SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર જૈન વિદ્યાથી ગ્રંથમાળા વિશ્વગુતે નકારમાં પિતાને જવાબ પાઠવી દીધું. અને કહી દીધું કે, “અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિને પહોંચી વળવાને અમારી પાસે શક્તિ બલકે સામર્થ્ય નથી.” નન્દની કલ્પનામાં ન હતું તે જવાબ નન્દ અત્યારે સાંભળી રહ્યો. | મગધના સમ્રાટને અત્યારે પિતાને બુદ્ધિશાલી મહામાત્ય ક૯૫ક યાદ આવ્યે. તેની બને આંખોમાંથી આંસુની ગંગા-યમુના વહેતી થઈ. તે મહામાત્યની બુદ્ધિ, વફાદારી અને પરાક્રમની શૌયભરી કારકીદીનાં સંસ્મરણે તેનાં દુઃખી દીલને આગના તણખાની જેમ દાહ દેવા લાગ્યાં. પોતે જાતે કારાવાસની કાળી કોટડીમાં ક૯૫કને મળવા આ. એણે ત્યાં જોયું તે જિંદગીની છેલ્લી ઘડિઓમાં પણ મૃત્યુની હામે હિમ્મતભરી બાથ ભરતે મહામંત્રી પ્રસન્નતાપૂર્વક જીવી રહ્યો હતે. મગધને સમ્રા, કલ્પકને નમી પડયે. હાડપીંજરશ્યા મંત્રીનાં દેહમાં આત્માના અણખૂટ ધર્યનું દર્શન થતાં નદનાં હૈયામાં મંત્રીશ્વર પ્રત્યેને સદ્દભાવ વધતે ગયે. સમ્રા છતાં સેવકની જેમ એ લજજાથી ધરતી હાસું જોઈ રહ્યો. કલ્પકની સજજનતા, સહૃદયતા અને સાધુતા પ્રત્યે એને પૂર્ણ વિશ્વાસ હતે. ડીવારનાં મૌન પછી એણે પોતાની વાચા ખેલી. વહાલા માહામાત્ય! મગધના સર્વસત્તાધીશની કે મગધના સામ્રાજ્યની લાજ રાખવાને આજે હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો છું. ગઈ કાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy