના મધ્યાહને જ્યારે નગરવાસી લોકોએ સાંભળ્યું કે- આપણા શહેરની કેક વેશ્યાને દીકરો રાજસિંહાસન પર આરૂઢ થયે છે ? ત્યારે ભલભલા ડાહ્યા ગણાતાઓની બુદ્ધિ બૂઢી થઈ ગઈ. સહુકે આ વાતને માનવાને માટે ઘડિભર ના પાડી દેતા.
પણ હતે ભાગ્યશાળી, એનું પુણ્ય, ચેડા જ કલાકમાં ફળવાનું છે એવી એને હેલી હારે જ ખબર પડી ગઈ હતી. જે રાત્રી મહારાજા ઉદાયીનું મૃત્યુ થયું તે રાત્રીના છેલ્લા પ્રહરના સમયે નંદે એક ચમત્કારિક સ્વપ્ન જોયું હતું. એણે એ સવપ્નમાં સમગ્ર પાટલીપુત્રને પેતાને આંતરડાથી વીંટાયેલું દેખ્યું હતું. સવના ફલાદેશે અકળ હોય છે, એમ એ જાણતો હતે. કોક ઘડીપળે પોતાનું ભાગ્ય ઉઘડી જશે એમ એને ઘણવાર લાગ્યા કરતું. એ તરત જાગ્યો. સફાળે ઉડી, વહેલી સવારે નગર બહારની વાડીમાં જઈ એ ફૂલે ચૂંટી લાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આ ઘડી, એમાં જઈએ
Page #5
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી ૫૦ ૬.
અને સીધે નગરના રાજપુરોહિત ઉપાધ્યાયની પાસે એ ગ.
પડે ફાટવાની હજુ તયારી હતી. ઉપાધ્યાયના મકાનની બાર ખડખડાટ થયે. “કેણ છે એ ?' અધીરતાથી ઉપાધ્યાયે પૂછ્યું, ને ઉપાધ્યાયે બારણું ઉઘાડયું કે તરત જ નંદ, તેઓના ચરણેમાં ઝુકી પડ્યો. ફૂલગૂંથી માળાઓની ભેટ ઉપાધ્યાયનાં આસન પર તેણે મૂકી. વહેલી સડવારે જોયેલું સ્વપ્ન એણે વિસ્તારપૂર્વક ઉપાધ્યાયને કહી સંભળાવ્યું. ફલાદેશ શાસના સાથે પારંગત ઉપાધ્યાયે કોક નિગૂઢ પારદ્રાની જેમ નંદને નખશીખ સુધી ઓળખી લીધે. કેઈ મહાન સત્તાધીશના ભાગ્યમાં સર્જાયેલા લક્ષણે એના અંગ પર એએએ જોઈ લીધાં. ક્ષણવારમાં આ બધું બની ગયું.
ઉપાધ્યાયે મૌન તેડયું. ઉપાધ્યાયની વાણી દ્વારા સ્વપ્નને ફલાદેશ સાંભળવાને નદ એ વેળા અનિમિષ ને સાવધાનપણે પિતાના કાને ફફડાવી રહ્યો હતે.
ઉપાધ્યાયે કહ્યું: “મારું એક વચન સ્વીકારવું પડશે નંદ!” આને જવાબ આપવાને નંદ કાંઈ બેલે તે પહેલાં જ ફરી ઉપાધ્યાયે પિતાનું અપૂરું વાકય પૂરું કર્યું “નંદ! આજથી મારી પુત્રી તને સંપું છું. હું માનું છું કે પાટલીપુત્રને રાજ્યાધિષ્ઠાતા નંદ મારો જમાઈ બને એમાં મારું ગૌરવ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
નંદ તરત જ પામી ગયે કે મારું સ્વપ્ન મને મહાન બનવાની આગાહી આપે છે. અને પંચ દિવ્યાના પ્રભાવે અપુત્ર ઉદાયીના મૃત્યુ પછીની બીજી હવારે નંદ મગધના પાયતખ્ત પર સવતંત્રસ્વતંત્ર સત્તાધીશ બન્યો. નાનું રાજ્ય મગધ દેશની સત્તાનું વાહક ત્યારથી આ રીતે શરૂ થયું
શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણબાદ, ૬૦ વર્ષના ગાળે મગધના માલીક તરીકે નંદરાજ્ય-નંદવંશ મગધના પાયતખ્ત પાટલીપુત્ર પર પ્રસિદ્ધિને પામ્યો.
પણ મહારાજ નંદને હજુ કેટલાએ સામન્ત, ખંડીઆ રાજાઓ અને જૂના સત્તાધારી વર્ગો, પિતાના
સર્વસત્તાધીશ” તરીકે સ્વીકારવાને સાફ સાફ શબ્દોમાં નકારતા. એ લોકોને એ પડકાર હતે; “ગણિકાના પુત્ર અને હજમના વર્ણસંકર સંતાનને મગધના પવિત્ર સિંહાસનને અભડાવતે અમે કદિ નહિ જોઈ શકીએ'-આવા ઉદામવૃત્તિના લોકેના બળવાને દાબી દેવાનું ભગીરથ કાર્ય, મહારાજા નંદને માથે શરૂઆતના જ કાળમાં આમ અચાનક આવી પડ્યું.
નંદના ભાગ્ય-નંદની અચિત્ય પુષ્પાઈએ, નંદને માટે બધી જ અનુકૂળતાએ ઘડી રાખેલી હતી. “ક્ષત્તિ પુણાનિ પુરારિ'-એ શાસ્ત્રવચન સંસારના પારદ્રષ્ટા અનુભવીઓનું નવનીત છે. એ કદિ અફળ રહેતું નથી. અગાધ સાગરમાં તેફાની વાયુની બૂમરાઓ લેતા ભયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ખીજી શ્રેણી પુ॰ હું
કાળે કે પુ'ફાડા મારતાં જંગલી જનાવરાથી ભીષણુ ગાઢા જંગલેામાં કેવળ પૂર્વ પુણ્ય જ રક્ષણ માપે છે.
નંદનુ આત્મીય જન કોઈ ન હતુ, પણ પૂર્વ કાળનું' કાઈ જબ્બર પુણ્ય તેની સહાયે હતું, જેના ઉદયને ભાગવવાના આ એને માટે સુઅવસર હતા. રાજસિ’હાસન પર આરૂઢ થયેલા નંદરાજાને માલીક તરીકે, ઈન્કારનાશઓને નદે પેાતાના ચમત્કાર બતાવી દીધે. દેવતાઈ સહાયથી રાજસભાના દ્વારસ્થાનના ચાપઢારાની મૂર્તિ એ મહારાજા નંદના આદેશને પામી, નૠના વિરોધ કરનારાઆને સખ્ત હાથે શિક્ષા કરી. તે વેળા નંઢની ધાક પાટલીપુત્રની ચેમેર સહુ કોઈનાં હૃદયમાં બેસી ગઈ. માનવાની પુણ્ય ક્રમાણી, દેવલાકના દેવેને પણ સહાયે આવાવી લાવે છે.
ત્યારથી નંદની હામે એક પણ શબ્દ ઉચ્ચારવાને કે મગધના સ`સત્તાધીશનું અપમાન કરવાને કાઈ સામર્થ્ય ધરાવતું ન હતુ. ભલભલા પ્રતિસ્પદ્વી રાજાએ પણ ન૬ની સત્તા આગળ નમી પડવામાં જ પેાતાનું હિત હૅમજી અવસર જાળવી લેતા.
પુણ્યની આ એક કળા કોઈ શિલ્પકારની જેમ ગૂઢ અને અણુઉકેલ ઘડતર ઘડી રહી છે. વિદ્વત્તા, હુંશિયારી કે જાતનાં ગવ કરતાં પુણ્યવાનાની પુણ્યાઈ કે ઈ જુદી જ ભાત પાડી જાય છે.
આ માનવે ! સુકૃતની પ્રવૃત્તિને ભૂલ્યા તે આ પુણ્યાઈ, તમારા ભાગ્યમાં નથી એ રખે ભૂવતા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
પુરોહિત કપિલ, પાટલીપુત્ર શહેરની બહાર પોતાના પરિવારની સાથે રહેતા હતા. શહેરના પ્રવૃત્તિરત વાતાવરણથી ઉદાસીન કપિલને આ એકાન્ત થાનમાં ગમી ગયું હતું. શાંત, પ્રકૃતિરમ્ય અને ગ્રામ્ય ગણાતાં પુરોહિતના આવાસમાં અવાર-નવાર શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના જૈન શ્રમણે પણ વસતિ માંગીને સ્થિરતા કરતા. ભદ્રિક પ્રકૃતિને પુરોહિત પણ આવા મહાન પુરુષોની સેવાભકિત કરી પિતાને આતિથ્વધર્મ સારી રીતે બજાવતે.
એક વેળા આચાર્ય મહારાજશ્રી ધર્મઘોષસૂરિ, પિતાના શિષ્ય પરિવારની સાથે પુરોહિતના મકાનમાં
ત્રિવાસે રહ્યા. પુરોહિતે તેઓની સેવા-સુશ્રષા કરી જાતને કૃતકૃત્ય કરી. તે દિવસે આચાર્ય મહારાજની પાસે શ્રદ્ધાપૂર્વક એણે ધર્મનાં રહસ્ય જાણ્યાં. ધર્મના સત્ય તત્ત્વોની એને ત્યારથી એળખ થઈ. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વ એક જ સુવર્ણમુદ્રાની બે બાજુ છે એમ એને તે વેળાયે હમજાયું.
એણે જોયું કે, ક્રોધ, માન, માયા કે તેમનાં બંધને રાગ કે દ્વેષ, મદ મત્સર, અહંભાવ અને મમતાના તિમિર પટળે, જ્યાં સુધી આત્માના સવરૂપને આવરી રહ્યાં છે-ગૂંગળાવી રહ્યાં છે ત્યાં સુધી આત્મતેજ-બ્રહ્મત્વ એ પ્રગટી શકતું નથી.” પુરેહિતને આ પ્રકારને સમ્યગુ બાધ, આચાર્ય મહારાજના સદુપદેશથી ત્યારે જ પ્રાપ્ત થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી ૫૦ ૬
નાન-શૌચાદિનાં દઢ આગ્રહી પુરોહિતનું માનસ અત્યારે દરેક પ્રકારના પૂર્વગ્રહથી મુકત બન્યું હતું. હવે એ માનતે થયું કે, “અહિંસા ” સંયમ, અને તપની નિમળ ત્રિવેણીનું નામ એ જ સાચું શૌચ છે.
જ્યારે એ વિના શૌચને આ બાહ્ય આડંબર કે કદાગ્રહ કેવળ આત્મવંચના જ બની જાય છે. આ બધી ધમ્ય વિચારણું પુરોહિતનાં અતરમાં ત્યારથી પુરતી થઈ.
એ સાચો બ્રાહ્મણ બન્યું, અને તે દિવસથી એ કપિલ, શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ધર્મમાગને પરમ સુશ્રાવક બન્યો. પિતાનું જીવન ધન્ય બન્યું એમ તેણે તે ધન્ય ઘી પળે વાસ્તવિક રીતે અનુભવ્યું.
આચાર્ય મહારાજા ત્યાંથી વિહાર કરી ગયા.
કપિલને ઘેર તેની સાત-સાત પેઢી અજવાળનારે એકને એક પુત્ર જમ્યા પછી કેટલાયે દિવસથી રેસપીડિત રહેતું. પુત્રનું દુઃખ કપિલથી જોયું જતું ન હતું. શારીરિક વ્યાધિની સહેજ પણ અસર વિનાને એ બાળક દિન–પરદિન વધુ ને વધુ પીડાતે જ. ઔષધોપચારની ગણના ન હતી, છતાં બાળકનું શરીર દુઃખથી નિરંતર રીબાતું જ રહેતું. પહિત આનું નિદાન ન શોધી શક, કપિલને પિતાનાં વહાલસોયા પુત્રનાં દુઃખની આ પીડા વધુ સંતાપતી, છતાં શ્રદ્ધાળુ અને
માત્મા કપિલનાં હદયમાં વિવેકને દીપક જાગૃત હતે. પિતાના અને બાળકનાં અશુદયને રહમજી એ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૮
જૈન વિદ્યાથિ' ગ્રંથમાળા
સ્થિતિને સમભાવપૂર્ણાંક સહી લેતા. તેનાં ધાર્મિક જીવનની આ પવિત્ર અસર એ નાના બાળકનાં માનસ પર કે.ઈ જથ્થર પ્રભાવ પાડી જતી. જેથી આટ-આટલી તીવ્ર વેદના છતાં, અકથ્ય પીડા છતાં વચથી ન્હાનું પણ સરકારાથી પ્રૌઢ તે ખાળક, એચ-વાય જેવી બૂમાબૂમ હતુ કરતુ` પણ ધીરુ` બની પીડાને સહી લેતું.
જતે દિવસે કપિલને ખબર પડી કે એના પુત્રને ફાઇ 'તરાદિ તુચ્છ દેવી-દેવતાના કે ભૂત-પ્રેતાદિના વળગાડ છે. ભૂત-પ્રેત કે વ્યતરાદિ ક્ષુદ્ર દેવી-ઢવા અવસરે ફાઇ પણ નિમિત્તને પામીને માનવજાતને હેરાનગતિમાં મૂકી દે છે. સામાના તીવ્ર અશુભેદયના કારણે આવા દવે, ભલા-ભલાને પણ પજવી જાય છે એ હકીકત નિઃશંક સાચી છે.
પાપા કરતી વેળાયે કરનાર આત્માએ હસી-હસીને મેાજ કરતા કરે છે, એમને એ ખબર નથી હાતી કે ભાગવવાના અવસરે એ ક્રોં-પાપા, ઘણી વિચિત્ર રીતે ઉદયમાં આવીને ભાગવાઇ જાય છે કે તે વેળા રહમજી શાંણા ગણાતાની મતિ પણ મૂ`ઝાઇ જાય છે. તે સમય એવા હાય છે કે, ચેતવાને કે પશ્ચાત્તાપને માટે ઘણુ મેડુ થઇ ગયુ હાય છે.
ફરી એકાદ અવસરે જૈન શ્રમણ નિગ્રન્થા, કપિલના મકાનમાં વસતિ યાચીને સ્થિરતા કરી રહ્યા હતા. કપિલને જૈન શ્રમણેાના ત્યાગ, તપ અને નિર્મળ શીલ ગુણ આદિ મહામૂલ્ય ગુણાની પ્રત્યે પુણ્ શ્રદ્ધાભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ીજી શ્રેણી પુ૨ ૬
હતે. જૈન સાધુનાં સંયમી જીવનની પવિત્રતા, પ્રાભાવિકતા કે તેજસ્વિતા જગતનાં અન્ય કાઈ સ્થાનમાં શેાધી જડે તેમ નથી, એમ એને જૈન સાધુઓના દીર્ઘકાલના પરિચય બાદ દૃઢપણે સ્લૅમજાયુ હતુ.
પેાતાના બાળકના વળગાડ, આવા પારસમણિ સાધુએ!ના સ્પર્શથી ટળી જશે, એવી એને સપૂર્ણ આસ્થા હતી. સમસ્ત સંસારના પદાર્થોમાં કે દૈવી ખલેામાં જે સામર્થ્ય, તાકાત કે પરચા પાડવાની શક્તિ નથી તે આવા વદનીય નિર્દોષ સાધુપુરુષાનાં ચરણ્ણાની રજમાત્રમાં પણ રહેલી છે. આમ એ શ્રદ્ધાળુ બ્રાહ્મણની સાદી સમજણુ હતી. આ સિવાય અન્ય કોઇ ચમત્કારમાં એ માનતા ન હતા.
એકાદ અવસરે પ્રસ`ગ પામી વેદનાથી પીડાતા તે બાળકને ઉપાડી, તેણે સાધુઓનાં આસનની નજીકમાં મૂકયેા. પાસે સાધુએના આહારપાણી વાપરવાના પાત્રા હતા. પાત્રામાં સ્વચ્છ જળ પડયું હતું. ખાળકનેા હાથ લાગતાં પાત્રુ વાંકુ' વળ્યુ' અને પાત્રામાં રહેલું જળ તેના શરીર પર ઢોળાઈ ગયું. જૈન શ્રમણેાના પાત્રામાં રહેલાં પ્રાસુ જળના સ્પર્શથી કપિલના તે બાળકનાં શરીરમાં રહેલી વ્યંતરી તરત જ ત્યાંથી તે વેળાયે ભાગી છૂટી. તે દિવસથી તે ખાળનુ' શરીર જ્યંતરીની પીડાથી મુક્ત અન્ય. પુરાતિના ઘરમાં આ બનાવ કાઇ અચિન્ત્યા બની · ગયા.
જૈન શ્રમણાની નિમળ ત્યાગવૃત્તિ અને ઉજ્જવળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
ધર્મશીલતાને પ્રભાવ આ રીતે કપિલ બ્રાહ્મણના ભકિતવાસિત ભદ્રિક હૃદયમાં કઈગુણે વધી ગયે. કપિલના કુટુંબમાં આ હકીકત ત્યારથી ચિરસ્મરણીય બની ગઈ. એનાં બાળકનાં ઉઘડતાં ભાવિ માટે ત્યારથી કપિલને ખૂબ જ આશા-અભિલાષા પ્રગટી.
કલધ્ય અને પવિત્ર જળથી પીડામુક્ત થયેલા કપિલને આ બાળક ત્યારથી કચ્ચક-કલ્પક નામથી પ્રસિદ્ધ થયે. બાળક કલ્પકની ભાગ્યરેખા હવે પલટાવા લાગી. ધીરે ધીરે એ રહમજણે થયે, અને વયે વિદ્યા, વિજ્ઞાન તેમજ વિદ્વત્તામાં એણે કુશળતા પ્રાપ્ત કરી. તે પોતાના પિતા કપિલના માનનીય સ્થાને આવે. સારાયે પાટલીપુત્ર શહેરમાં કલપકની પ્રતિષ્ઠા સારી જેવી વ્યાપક બનતી ગઈ. કલ્પકની નમ્રતા, ધર્મશ્રદ્ધા અને સંતોષવૃત્તિ એને એકાત જીવન તરફ દોરી જતી, જ્યારે લોકપ્રતિષ્ઠા, વિદ્વત્તા અને કુશલતા કલપકને બલાત્ નંદનાં રાજ્યમાં ઊંચા અધિકારો પ્રત્યે ખેંચી જતી.
કેટલાયે વર્ષો સુધી ક૯૫કના જીવનમાં આ પ્રકારનાં બને વિજાતીય ઘર્ષણ ચાલુ જ રહ્યા,
૩ સુશ્રાવક કે૫કના આંગણે, કુલીન ઘરની કળા, લાવણ્ય અને રૂપથી રતિ જેવી કન્યાઓના તેના વડિલો તરફથી પાણિગ્રહણ માટે કહેણે આવતા. પણ અલ્પપરિગ્રહી અને
સદાચારી ક૫કનું મન, સંસારની જંજાળમાં પડવાને તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
બોજી શ્રેણી પુ૬
ન હતું. બ્રહ્યચારી વિદ્યાર્થીઓથી વીંટાયેલે યુવાન કપક, તેજસ્વી સૂર્યની જેમ પાટલીપુત્ર શહેરમાં હમેશાં લટાર મારત. એની પવિત્રતાથી લેકે એને દેવની જેમ પૂજતા. નગરના લોકમાનસમાં એનું સ્થાન ખૂબ ગૌરવવાળું બન્યું હતું. નંદના રાજકુલમાં એને ભે, મર્યાદા ધીરે ધીરે વધતા ચાલ્યા. પણ ધર્મોમાં ક૯૫ક, આ બધાથી તદ્દન દૂરસુદૂર રહતે. એને આ બધા માન-સન્માનની ભૂતાવળ અવાર-નવાર કંટાળે આપતી. પહેલેથી જ જૈન સાધુઓની પવિત્ર સાધુતાના વાતાવરણમાં ઉછરેલા કલ્પકને આ બધું ઉપાધિમય ભાસતું.
પણ કલ્પકના જીવનમાં એ એક અણચિ બનાવ કે ઈ અજાણી રીતે ભવિતવ્યતાના બળે બની ગયે, કે જેના વેગે સંસારથી અલિપ્ત, નિરાળાં અને એકાન્ત જીવનની મોજ માણવાના ક૫કના મને તે દિવસથી સાવ ભાંગીને ભૂક્કા થઈ ગયા. સંગેમરમરના એકાદ પાષાણુના કવચ્છ ટુકડા પર કલાને જીવન્ત કરી જવાની જેમ કેઈ શિલ્પીની કેટકેટલી અભિલાષાઓ જીવનની કઈક અસાવધ ઘડિપળે ટાંકણુની અણીથી તૂટી પડતા ટુકડાની સાથે શતધા થઈ જાય તેમ કલ્પક માટે પણ બન્યું.
અને ત્યારથી કલપક સંસારી બન્યા. એક બ્રાહ્મણ કન્યાનું પાણિગ્રહણ કરવાની આપત્તિમાં એમૂકાયો. એકાન્ત જીવનની એની કલ્પનાઓ વપ્નવત બની ગઈ. કલ્પકને
જ્યારે એ યાદ આવતું ત્યારે પોતાના જીવનવહેણની આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
બદલાતી જતી–પલટાતી જતી દિશા માટે ઘડીભર એનું હૃદય પણ સંભના આઘાત-પ્રત્યાઘાત અનુભવતું. એના સંસારપ્રવેશનાં જીવનની પૂર્વ ઘટના આમ બની ગઈ.
એની પાડેશમાં એક બ્રાહ્મણનું ઘર હતું. એ બ્રાહ્મણને એકની એક રૂપવતી દીકરી જ્યાં ચોવનના ઊંબરે પગ મૂકવાની સ્થિતિમાં આવી તે અવસરે તે જળદરના રોગથી પીડિત બની. મોટા પેટવાળી તે બ્રાહ્મણ કન્યા ચાલી શકવાને માટે કે ધરતી પર પગ મૂકવાને માટે તદ્દન લાચાર હતી. કન્યાને પિતા કિરીના આ દુઃખથી દુખિત બન્યા. દિન-પરદિન કન્યાનું વય વધતું ચાલ્યું. શહેરમાં બ્રાહ્મણની આ રેગપીડિત કન્યાને હાથ ગ્રહણ કરવાને કઈ ઈચ્છતું ન હતું. તેના બાપની ચિતા આ રીતે વધતી ચાલી.
કલ્પકની ભદ્રિતાને લાભ લેવાની મુત્સદિતા, કન્યાના પિતાના હૃદયમાં એક વેળાયે ઘોવા લાગી. મુત્સદ્દી માન ભલભલા ચતુર માણસોની હશિયારીને કકળા છળી જાય છે. મુત્સદ્દીતાનાં ક્ષણે ક્ષણે પલટાતાં માયાવી રંગે સહૃદય માનની સરળ ચક્ષુદ્વારા નથી આવી શકતા.
એક દિવસે કલપક જ્યારે તે રસ્તેથી પસાર થતો હતે ત્યારે તે બ્રાહ્મણે, પિતાની કન્યાને બાજુના એક ઊંડા ખોદી રાખેલા ખાડામાં ધકેલી દીધી અને એકદમ મટે સ્વરે, મૂઝ વ ણ માં મૂકાયેલા હેયે ગ મ રાઈને એણે બૂમાબૂમ કરી કહ્યું“અરે ! મારી દીકરી ખાડામાં પડી ગઈ છે. કેઈ આવી એને કહે, જે કાઢશે તેને હું મારી કન્યા આપીશ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
બીજી બે પુત્ર ૬
૧૩.
દયાળું કલ્પના હૃદયમાં અનુકંપાના ભાવો સભર ભર્યા હતા. એનું કરુણાર્ક અન્તર આ પ્રસંગની ગંભીરતાથી તરત જ લાગણીવશ બની ગયું. બ્રાહ્યણ કન્યાના પિતાનાં શબ્દો કે તેની આજુબાજુનાં ભેદી વાતાવરણને પામવાની કે તેની ઊંડે ઉતરવાની એને અત્યારે જરૂર ન જણાઈ. એણે તરત જ ખાડાની અંદર પડતું મૂકયું. તે રોગપીડિત કન્યાને બહાર લા.
કન્યાના પિતાએ કલ્પકને કહ્યું, “ આ કન્યાને સ્વીકારો ! મારી પ્રતિજ્ઞાને ભંગ હું ન કરી શકું. ભૂદે હમેશા પ્રતિજ્ઞાન પાલનમાં દઢ અને આગ્રહી હેપ છે. કલ્પક આ ન સમજી શકે. એ મૌન હતે. સહૃદયતાથી એણે જવાબ આપે “કેવળ દયાભાવ, અને કરુણપ્રેરિત લાગણીથી મેં આ કાર્ય કર્યું છે. આના બદલામાં મારે કાંઈ જોઈતું નથી પણ પેલા બ્રાહ્મણને આ બધું સાંભળવાની જરૂર ન હતી. ક૯૫ની ભકિતાએ અત્યારે તેને પિતાને કિંકર્તવ્યમૂઢ સ્થિતિમાં મૂકો. કલપક ના પાડી શકે તેમ ન હતું. બ્રાહ્મણ પિતાની પ્રતિજ્ઞા તૂટે તે પ્રાણત્યાગ કરવાને આગ્રહી બને.
જતે દિવસે તે બ્રાહ્મણ કન્યા રૂપવતીની સાથે કપકના લગ્ન થઈ ગયા. કપકે આયુર્વેદશાઓને અભ્યાસ કર્યો હતે. રેગપીડિત પત્નીને પોતાના ઔષધોપચારથી તેણે ધીરે ધીરે સવસ્થ કરી. રૂપવતીને મુળ વ્યાધિ કપકના ઉપચારોથી સર્વથા ટળી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
જન વિદ્યાર્થિ ગ્રંથમાળા
રૂપવતી સાથે મુલાકને ગૃહસંસાર આમ વર્ષોના વર્ષો સુધી ધાર્મિકતાના પવિત્ર વાતાવરણમાં પસાર થતો ગયે. વિદ્વત્તા, કુશલતા અને અપૂર્વ ધર્મશ્રદ્ધાથી લોકહદયના સિંહાસન પર કલપકનું સ્થાન વિશેષ સ્થિર થતું ગયું. પણ એને આ લેકપ્રતિષ્ઠા, માન કે ખ્યાતિ શલ્યની જેમ ખૂંચતી. એ એનાથી વધુ નમ્ર બની અસ્પૃશ્ય રહેવા ઇરછતે.
વૃક્ષ જેમ જેમ ફલ, ફૂલ, શાખા-પ્રશાખાએ ની સંપત્તિથી સમૃદ્ધ બને છે તેમ તેની આજુબાજુ અથ. જનેના ટેળા તેને ગૂંગળાવી નાંખે છે. નમ્ર, ઉદાત્ત અને સ્થિતિ પ્રજ્ઞાશા વૃક્ષની એ જ મહત્તા છે કે તેને સહુ કઈ શોધતા આવે છે અને આવનારનાં માનાપમાનને વૃક્ષ એક સરખી રીતે ગળી જઈ સમચિત્તે તે પિતાની છાયામાં સમાવી દે છે. છતાં એ હોય છે એકલ, અડળ અને એકા-તળવી.
કલ્પકની બુદ્ધિમત્તાના ગુણગાને રાજા નંદની રાજસભામાં થવા લાગ્યા. મહારાજા સપકની કુશલતા તેમજ સદાચારિતા માટે ખૂબ જ આદરભાવ જાગૃત થયે. કલ્પક જેવો બુદ્ધિશાળી બ્રાહ્મણ પિતાની રાજવસ્થાનું સુકાન હાથમાં લઈ અમાત્યપદ રવીકાર તે કેવું સારું?” આવી આવી વિચારણાએ મહારાજ નન્દને ઘણું ઘણું વેળા ઉઠતી, પણ કલાકની નિરપૃડ, નિડર તેમજ અકડ પ્રકૃતિ માટે એણે ઘણું સાંભળ્યું હતું.
એક અવસરે ક૯૫કને રાજદરબારમાં બેલાવી લાવવાને રાજા ન આદેશ કર્યો. રાજાના આદેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુ. ૬
૧૫
માથે ચઢાવી તે રાજસભામાં આવ્યું. મગધના માલીકે કહ૫કને ખૂબ નરમાશથી જણાવ્યું: “ભદ્ર! મગધના વિશાલ રાજતંત્રનો વહીવટ તમારા જેવા બુદ્ધિમાન ધર્માત્માની અપેક્ષા રાખે છે. મારે આગ્રહ છે કે, કલ્પક જેવા ધીર, ગંભીર, અને પ્રાણ પુણ્યવાનના હાથે જ મગધના રાજસિંહાસન પર નન્દ વંશને વિજયધ્વજ ફરકતે રહે.'
મહારાજાના શબ્દોમાં નમ્રતા હતી. વાણીમાં મીઠાશ ભરી હતી. સત્તાના સ્થાન પર રહેવા છતાં બાળકના જેટલી જ કમળતા નક્કે અત્યારે ભાષાદ્વારા વ્યકત કરી. કલ્પકનાં અન્તરમાં નન્દના શબ્દોએ વિજળીવેગે એક પળમાં અસર પાડી, પણ બીજી પળે એને પિતાનું પવિત્ર નિર્દોષ અને એકાતપ્રિય સાધુજીવન હામે તરવરતું થયું.
એના હૈયામાં મૂંઝવણને સાગર હિલેળે ચઢતે એને જણા. “એની ધાર્મિકતા, પાપભીરુ પ્રકૃતિ અને બાલ્યકાળથી જૈન શ્રમણ નિર્ણની ઉપાસનાથી જનમેલી નિષ્પા૫ જીવન જીવવાની અભિલાષાઓ”—આ બધા પિતાના સંકલ્પ એક પછી એક એને દર્શન દેવા લાગ્યાં. ચિત્રપટની રૂપેરી ચાદર પર જેમ દયે બદલાતા રહે, તેમ બદલાતી જતી પિતાનાં જીવનની ગતિ માટે એને લાગી આવ્યું.
એ વધુ વાર મૌન ન રહી શકે. નન્દ જે મગધને સમ્રાટ આતુર હૃદયે કપાકને પડતા બોલને સાંભળવા ઉત્સુક હતે. વાતાવરણમાં નીરવ શાંતિ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
આજૂબાજૂ સર્વ કોઈ કપકના ગંભીર ભાવેને મુખ પર તરવરતા જોઈ શકવાને પ્રયત્ન કરતા રહ્યા. પણ કલ્પકનું અન્તર કે અગાધ સાગરના ઊંડા જળમાં છુપાયેલા અનધ્ય ભંડારની જેમ તે વેળા કોઈથી ન કળાયું.
ધીરે રહી એણે મૌન તેડયું. “રાજન ! જીવનનિવહથી અધિક કાંઈપણ મેળવવાની મને ઇચ્છા નથી. મિતપરિગ્રહ અને અપારંભ એ બને માાં પ્રાણપ્રિય જીવનવ્રત છે. એને ત્યજી હું આપની આજ્ઞાને સવીકારવાને નિરૂપાય છું. ” માં પર પર્વતની દઢતા ને આકાશગામી પુરૂષાર્થ, આંખમાં અનન્ત સાગરનું ગાંભીર્ય, વીતરાગ દેવના ધર્મની આરાધના દ્વારા આત્મામાં પ્રગટેલ અખંડ પ્રસન્નતા-કપકનાં જીવનની આ સંપત્તિનાં દર્શન અને જવાબમાં ત્યાં બેઠેલે ચકર અધિકારી વર્ગ વાંચી શકે.
મગધના સર્વસત્તાધીશને આગ્રહ ક૫કના ધર્મવાસિત આત્માના અવાજે આમ નકારી દીધો. નંદની
જસભા કંપી ઊઠી. કપકની દઢ, સત્ત્વશીલતા અને અખંડ ધર્મવૃત્તિ આ રીતે જીતી ગઈ. મહારાજા નંt ક૫કની પવિત્ર ધાર્મિકતાની આગળ આમ નિરુપાય બન્યા.
ત્યારથી નન્દ, કલપકદ્વારા થયેલા પિતાના આ અપમાનના વેરની વસુલાત કરવાને દાવ શેધવા લાગ્યા.
સાચે અપમાનનાં કે અવગણનાનાં ઝેરને પી જનારા માનવ-મહાદેવે હજારમાં એક જ હોય છે. લાખમાં કે કોડમાં એકાદ-બે જ મળી જાય છે. બાકી,
જ્યાં જુઓ ત્યાં માન અને અપમાનના જ હિસાબે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
બીજી શ્રેણી પુ૬ નોંધાતા હોય છે અને તેનું જ વ્યાજ ચક્રવતિ ગણતરીએ વાળવાની માયાવી રમતના દાવ ફેંકાતા હોય છે.
જે આ બધાથી બચી શકે તે જ કષાયેના જયપૂર્વક સમભાવને કેળવી જીવનને જીવી જાય છે, કલ્યાણને નિષ્કટક અને પવિત્ર માગ આ સિવાય અન્ય કેઈ નથી.
કલ્પક રાજસભા છેડી ત્યાંથી ચાલી નીકળે. ભારે હૃદયે મહારાજા નાદે આ બધું પી લીધું. પણ કલ્પકના છિદ્રો તથા ગુન્હાઓને જોવાની વૃત્તિ નંદના અપમાનિત હૃદયમાં ત્યારથી નવી જન્મી.
કર્માધીન સંસારમાં પરિવર્તન થયા કરે છે. એ પરિવર્તને એટલા બધા ઝડપી તેમજ અકળ હોય છે કે ભલ-ભલા મતિમાન આત્માઓ પણ કેક વેળા તેના કાર્યકારણની ગૂંચને ઉકેલી શકતા નથી.
મહારાજા નન્દના રાજ્ય ગુનેહગાર તરીકે કલપક જેવા વિદ્વાનને મગધના રાજ્ય દરબારમાં ઊભા રહેવાને આ પ્રસંગ ખરે ન કલ્પી શકાય તે હતે.
કમ્પકના હાથે એક નિર્દોષ આત્માના વધને ગુહને અચરાગ હતું. રાજા નંદે એ કૌભાંડ રચ્યું હતું જેમાં નિર્દોષ કહ૫ક અચાનક સપડાઈ ગયે. આજે તેના તે અપરાધની તપાસ, નંદની સમક્ષ થઈ રહી હતી.
રાજ્યસભાનું વાતાવરણ ગંભીર હતું. રાજ્યના અધિકારી ગણાતા સત્તાધીશેનાં મુખ પર આ પ્રસંગે કાંઈક અપ્રસન્નતાની રેખાઓ તરવરતી હતી. નિરાનદ વદને ધર્માત્મા કહ૫૪ આ બધું જોઈ રહ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ન વિદ્યાર્થિ ગ્રંથમાળા
* કંપક ! બેલે, ગુનેહગાર તરીકે તમારે તમારા બચાવ માટે કાંઈ કહેવાનું રહે છે?” ટાંકણું પડે તે પણ અવાજ સંભળાય તેવા નીરવ વાતાવરણને ભેદી, સત્તાવાહી શબ્દમાં મહારાજા નજો ક૫કને કહી સંભળાવ્યું. રાદોમાં કડકાઈ હોવા છતાં નન્દનાં હદયમાં ક૯પક જેવા વિદ્વાનને માટે અત્યન્ત આદરભાવ હતો. કલ્પકને ગુહને પિતાની ખટપટથી ઊભે થયો હતો. આ હકીકત નન્દ સારી રીતે હમજતો હતે.
“રજુ, જે નિર્દોષ હતો, પણ મારી દષ્ટિએ દોષિત માની તેને હેરાન કરવાને ગંભીર ગુહને મારા હાથે થઈ ગયેલ છે. આ સિવાય અન્ય કોઈ જ મારે કહેવાનું રહેતું નથી.” બેલતાં બોલતાં ક૯૫કે ગ્લાનિ અનુભવી. એનાં મુખ પર પશ્ચાત્તાપનો ડંખ હતે. એક સાવ નિર્દોષ માનવીને કષાયને વશ પડી અજ્ઞાનતાથી જે પીડા ઉપજાવી તે માટે એને પિતાને અકથ્ય દુઃખ થતું હતું. એ દુખના આઘાત-પ્રત્યાઘાતે એનાં ધીર હદયમાં વેદનાના તેફાને ઉપજાવી રહ્યાં હતાં. નન્દની કચેરીમાં ફરી એકવાર શૂન્યતાની હવા ફરી વળી.
નન્દ ફરી કપકને પૂછ્યું, “વારૂ ! ન્યાયાધીશ તરીકે હું જે શિક્ષા કરૂં તે ખમવાની તમારી તયારી છે ને?' પાશમાં ફસાયેલા અસહાય શિકારના જેવી ક૯૫કની થિતિ જોઈ નન્દનો આનન્દ આજે નિરવધિ બને.
જવાબમાં કલ્પકના શબ્દો સ્પષ્ટ હતાઃ એને કહી દીધું “ ગુનેગાર તરીકે તે તૈયારી , રાખીને જ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુ. ૬
૧૯
અહિં આવ્યો છું. કલ્પકના આ બાલમાં તેનાં હૈયાની અપાર વેદના મૂર્તિમંત બનતી હતી. મગધના સામ્રાજ્યને માલીક નન્દ, કપની પાસેથી આ જવાબ મેળવવાને ઈચ્છતો હતે. ક૫કની નિઃસ્પૃહતા કે અડગતાને ઓગાળી દેવાની એની વર્ષો જૂની ભાવનાએ આજે આ રીતે ફળતી એ પોતે જઈ શકો. એ ક૯૫કને કહી સંભળાવ્યું ક૯૫ક જેવા પુરુષરત્નને તેના ગુહનાની શિક્ષા એ જ કે, એણે આજથી નન્દના વિશાલ સામ્રાજ્યની મધુરા ઉપાડી સંસારભરમાં નન્દવંશને યશસ્વી ધ્વજ પિતાની સર્વ શક્તિથી વફાદારીપૂર્વક ફરકતે રાખવે.”
કપક પિતાને ગુહનાની શિક્ષા મૂઢ બની સાંભળી રહ્યો. તે દિવસથી મહારાજા નન્દના સર્વસત્તાધીશ મંત્રી તરીકે ક૯૫કની વરણી જાહેર થઈ. જૈન મત્રીશ્વર કહ૫કના શિર પર નંદવંશની સામ્રાજ્ય પુરાના મેરૂભારની જવાબદારી ત્યારથી આ રીતે આવી પડી.
કલ્પકની કુશલતાથી મહારાજા નન્દનું સામ્રાજ્ય તે દિવસથી દિન પ્રતિ દિન વધુ સમૃદ્ધ બનતું ગયું. નન્દની રાજસત્તાના ઈર્ષ્યાળુ રાજવીએ, કલ્પની આ પુણ્યાઈને તેજોષી બનતા ગયા, પણ પોતાની ધાર્મિક્તાના પવિત્ર સંસ્કારોથી રંગાયેલે મંત્રીપદને એ અધિકાર કલાકને સતત જાગૃત રાખતો હતે. મગધના સામ્રાજ્ય પર આથી મંત્રી તરીકે ક૫ક, પિતાને સારે જે પ્રભાવ પાડી શકે હતે.
જેમ જેમ જૈન મંત્રીશ્વર ક૫ક, વધુ લોકપ્રિય બન્તા ગમે તેમ તેમ તેના રાજ્યના જૂના અધિકારીઓનાં હૃદયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ન વિદ્યાથી' ગ્રંથમાળા
કલુષિતતાનાં કાદવથી વધુ મલિન બનતા થયા. ૪૫કનુ અનિષ્ટ કરવાની વૃત્તિવાળા માનવા પાટલીપુત્રનાં રાજકારણમાં વારવાર દેખા દેવા લાગ્યા.
૨૦
જગતના-સંસારના માનવાની એ જ સ્હાટી નિખલતા છે કે, ફાઈના-સમાનયમિના પણ નિર્દોષ ઉત્કષને સહી શકવાની તાકાત એનામાં હૈાતી નથી. એ જ અશક્તિના ચેાગે જયાં જુએ ત્યાં ઈર્ષ્યા, અસૂયા અને કિન્નાખેાર વૃત્તિનાં પાપા ઘર કરી, સ`સારના નન્દનવનને ભડકે મળતુ વેરાન બનાવી દે છે. અસંતુષ્ટ હૃદયા મળે છે, નિમ ળાને બાળે છે, અને દેશ કે સમાજની શાન્તિને સળગાવનારી ચીનગારીએ વેરી, સપના આતશ મળતા રાખે છે.
૪૫કની શક્તિ, મગધના રાજકારણમાં જેમજેમ ફાલી, ફૂલી, પાંગરતી ખનતી ગઈ, તેમ તેમ કલ્પકની એ પ્રભાવિક્તાથી નન્દના આડાશી-પાડાથી રાજવીએ મગધની સત્તાને નમ્ર સેવકની જેમ નમતા થયા. પણ કલ્પના સત્રીપદની ઇર્ષ્યાથી એના જૂના વેરીઓનાં હૃદયની આતશ આથી વધુ ધીખતી થઈ.
મહારાજા નન્દને મન, કલ્પક એ રાજ્યનું સરળ હતા. કલ્પક જેવા ધીર, સ્થિર અને કુશલ મંત્રીશ્વરને પામી, નન્દના આત્મા સુખનાં સ્વપ્ના સેવી નિરાંતે પેઢતા હતા. એ નચિન્ત હતા, કારણ કે, કલ્પક જેવા જૈન મત્રીશ્વરના અદ્ભૂત વ્યક્તિત્વ માટે એને સદ્દભાવ હતા. કલ્પકની રાજ્યવ્યવસ્થા માટે નન્દને પૂરા વિશ્વાસ હતા. આ બધું હાવા
છતાં કલ્પના જૂના શત્રુએ એનાં છિદ્રોની શેષમાં હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુ: ૬
૨૧
નદનાં હદયમાં કલ્પક પ્રત્યેને અવિશ્વાસ પેદા કરવામાં આમ એક વેળા તે લોકો ફાવી ગયાં.
એ હવે સામાન્ય પ્રસંગ. કલ્પને જે બનાવની પાછળના આ વિકૃત વાતાવરણની સામાન્ય ગંધ પણ ન હતી. તે બનાવને એના જૂના રાજ્યમંત્રીએ કઈ નવા જ રૂપે મહારાજા નન્દના રાજયકારણમાં વહેતે મૂક્યા.
એ બનાવની ટુંક હકીક્ત આ મુજબની હતી.
ક૯પકને ઘેર એના હેટા પુત્રના લગ્નને પ્રસંગ હતું. આ પ્રસંગને ઉજવવાને સારૂ કપકે પિતાને આંગણે છાજતી સઘળી તૈયારીઓ કરી હતી. મહારાજા નન્દને પિતાને ઘેર આમંત્રણ આપી, સારાં સારાં શસ્ત્રો તેને ભેટ ધરવાની તેની ઈચ્છા હતી. આ માટે નવા નવાં શસે તેણે તયાર કરાવવા માંડ્યાં.
ક૯૫કના ઘેર આ રીતે નવાં શસ્ત્ર વિપુલ પ્રમાણમાં તૈયાર થઈ રહ્યા છે”—એ હકીકત તેના છિદ્રાવેષી અધિકારી વર્ગના કાને અથડાવા લાગી, એટલે આ અસંતુષ્ટ માનોએ પિતાની મલિન વૃત્તિનાં પાપને ઉભા કરી, મહારાજા નન્દને ભંભેરવાનું કાર્ય આરંભી દીધું.
કલ્પકના આવવા પછી, જેનું મંત્રીપદ ચાલ્યું ગયું હતું તે જૂના મંત્રીએ એક અવસરે મહારાજા નદની આગળ ગણગણાટ શરૂ કર્યો. મહારાજા નઃ સાવધ બનીને એને પૂછયું, જવાબમાં એ અપમાનિત માનવે જણાવ્યું
રાજન ! આપ અમારા શિરતાજ છે. અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન વિદ્યાથી ગ્રંથમાળા
પર આપની કરૂણાદષ્ટિ એ જેમ આપનો ઉચિત આચાર છે તેમ સેવક તરીકે આપના હિતની ચિંતા રાખવી એ અમારી ફરજ છે, માટે જ આપને હું ચેતવું છું કે આ મુત્સદ્દી કલપકથી સાવચેત રહેજે !”
નન્દના હૈયામાં ધીમું ઝેર રેડવાની દુષ્ટતાથી તે આ બધું બોલી રહ્યો હતે. કાંઈક સંદિગ્ધ હૃદયના નન્દને વધુ હેકાવવા તેણે ફરી ઝેર પીરસવા માંડયું: “પ્રભે! આપની સમક્ષ જુઠું બોલવાની અમારે કાંઈ જરૂર નથી. આપના જૂના સેવક તરીકે આપના હિતની રક્ષા એ જ અમારા પ્રત્યેક શ્વાસોશ્વાસની સાથે ચૂંટાયેલા પ્રાણ છે. આથી કલ્પકનાં કાળાં કામની જાણ કરાવવી એ અમારી પહેલી ફરજ છે. એ ફરજ બજાવ્યાને આજે અમને આનન્દ છે.”
નન્દના હૈયામાં, આ ખટપટી અમાત્યે કાળકૂટ ઝેર આમ સરળતાથી રેડી દીધું. મગધને સત્તાધીશ કાચા કાનને હતા. એણે આ બધી વાતમાં રસ પડવા લાગ્યો. નન્દની માનસિક સ્થિતિ ડામાડેળ થવા લાગી. આ જૂના ખટપટી માણસોએ ફરી એક વાર અવસર મેળવી નન્દના સાન વિનાના હદયના શલ્યને વધુ સ્થિર કરવા કહ્યું.
મહારાજા! પ્રપંચી ક૯૫કના છળની ખાતરી કરવી હોય તે આ૫ તપાસ કરાવે છે, એના ઘરમાં શી ખટપટે ચાલી રહી છે ? આપના રાજતંત્રમાં બળ જગાડવા માટે એણે છૂપી રીતે શસસામગ્રી તૈયાર કરાવવા માંડી છે. આપના રાજ્યના વફાદાર જૂના માયુસ તરીકે અમારી ફરજ હમજી આ બધી હકીક્ત અમે જણાવી છે. જે
ગ્ય લાગે તે કરવાને આ૫ અધિકારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણીઃ પુ. ૬
નન્દ, આ બધું સાંભળી રહ્યો. માથા પર જાણે અકાળે વિજળી પડતી હોય તે રીતે અકથ્ય વેદનાનાં ગંભીર વતુલે એનાં મુખ પર ફરી વળ્યાં. સાંભળતાં સાંભળતાં એનાં હદયે કારી ઘાની વ્યથા અનુભવી. મૂંઝવણને મહેરામણ એને ક્ષણવાર મૂંઝવી રહ્યો. ક્ષણવાર એ વિચારમગ્ન બન્યો. ધીરે રહી એણે, પોતાના રાજકર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપેઃ “ મગધના સર્વસત્તાધીશની હામે બળવે અને તે એના વિશ્વસનીય રાજ્યમંત્રી મુત્સદ્દો કહ૫કના ષડયંત્રદ્વારા, જાઓ! મારા વફાદાર સેવકે ! મંત્રીશ્વરના ઘેર શસ્ત્રસામગ્રી તૈયાર થતી જોવાય તે તેના સમાચાર મને તાબડતોબ આપે ! ”
મહારાજાના શબ્દ આકાશમાં ઘુમરીઓ લેતા, આસપાસ ફરી વળ્યા. મગધની સત્તાના પાયા હચમચી ઉઠતા હોય તેટલી જ અધીરાઈ નદના આ શબ્દોમાં પ્રગટ થતી જણાઈ. આદેશ ને માથે ચઢાવી • પાટલીપુત્રના રાજ્યકર્મચારીઓ કલ૫કના આવાસ ભણે વિદાય થયા.
કપક મંત્રી હતા. છતાં સત્તાને મદ એને હજુ સુધી મૂંઝવી શકયે ન હતા. ધીરતાની સાથે સત્તાને પચાવી લેવાનું અખૂટ આત્મસામર્થ્ય એને વર્યું હતું. એને ત્યાં મગધના સમગ્ર રાજ્યશાસનનો કારભાર ચાલતે હતું. રાજ્યસત્તાનો છેલામાં છેલ્લો દર કલપકના હાથમાં હતે. કપક પૂર્ણ સાવધ હતે. શુભ કે અશુભ પાપ કે પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાર્થી ગંથમાળા
ઉદની કઘડી આંટીઘૂંટીએથી એને કાંઇપણ નવીનતા ન હતી. સઘળી પરિસ્થિતિઓમાં સમભાવની મને વૃત્તિ એ કેળવી શક હતા. “ગઈ કાલને સામાન્ય ગણાતે કલ્પકહું, આજે મહાન રાજ્યને તંત્રવાહક છું, આવતી કાલે હું કે હઈશ? – એ ભાવિના ગર્ભમાં છે.”—આ બધી ધમ્ય વિચારણા ક૯૫કને હંમેશા જાગૃત રાખતી.
. નદના અંગત અધિકારીઓએ મહામંત્રી ૯૫કના ઘરમાં પગ મૂકો. મહામંત્રી એરડાની અંદર પિતાના કામકાજમાં મસ્ત હતા. આવનાર અધિકારીઓ આજે
સ્વતંત્ર હતા. ખુદ મગધના સર્વસત્તધીશની સત્તાને વતંત્ર રીતે અજમાવવાને તેઓને આજને આ અવસર મળ્યો હિતે. તદન બેપરવાઈથી તેઓ મંત્રીશ્વરના એારડાના ખુણેખાંચરે ફરી વળ્યા.
- તાજુબીની વચ્ચે એમણે જોયું–તે શસ્ત્રાસ્ત્રોના ઢગના ઢગ ત્યાં ગુપ્ત રીતે તૈયાર થઈ રહ્યા હતા. ખુબ જ કડકાઈથી તે લેકે આ દશ્ય જોતાં રહ્યા. વાતાવરણમાં અવિશ્વાસની કુશંકાનું ભેદી મોજું ફરી વળ્યું. અત્યાર સુધી પોતાના જ ગણાતાં આ બધા માણસોના આવા સ્વતંત્ર વર્તનથી મંત્રીશ્વર કાંઈક વિચારમગ્ન બન્યા, બુદ્ધિ, તર્કશક્તિ અને કુનેહથી આને તોડ કાઢવાને એમણે પિતાની બધી પરિસ્થિતિ માપી જોઈ, પણ આ વાતાવરણની હવા પોતે ન પામી શકયા.
નન્દના એ વફાદાર સેવક, થોડીવારમાં ત્યાંથી ચાલી નીકળ્યા. એ “કાંઈક' લઈને આવ્યા. તે રીતે “કાંઈક લઈને ગયા. એ ગયા ને એમના પગરવ સંભળાતાં બંધ પડ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુ. ૬
ત્યાંસુધી પણ સવચ્છ વૃત્તિના મહામંત્રી, માયાવી માણસની આ રમતને ન ઓળખી શકયા.
કારણ કે નિર્મળ હદયના માન અવશ્ય નિશ્ચિત હોય છે. જ્યારે પાપાત્માઓ ચેમેરથી શંકિત હોય છે.
એ પણ અવસર ફરી આવ્યો.
નન્દના મહામંત્રીપદનું ગૌરવભર્યું માન મેળવનાર કલ્પક પર રાજ્યદ્રોહને ભયંકર ગુહનો સાબીત થઈ ગયે. ન્યા ચ ની અદાલતે કેવળ ન્યા ચ નું ના ટક ભજવી લીધું. અને કલાકને તેના ગુના બદલ શિક્ષા ફરમાવી કે, “નન્દના દુશ્મને સાથે ભળી, મગધની સત્તાને સર્વનાશ કરવાનું છૂપું કાવત્રુ રચવાના ગુનેગાર ક૯૫કને, તેના કુટુંબ પરિવાર સહિત અંધારા કારાવાસમાં જીવનપર્યત ધકેલી દેવામાં આવે છે.”
સત્તાનો અમલ તરત જ શરૂ થયે. નિર્દોષ કલપક, તેના કુટુંબ પરિવારની સાથે પાટલીપુત્રની કેઈક અંધારઘેરી ઉંધ કોટડીમાં પોતાનું જીવન પુરું કરવાની સ્થિતિમાં મૂકાયે. પુણય-પાપની લીલી-સુકીએ મંત્રીશ્વર કલપકના જીવનમાં આમ તખ્તાપરના નાટકની જેમ અનેક સીન–સીનેરીઓ ઉભી કરી દીધી. જૈનદર્શનના કર્મવાદના તત્વજ્ઞાનનું અમીપાન કરનાર તેણે આ વિપત્તિ સમભાવે સહી લેવાને નિશ્ચય કર્યો.
કર્મો ઘડી સગ-વિયેગેની ઈચ્છાનિષ્ટ પ્રસંગેની આ બધી વિચિત્ર લીલાઓમાં એ ઘડાઈ ગયો હતે. આથી આ અણધારી આપત્તિએ એના આત્માને કાબૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૬
ન વિદ્યાર્થિ ગ્રંથમાળા
લઈ લીધે મ હતું, પણ સ્વમાનભંગને આ પ્રસંગ એનાં ડાહ્યા મગજને પણ ઘણી ઘણી વેળા અકળામણની વ્યથામાં
મૂકી દેત.
“નિર્દોષ વ્યવહાર, સાધુવૃત્તિ અને નિસ્પૃહ જીવને આ બધું સત્તા પર રહી જાળવી રાખ્યું. તરવારની અણુ પર જીવનને હેડમાં મૂકયું, છતાં પણ પરિણામે આવું કારમું કલંક:” આ બધા વિકમાં ઘેરાતા તેણે કેટલાય દિવસ સુધી અન્ન-પાન પણ ત્યજી દીધા.
કલ્પકનું પોતાનું કુટુંબ પિતાના કહેવાતા ગુહનાની શિક્ષાનું ભેગ બની નરકની શૈરવ વેદનાઓને પોતાની આંખ આગળ ભેગવી રહ્યું હતું. એની વ્યથા કપક જેવા વસ્થ, ધીર અને સત્વશાલીને ખૂબ જ બેચેન બનાવી દેતી. પિતાને ફાપુ સમસ્ત સંસાર, આમ અચાનક કેઈક બેચાર ખટપટી કાવત્રા ખેરેની આસુરી લાલસાને શિકાર બની રગદોળાઈ જાય એ વિચારની સાથે એ મહામાત્ય પગથી માથા સુધી કંપી ઊઠતે.
એ અંધારી કેટરીની રૌદ્ર યાતના ભેગવતા મંત્રીશ્વરે, એક દિવસે કુટુંબને કહી દીધું જુઓ!
આપણને આ રૌરવ નરકમાં નાખનાર કાવત્રાખેરેને શિક્ષા કરવાને મેં નિશ્ચય કર્યો છે, રાજા નન્દ, આપણને રીબાવી-રીબાવી વગર મેતે આમ મારી નાંખશે આમ પશુ કરતાં વધુ કરુણ જીવન પૂરું કરી મરવા કરતાં એક એ બુદ્ધિશાળી ધીર આપણામાંથી બચી જાય એવું ક૨વું માપણે માટે જરૂરી છે. જેથી આ કાવત્રાખેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુ૬
૨૭
તેનાં પાપોની શિક્ષા આપવાને એ દરેક રીતે સમર્થ બને !” બે લતાં બોલતાં કપકના મુખ પર વિષાદ અને રેષની ચિત્ર-વિચિત્ર રેખાઓ ફરી વળી.
પરિવારના આત્મીયજને આ બધું સાંભળી રહ્યા. પિતાનાં જીવનની ફાલી-ફૂલી નન્દન વાડી આમ અકાળે કરમાઈ જશે એ હકીકતને વિચાર પણ ત્યાં રહેલા બધાનાં મનને વલોવી નાખવા માંડ્યો, પણ વેરની વસુલાતની કલપનાએ બીજી જ પળે તે લેકને સવસ્થ બનાવ્યા.
વેદના મિશ્રિત વાણીને શબ્દદેહ આપતાં તેઓએ મંત્રીશ્વરને કહી દીધું.
પૂજ્ય! અમે જીવીએ તે શું અને મરીએ તે શું? મરણ કરતાં અમારાં જીવનની હવે કાંઈ કિંમત રહી નથી. એક ઘડા જેટલું જળ અને પાંચ શેર ચેખાની ઘેંસ ભોજન માટે મેકલી નન્દ આપણને રીબાવી–રીબાવી મારવા ઈચ્છે છે. કાચા કાનને રાજા નન્દ, ક્ષુદ્ર માનવીઓના માયાવી તાંડને આ રીતે કેવળ સાક્ષી બની રહ્યો છે. જે આપ જીવતા હશે તે એ માયી માનવેને શિક્ષા કરી શકશે. તે જ અત્યાર સુધી આપના હાથે સોળે કળાએ ખીલેલી આ મગધની સમૃદ્ધિ સુસ્થિર બનશે.”
મગહના સિંહાસને નન્દની પાંગળતી વંશવેલ ફાલી-કુલી કરવાનું સામર્થ્ય આપ સિવાય અન્ય કઈમાં નથી. આમ થતાં નન્દ વંશની સમૃદ્ધિના ફલે આરોગવાને આપણા વારસે શક્તિશાળી બને તે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
જન વિદ્યાથી ગ્રંથમાળા
અમારા બલિદાનની કિમત પામ્યા એમ માની સતેષપૂર્વક મરી શકીશું.”
પ્રસંગ ખૂબ જ કરૂણ હતે. અંધારી કેટરીના ઊંડાણમાં આપદુગ્રસ્ત માનવોનાં આ શબ્દોએ એ વેળાયે વાતાવરણને ભરી દીધું. ગઈ કાલ સુધી મોટા ગગનચુંબી મહાલની દેવદુર્લભ સમૃતિને ભેગવનાર મંત્રીશ્વરને આ સંસાર; પિતાનાં જીવનની આશાને ત્યજી હવે નિશ્ચિત્ત બન્ય. ધર્માત્મા કપકે, પિતાના આ પરિવારને સંસારના પદાર્થોની ક્ષણિકતા હમજાવી સમાધિમાં સ્થિર રાખ્યા. ધર્મના તત્વજ્ઞાનને બેધ પામી, આ લેકે અન્ત સમાધિપૂર્વક મૃત્યુને ભેટયા. મહત્સવની જેમ મૃત્યુને ઉજવી ગયા.
આ બાજુ કલ્પકના સત્તાભ્રષ્ટ થવા બાદ, મગધના સામ્રાજ્યને ભડકે બળતું જેવાને આતુર ન્હાના ન્હાના રાજો મગધની સત્તાને પડકારવાને તૈયાર થયા. મંત્રીશ્વર કલ્પકની ડહાપણભરી મુત્સદિતાએ અત્યાર સુધી આ બધાં બળવાખાને થંભાવીં દીધા હતા. કલ્પના પુણ્યતેજથી કંપતા આ રાજ્યોએ હંમેશા મગધની સત્તાને ચરણે આળોટવામાં જ પિતાનું અવમાન માન્યું હતું. કલ્પકના કાંટાને ઉખેડીને ફેંકી દેવાની વૈરવૃત્તિ આ સત્તાધીશોને વારંવાર અકળાવતી, પણ તેઓ લાચાર બનીને બેસી રહેતા. કલ્પકની પુણ્ય શકિત આગળ એ લોકો કઇ રીતે ફાવતા ન હતા.
પણ હવે કલ્પકથી શૂન્ય મગધની સત્તાને, નિર્જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
બીજી અણી પુઃ ૬
રહે
માનનાર આ ખંડીયા રાજેએ, મગધના સત્તાધીશની હામે ખુલ્લી રીતે બળ ઊભું કર્યો, પાટલીપુત્રની રાજ્યવ્યવસ્થામાં ક૯૫કની ગેરહાજરી દરમ્યાન તદ્દન અરાજકતા વ્યાપી ગઈ હતી. મગધનું બલ, ભંડાર, સૈન્ય કે જે કાંઈ હતું–તે કલપક મંત્રીશ્વરની કુનેહ, આવડત અને વ્યવસ્થાશકિત પર નિર્ભર હતું.
આજે મગધનાં પાટનગરનાં રાજતંત્રમાં સો મણ તેલે અંધારું છવાઈ ગયું હતું. બળવાખોર સત્તાઓ માટે આ એક સુવર્ણ તક હતી. મગધ પરથી નંદવંશની સત્તાને ઉખેડી નાંખી, પોતાની સામુદાયિક સત્તા જમાવવાના કોડો આમ આજે આ લોકોને ફળતાં લાગ્યાં. .
માનવસ્વભાવની આ નિર્બળતાએ, વૈરની વસુલાત લેવાને તેને માગ હંમેશા મેકળે કરી આપે છે. અપકારને ભૂલી ઉપકારને યાદ કરવાની સજજનતા વરવૃત્તિથી ધીખતા આત્માઓના હૃદયમાંથી વિસરાઈ જાય છે. જીવનને જીવતાં શીખવાડી જીવનનાં અણછૂપાં ઝેરને મારનાર અમી એ આ પ્રકારના સજજનતા છે. દુર્જનતાના ગાઢ અંધારમાં સજજનતાના પ્રકાશનું મૂલ્ય આંકી શકાય તેવું નથી.
પણ આ નાનકડા રાજ્ય કે જેઓ નિર્બલ રામપુણ્ય ભેગના સત્તાના ભૂખ્યા રાજવીઓ હતા, તેઓ આ બધાં ધર્મનાં તરવજ્ઞાનને વારસો કયાંથી પામી શકે? નન્દની નબળાઈને લાભ લેવાને એમની વૃત્તિએ તે અત્યારે ઉશ્કેરાઈ ચૂકી હતી. વૈરવૃત્તિનાં આતશે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈન વિદ્યાર્થી ગ્રંથમાળા
આત્માઓને સંતપ્ત બનાવી દીધા હતા. એ લોકેએ હવે છેલ્લી લડાઈ લડી લેવાનો નિરધાર કર્યો. પિતાના સૈન્ય સાથે તેઓએ નગરને ઘેરી લીધું.
પણ તે પહેલાં રાજનીતિના નાટકો ભજવી લેવા માટે તદ્વારા મગધના સર્વસત્તાધીશ મહારાજા નંદને તેઓએ કહેણ મોકલ્યું. મહારાજાનજની રાજસભામાં જઈ દૂતે પડકાર કર્યો.
સિંધ, સૌવીર ચૌલ, વત્સ અને સૌરાષ્ટ્રના રાજ્યોનું પ્રતિધિની મંડળ તમને કહેવડાવે છે કે, “હવે તમારી સત્તાનો સૂર્ય આથમી ગયે છે, “જેનું ભુજાબલ તેનું રાજ્યબલ” એ રાય, રાજ્યનીતિના ચાણકએ જગતને બતાવી આપ્યું છે. મગધના પાયતખ્તને અધિકાર એ કેવળ, વારસાથી ચાલી આવતે અમરપટ્ટો નથી. અમે હવે આવા આપખુદ શાસનને ચલાવી લેવાને કોઈ પણ રીતે તૈયાર નથી, મગધની સત્તા સાથે સમાન દરજજે રહેવાને અમે તૈયાર છીએ. આ સિવાય સમાધાન કે સુલેહને અમે નકારીએ છીએ. આની હામે મગજનરેશના એગ્ય જવાબની રાહ જેવાને અને થંભ્યા છીએ. બાકી યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ એ હવે અમારે માર્ગ છે.”
દૂતનાં વચનમાંથી લડાઈને અગ્નિ સળગી રહ્યો હતે. નન્દનું પ્રધાનમંડળ આ બધું સાંભળી રહ્યું. કલ્પકના સત્તાબ્રણ થયા બાદ તાજેતરમાં આમ અચાનક ફાટી નીકગેલી આ આપત્તિથી ન સેનાધિપ અશ્વઘોષ મૂંઝવણમાં મૂકાઈ ગયે. નેવે મહામાત્ય વિશ્વગુપ્ત કાંઈક ઊંડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુઃ ૬
૩૧
વિચારણામાં ગરકાવ થયો.
રાજસભાની હવા તદ્દન શૂન્ય જેવી હતી. લડાઈ લડી લેવાનું શૌય કે પરાક્રમ કેઈ અધિકારીના મુખ પર તે વેળા ન જણાયું. મહારાજા નન્દ, આ બધું પામી ચૂકયે. એણે મુત્સદિતાભરી જબાનમાં દૂતને કહ્યું. “તમારે અને અમારો સંબન્ધ ખૂબ જ નિખાલસતાભરી મૈત્રીથી ચાલ્યો આવે છે, એને ટકાવી રાખવાને અમે આતુર છીએ. લડાઈ લડી લેવાની વૈરવૃત્તિને આમાં સ્થાન ન જ રહેવું જોઈએ. અમારા મહામાત્ય ક૯૫ક વૃધાવસ્થાને કારણે પથારીવશ છે, છતાં તમારી સાથે સલાહ કરવાને દરેક પ્રકારે તેઓ તયાર છે.”
દૂતને નન્દનાં આ વચનમાં મગધના સત્તાધીશની નબળાઈ જણાઈ. મગધને સર્વતત્રસ્વતંત્ર ગણાતો સમ્રાટુ આટલે નરમ બની જવાબ આપશે, એ એની કપનામાં ન હતું. એણે જોયું કે, કલ્પકના નામે સમય કાઢવાની આ એક તરકીબ છે, દમન અજમાવ્યા વિના કઈ રીતે કાર્યસિદ્ધિ નથી એમ ચબરાક દૂતે તે વેળા પાણું માપી લીધું.
“હું અમારા માલીકને પૂછી જોઉ” કહી તેણે ઘોડા દેકાવી મૂક્યો. બીજી જ પળે સમૂહ રાજ્યોની સેનાએ પાટલીપુત્રની ચોમેર ઘેરે ઘાલી નગરના લેકને વ્યવહાર મુશ્કેલીમાં મૂકી દીધો. નિર્દોષ પ્રજાજને દિનપ્રતિદિન આ રીતે આપત્તિના ઘેરા વમળમાં સપડાઈ ગયા.
મહારાજા નજે, નવાં પ્રધાનમંડળને આની હામે જવાબ આપવાને આદેશ આપ્યા. મહામાત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૩ર
જૈન વિદ્યાથી ગ્રંથમાળા
વિશ્વગુતે નકારમાં પિતાને જવાબ પાઠવી દીધું. અને કહી દીધું કે, “અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિને પહોંચી વળવાને અમારી પાસે શક્તિ બલકે સામર્થ્ય નથી.” નન્દની કલ્પનામાં ન હતું તે જવાબ નન્દ અત્યારે સાંભળી રહ્યો.
| મગધના સમ્રાટને અત્યારે પિતાને બુદ્ધિશાલી મહામાત્ય ક૯૫ક યાદ આવ્યે. તેની બને આંખોમાંથી આંસુની ગંગા-યમુના વહેતી થઈ. તે મહામાત્યની બુદ્ધિ, વફાદારી અને પરાક્રમની શૌયભરી કારકીદીનાં સંસ્મરણે તેનાં દુઃખી દીલને આગના તણખાની જેમ દાહ દેવા લાગ્યાં. પોતે જાતે કારાવાસની કાળી કોટડીમાં ક૯૫કને મળવા આ. એણે ત્યાં જોયું તે જિંદગીની છેલ્લી ઘડિઓમાં પણ મૃત્યુની હામે હિમ્મતભરી બાથ ભરતે મહામંત્રી પ્રસન્નતાપૂર્વક જીવી રહ્યો હતે.
મગધને સમ્રા, કલ્પકને નમી પડયે. હાડપીંજરશ્યા મંત્રીનાં દેહમાં આત્માના અણખૂટ ધર્યનું દર્શન થતાં નદનાં હૈયામાં મંત્રીશ્વર પ્રત્યેને સદ્દભાવ વધતે ગયે. સમ્રા છતાં સેવકની જેમ એ લજજાથી ધરતી હાસું જોઈ રહ્યો. કલ્પકની સજજનતા, સહૃદયતા અને સાધુતા પ્રત્યે એને પૂર્ણ વિશ્વાસ હતે. ડીવારનાં મૌન પછી એણે પોતાની વાચા ખેલી.
વહાલા માહામાત્ય! મગધના સર્વસત્તાધીશની કે મગધના સામ્રાજ્યની લાજ રાખવાને આજે હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો છું. ગઈ કાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણઃ પુ૬૯
૩૩
સુધીના પરસ્પરના વેર-ઝેર ભૂલી, મગષના દુશ્મનની મહામે ઊભા રહેવાને તૈયાર થવાની સ્થિતિ આપણે માટે આજની ઘડિયે અનિવાર્ય બની છે.”
મારા મંત્રીશ્વર ! તમારા પર અમે અન્યાયની ભડામાર ઝડીઓ વરસાવી છે. એ પાપનું પ્રાયશ્ચિત્ત અત્યારે અમે ભેગવી રહ્યા છીએ. મગધની સત્તા હામે ગણરાજ્યોએ આજે ઉઘાડે છોગે બળ ઉઠા
છે. તમારા જેવા મહાન પુણ્યવાન મંત્રીના આત્મબલ પર હજુ અમને વિશ્વાસ છે કે અમે અમારી સત્તાના ડગમગતા સિંહાસનને અચલ બનાવી મગધના રાજ્યતખ્ત પર નંદવંશને વિજયધ્વજ ફરકાવી શકીશું.'
કપકની સજજનતા, પિતાના માલીકની પાસેથી આ શબ્દ સાંભળતાં અકળાઈ ઉઠી. ક્ષણભર એના માથા પર જાણે વીજળી પસાર થતી હોય એમ એ મૂઢ બની શૂન્ય થઈ ગયો. એ બોલે, શબ્દોમાં પર્વત ફાડી નાખે તેટલું શૌર્યું હતું, વાણીના પ્રવાસે વિદ્યશૂતિને થંભાવી દીધી. એની શબ્દગંગામાં હદયને સાચે સેવકભાવ અને સ્વામિનું વાત્સલ્ય ઉભરાતું હતું.
બે શબ્દોમાં એણે કહી દીધું, “રાજન ! મગધના સમ્ર ની સેવા એ મારું જીવનવ્રત હતું અને છે. શ્રી જિનેશ્વરદેવ જેવા તારક પરમાત્માને સેવક ગણુતે ક૭૫ લેહીના એકે એક છેલા બિન્દુ સુધી મગધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪
મ વિદ્યાથી ગ્રંથમાળા સામ્રાજ્યને વફાદાર રહેશે દુન્યવી કેઈપણ સ્વાર્થો કપકની વફાદારીને આડે કદિ આવ્યા નથી અને આવશે નહિ એ માટે આપ નિશ્ચિત્ત રહેશે !
બીજા દિવસની હવારથી વાતાવરણ બદલાઈ ગયું.
મહામાત્યની સાથે મહારાજા, પાટલીપુત્રના ચોરે ચોટે ફરી વળ્યાં, નગર નાયક મહામાત્યને જોઈ રવ
સ્થ થયાં. પ્રજા પિતાના દુખેને ભૂલી ગઈ. નગરનાં વાતાવરણુમાં અણધાર્યો પલટે આવ્યું. પ્રકાશનાં તેજ
સ્વી કીરની જેમ મહામંત્રીશ્વરનાં આગમનથી નગરજનનાં હૈયા આનન્દથી ભરાઈ ગયા. અધીરાઈ શેક અને શૂન્યતાનું અંધકાર ઘેણું વાદળ વિખેરાઈ ગયું. - ગઢપર ચઢી, મંત્રીશ્વરે નગરને ઘેરાઈ રહેલા ગણ
જયેના સન્યને જોઈ લીધા. સમાધાનીને સંદેશ જાતે પાઠવ્યું. રાજ્યના અધિકારીઓએ મંત્રીશ્વરના નામે સુલેહને
ત વાવટે આકાશમાં ફરકતે કરી દીધું. ગણરાજયના પ્રતિનીધિઓએ આ બધું જોઈ લીધું. નિરર્થક લેહી રેડવા કરતાં મગધની સત્તાને એની નબળાઈ ને ટાણે સુલેહના દાણાથી ચાંપી દેવામાં એ લેકેએ પિતાનું ડહાપણ માન્યું.
ગણુરાને મુખ્ય સેનાધિપતિ ભદ્રવીર્ય, આ તકને ઉપયોગ કરવામાં સાવધ હતો. એણે પ્રતિનીપિ મંડળને કહી દીધું “ વાટાઘાટથી જે આ બધું પતી જતું હોય તે આપણા સૈનિકોના લેહીની નદી આ ભૂમિપર શા માટે વહેતી કરવી. ' સૌ એકમત થયા. ગરમ અને નરમ બને દળના નાયકે એ ભદ્રવીર્યને મહામાત્ય અલ્પShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી ૫૦ ૬ :
૩૫
કની સાથે વાટાઘાટો કરવાને પિતાની અનુમતિ આપી. મહામાત્ય ૪૯૫કે, પૂર્ણ તૈયારી પૂર્વક નગરનું મુખ્યદ્વાર ખેલ્યું. ભદ્રવીર્ય નગરમાં આવ્યું. મંત્રીશ્વરની અદૂભૂત પ્રતિભા, ભવ્ય લલાટ અને દેવાંશી તેજ જોઈ એ સહસા નમી પડ.
મંત્રીશ્વરે પિતાની બાજુમાં બેસાડી એ યુવાન સેનાધિપતિને સત્કાર કર્યો. ભદ્રવીયની અક્કડતા એગળતી ગઈ. પરસ્પરના પ્રેમનું વાતાવરણ ત્યાં સજાતું થયું. હિસાની પાશવીવૃત્તિની હામે જૈન મહામાત્ય કલ્પકની નિર્દોષ અહિંસકતાને વિજય થયો.
“ ભાઈ ભદ્રવીર્ય!'નરમાશથી મંત્રીશ્વર પિતાની વાણીને જબાન આપી. “તમે ગણરાજ્યો ભલે માનતા હો કે મગધની સત્તાનું પરિબલ ખૂટી ગયું છે. પણ એ તમારી ભ્રમણા છે. મંત્રણ માટે મગધની આતુરતાનું કારણ સ્પષ્ટ કરતાં કહ૫ને પિતાની ઢબે ચોખવટ કરી.
“મહારાજા નન્દ અને હું માનીએ છીએ કે, હિંસાથી જગત જીતી શકાય છે એ નવું અજ્ઞાન છે. સત્તાવાદ કે સામ્રાજ્યની ભૂખ પાપ જન્માવી, સમરત સંસારને પાપી બનાવે છે. આથી જ અમને સત્તાની ભૂખ કે લેભ હવે તલમાત્ર રહ્યો નથી. અમારે ધર્મ સિદ્ધાન્ત; “સત્તા કે સમૃદ્ધિ
યબલથી પ્રાપ્તવ્ય છે. એમ અમને રહમજાવે છે, આથી એની ખાતર લાખે કરડે યા અજેની સંખ્યાના નિદોષ માનવને રાત સંહાર કરી શણત સાગર ઉભું કરો
એ મારે મન ભયંકર અન્યાય અને અધમ છે, શક્તિને ૯૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
જન વિદ્યાથી ગ્રંથમાળા
ય છે.”બેલતા બોલતા મંત્રીશ્વરની પ્રૌઢકાયા કંપી ઉઠી. મહાલયની અભેદ્ય દિવાલે શૂન્ય બની આ બધું જાણે સાંભળતી હતી.
ફરી મંત્રીશ્વરની વાણીને ગંગાપ્રવાહ વહેતા થયા.
સેનાધિપતિ ! તમારા જેવા યુવાને ગણરાજના સાચા દીવાઓ છે. તમારી શક્તિઓ જગતના કલ્યાણમાગે પ્રકાશ પાથરવામાં રેજે ! હિંસા, ઈર્ષા, વર અને વૈમનસ્યનાં પાપના ભીષણ અંધકારને ઉલેચીનાંખી, અહિંસાના ધમ્ય માગે સંસારની પ્રજાને દોરવણ આપવી એમાં જ તમારી લેહીનાં ઉણુ બિન્દુઓથી થનગનતી યુવાનીનું સાર્થકય છે? વાવૃદ્ધ કપકનું જાદુઈ વ્યક્તિત્વ, સેનાધિપતિનાં આત્માની આરપાર અસર પાડી ગયું.
મંત્રીશ્વરે ફરી કહ્યુંમારા હાલા ભદ્ર! તમારા માટે બે માર્ગો હાલ ઉભા છે. એક રક્તપાતને અને બીજે અહિંસાને પહેલા માર્ગને કાયરોએ-આમસામર્થ્યહીન નિર્બલ માન
એ અજમાવી, સંસારના સ્વાર્થોને સળગાવી મૂકી, કાયમી શાન્તિના શ્વાસોશ્વાસ રૂંધી નાંખ્યા છે. અને જગતને કેવળ નિમય અને શસજીવી બનાવ્યું છે, પરિણામે નમેષને અત્યાચાર આ દ્વારા સરજાય છે. બીજે માગ નિર્ભયતાને છે. સરળતા પૂર્વક સત્તા કે સમૃદ્ધિના ત્યાગ દ્વારા જગતના માનની સુષુપ્ત માનવતા જગાડી એને શાતિનાં શાશ્વત પથ પર આ માગે ધીરે કદમે દેરે છે. વિશ્વાસ, આત્મસંતેષ અને શાનિના આત્મતેજને સાક્ષાત્કાર આ માગે સહજ પ્રાપ્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ખીજી શ્રેણી પુ॰ ૬ :
39
- મગધના સર્વ સત્તાધીશ મહારાજા નન્દ તરફથી તેના
એકના એક પ્રતિનીધિ તરીકે, ખીજો માગ મે' સ્વીકાર્યાં છે, તે માગે' મગધની સત્તાનુ' સ'ચાલન થઇ શકે તે જોવાને હું... આતુર છું, આ માટે જ મે* તમને મારા સમાન ભાગીદાર માની અહિં' બહુમાનપૂર્વક મક્યા છે. ’
મંત્રીશ્વરની વાણીનું તેજ ચેામેર પ્રકાશ પાથરતું ગયું. શૂન્યની જેમ ભદ્રવીયં આ બધુ' સાંભળતા રહ્યો. એના જીવનમાં આ બધું એને પહેલ-હેલુ સાંભળવા મળ્યુ, આત્માને ધન્ય માનતા તે હજુ મગધના આ મહાન્ સુસ્તી મંત્રીને જોતા જ રહ્યો.
• સેનાધિપતિ ! મગધની સતાની સાથે કાયમી સુલેહ, શાંતિ અને વિશ્વાસ આ માગે જળવાઈ રહેશે ! એ યાદ રાખજો કે, સમૂહરાજ્ગ્યા અને અમે સરખાજ છીએ: તમારા સ્વમાનના હક્કને પીખી નાંખવાના અમને એધિકાર નથી એમ કરવાનું ઘમંડ પણ અમે રાખ્યું નથી.’ બાકી જો રકતપાત દ્વારા અમારી ૫સેથી સત્તા ઝુંટવી લેવાની તમારી નેમ હાય તેા તે માટે પણ અમે તૈયાર છીએ; અમારી પાસે સૈન્ય છે, તાકાત છે, અને ધનદના કુબેર ભંડાર પણ છે. અમે માનીયે છીએ કે, જે પુણ્યે ગઈકાલના નાપિત ગણાતા વેશ્યાપુત્ર નન્હને મગધનું પાયતખ્ત આપ્યું તે પુણ્ય નન્દની સત્તાને સહાય કરવાને જીવન્ત છે. ખેલે નિર્ણય કરી ? મહામંત્રીના શઠ્ઠામાંથી માગના તણખા ઝરતા રહ્યા, મોન તેાડી સેનાષિપતિ ભકૂવીયે કરી કીધુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
"
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન વિદ્યાર્થી ગ્રંથમાળા
- લડાઈ મધ કરી, અમે તમારા શરણે આવ્યા છીએ તમારા જેવા દેવપુરૂષ પર અમને પૂર્ણ વિશ્વાસ છે.'
સમાધાન થઈ ગયું': ભદ્રવોયે છાવણીમાં આવી યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરી, સૈન્યાને વિખેરી દીધા. મીઝેજ દિવસે પાટલીપુત્રના ઘેરા ઉઠાવી દીધા. તરતજ નગર ભયમુક્ત બન્યું. ભદ્રીયના આ અચાના હૃદયપટ્ટાથી ગણરાજયામાં અરસપરસ વિશ્વાસ ખૂટી ગયેા. સેનાષિપતિ પર દેશદ્રોહના આરોપ વાતાવરણમાં વહેતા મૂકાયા, છતાં; સિંધ, સૌવીરનાં રાજ્ય ભદ્રીય પરના પેાતાના વિશ્વાસ, શ્રદ્ધાથી યુદ્ધમાંથી ખસી ગયા. ખીજા નાના રાજ્યે નિળતાને કારણે ભાગી છૂટયા: મગધની સત્તા પર ઝઝુમતા ભયનાં વાદળા મ ́ત્રીશ્વરના પુણ્ય તેજે આમ અચાનક વિખેરાઈ ગયાં.
આ રીતે જૈન મત્રીશ્વર કલ્પકના અદ્ભુત વ્યક્તિત્ત્વના ખળી, મહારાજા નન્હની સત્તા મગધના રાજય સિહાસન પર પુનઃ સુસ્થિર બની અને મહામંત્રીની હામે કાવત્રાં કરનારાં તત્ત્વોને નન્ટ, મગધની સીમાઓ પરથી દૂર ધકેલી તેનાં પાપાને ઉઘાડાં કર્યાં. મગદેશના વિશાલ રાજ્યતંત્રના વહીવટના કલશ મહામાત્ય કલ્પકના શિર પર ફરી ગૌરવપૂવ ક ઢોળાયા, સાધુભૂતિ કલ્પકને એની હવે અપેક્ષા રહી ન હતી. રાજ્યનાં, દેશનાં કે જગતનાં સવ' સ'ખ'ધેાથી મુક્ત બની તે મહામત્રીએ પેાતાન' શેષજીવન શ્રી વીતરાગ ધમની આરાધનમાં પૂ!" કર્યું..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
બીજી શ્રેણી પુ૦ ૬ :
હ
અતે સમાધિપૂર્વક મૃત્યુને પામી, ધર્માત્મા કલ્પક દેવલાક ભણી વિદાય થયા. ત્યારબદ કલ્પકના વારસા મગધના મહામત્રી પદે મહારાજાના હાથે અભિષિક્ત થયા. મગધની સર્વ સત્તાના વાહક તરીકે આ રીતે સાત સાત સિ’હાસના સુધી જૈન મંત્રીશ્વર ૫૪ની પેઢીઓએ મત્રોવર પદ્મ વફ઼ાદારીપૂર્વક જાળવી,જૈન ધમ ને દિપાવ્યે અને નન્દ વશના યશસ્ત્રી વિજય ધ્વજ, દેશ-પરદેશમાં ક્રિશન્તગામી અનાન્યે.
વચ્ચે ત્રીજા નંદના વસમાં ચાડીક અથડામણ થઈ. તેના રાજ્યની સત્તાનુ' તંત્ર મહર્ષિ' સ્થુલભદ્રજીના પિતા જૈન મંત્રીશ્વર શકટાલના હાથમાં હતુ. તે વેળા અસ'તુષ્ટ માનવેની ભંભેરણીથી નંદ ત્રોને દેરવાઈ ગયા અને શકટાલમ ત્રીને રાજ્યદ્રોહની ગંધથી અપમાનિત કર્યાં, એ અપમાનિત મત્રીશ્વરે પેાતાનાં કુટુંબની સલામતી માટે સ્વેચ્છાએ પ્રાણ ત્યજી દીધાં આ કાળ ચેાઘડીએ નન્દ વ’શના સર્વ નાથનું પગરણ શરૂ થયું,
અપમાનિત બ્રાહ્મણ મંત્રીનું વેર બ્રાહ્મણ કુળના જૈન મ`ત્રીશ્વર ચાણકચે, નન્દની વંશવેલને મગધના સિ'હાસન પરથી ઉખેડીને નંદ નવમાના સત્તા કાલમાં લઈ લીધું અને ત્યારબાદ મગધના પાયતખ્ત પર ચન્દ્રગુપ્ત દ્વારા મોય વશની સત્તા સ્થપાઈ.
ચન્દ્રગુપ્ત પછી, બિન્દુસાર, અશેક, અને જૈન સમ્રાટ 'પ્રતિ-શા ખષા મોય વશના મગધ સમ્રાટો ઇતિહાસના પાને આલેખાઇ ગયા, જેમ ન'દશને મગધની સત્તાપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાથી ગ્રંથમાળા સમુદ્ધ કરનાર ને મંત્રીશ્વર કલ્પક હતા. તેજ રીતે મગધના પાયતખ્ત પર મૌર્યવંશને સુસ્થિર કરનાર બ્રાહ્મણકુળના જૈન મંત્રીશ્વર ચાણકય હતા.
જેને ઈતિહાસની આ બધી પ્રમાણિક તવારીખે આપ ણને આજ સુધી આ રીતે મળી આવે છે. બ્રાહ્મણકુળના જૈન મંત્રીશ્વર શ્રી કલ્પકની કથાને આ ઈતિહાસ આપણને કહી જાય છે-એ પ્રકારને અપૂર્વ ધર્મસ દેશ પાઠવી જાય છે કે, “નિર્મળ વ્યાધુતા, નિર્દોષ ધીરતા તેમજ અદ્દભુત આત્મસંતોષ આ ત્રિશક્તિ જ જીવનની મહામૂલ્ય સંપત્તિ છે. કલ્પકનાં જીવનને આ ટુંક ઈતિહાસ, આપણને આ જ મહાન શકિતઓને પ્રભાવ રહમજાવી જાય છે.
“વર, ઝેરથી ભાનભૂલી બનેલી અને સંહારની આતશબાજી રમવામાં જ રવાથ જોતી આજની સભ્ય ગણાતી માનવજાતે મંત્રીશ્વર કલ્પકના જીવનમાંથી આ બધા પાઠને ખુબ યાદ કરી લેવાની જરૂર છે. તે વિના માનવ કુળનો ઉદ્ધાર કેઇ રીતે શકય નથી. એકદિભૂલવું જોઈએ નહિ.
જય હે મંત્રીશ્વર કલ્પકની નિમળ સાધુતાને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________ અમારાં પ્રકાશનો પુષ્પ ૧-શ્રી જૈન વિદ્યાર્થી ગ્રંથમાળાની પ્રથમ શ્રેણીઃ પુસ્તિકા 10; કિ. રૂા. 1-12-0 પુષ્પ ૨-નૂતન સજઝાય સંગ્રહઃ રૂા. 7-8-0 પુષ્પ ટુ-શ્રી સિદ્ધહેમલgવૃત્તિઃ મવરિ પરિષ્કાર સહિત સાત અધ્યાયના પ્રથમથી રૂા. 17 8-0 ભરી ગ્રાહુકે અને પ્રથમ અધ્યાય સંપૂર્ણ તૈયાર છે. કિં. રૂા. 2-8-0; પ્રત્યેક પાદની છૂટક કિંમત રૂા. 7-10-0 ગ્રાહુકાને છપાય તેમ મોકલાય છે. પુર, ૪-નૂતન ગડ્ડલી સં' ગ્રહ 0-3-0 પુષ્પ ૫-શ્રી જૈન વિદ્યાથી છૂથમાળાની બીજા શ્રેણીમાં પુસ્તિકા 10 આવશે, રૂા. 2-0-0 ભરી પ્રથમથી ગ્રાહક અને, ત્રીજી પુસ્તિકા ' The Theory of Karma' અગ્રેજી છે. બીજી છપાશે તેમ મા કલાવાશે (1) સાધના (2) હૃદયનાં તાર (4-5) ધન્ય નારી (6) મંત્રીશ્વર ક૯૫૪ (7) કેળવણીના રાહ - છપાય છે. - પુષ્પ 6 શ્રી ગિરનાર તીથ°વિભૂષશુ શ્રી નેમિજિનેશ્વર પંચકલ્યા હશુ કે પૂજા (પ્રક્ષામાં) પુષ્પ ૭-શ્રી બાળ જીવન થાવનીઃ પ્રથમ શ્રેણીમાં વીશ કથાન કે આવશે રૂા. 2-0-0 ભરી ગ્રાહક બના (1) શ્રી ઋષભદેવ સ્વામી (2) ભગવાન શ્રી નેમનાથ (3) ટુકી ત્રણ વાર્તાઓ. પુષ ૮-શ્રી ચૈત્યવંદન સ્તુતિ ચતુવિ' શતિકા 0-8-0 ( પ. 1 આના).. પુ૫ ૯–કોન સમાજના અભ્યદય (પ્રેસમાં) પુષ્પ 10- નૂતન સ્તવનાવલી રૂા. 0-3-0 પુષ્પ ૧૧-વિધિ સમયદર્પણ–રૂા. 094-0 પચીશના રૂા. 6) 55 12 શ્રી સ ક લાઉંતુ સ્તોત્ર' સટીક રૂા. 0-6-0 મંગાવા: ઉમેદચંદ રાય ચ દ; ગારીઆધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com