________________
૩૮
જૈન વિદ્યાર્થી ગ્રંથમાળા
- લડાઈ મધ કરી, અમે તમારા શરણે આવ્યા છીએ તમારા જેવા દેવપુરૂષ પર અમને પૂર્ણ વિશ્વાસ છે.'
સમાધાન થઈ ગયું': ભદ્રવોયે છાવણીમાં આવી યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરી, સૈન્યાને વિખેરી દીધા. મીઝેજ દિવસે પાટલીપુત્રના ઘેરા ઉઠાવી દીધા. તરતજ નગર ભયમુક્ત બન્યું. ભદ્રીયના આ અચાના હૃદયપટ્ટાથી ગણરાજયામાં અરસપરસ વિશ્વાસ ખૂટી ગયેા. સેનાષિપતિ પર દેશદ્રોહના આરોપ વાતાવરણમાં વહેતા મૂકાયા, છતાં; સિંધ, સૌવીરનાં રાજ્ય ભદ્રીય પરના પેાતાના વિશ્વાસ, શ્રદ્ધાથી યુદ્ધમાંથી ખસી ગયા. ખીજા નાના રાજ્યે નિળતાને કારણે ભાગી છૂટયા: મગધની સત્તા પર ઝઝુમતા ભયનાં વાદળા મ ́ત્રીશ્વરના પુણ્ય તેજે આમ અચાનક વિખેરાઈ ગયાં.
આ રીતે જૈન મત્રીશ્વર કલ્પકના અદ્ભુત વ્યક્તિત્ત્વના ખળી, મહારાજા નન્હની સત્તા મગધના રાજય સિહાસન પર પુનઃ સુસ્થિર બની અને મહામંત્રીની હામે કાવત્રાં કરનારાં તત્ત્વોને નન્ટ, મગધની સીમાઓ પરથી દૂર ધકેલી તેનાં પાપાને ઉઘાડાં કર્યાં. મગદેશના વિશાલ રાજ્યતંત્રના વહીવટના કલશ મહામાત્ય કલ્પકના શિર પર ફરી ગૌરવપૂવ ક ઢોળાયા, સાધુભૂતિ કલ્પકને એની હવે અપેક્ષા રહી ન હતી. રાજ્યનાં, દેશનાં કે જગતનાં સવ' સ'ખ'ધેાથી મુક્ત બની તે મહામત્રીએ પેાતાન' શેષજીવન શ્રી વીતરાગ ધમની આરાધનમાં પૂ!" કર્યું..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com