________________
બીજી શ્રેણી ૫૦ ૬.
અને સીધે નગરના રાજપુરોહિત ઉપાધ્યાયની પાસે એ ગ.
પડે ફાટવાની હજુ તયારી હતી. ઉપાધ્યાયના મકાનની બાર ખડખડાટ થયે. “કેણ છે એ ?' અધીરતાથી ઉપાધ્યાયે પૂછ્યું, ને ઉપાધ્યાયે બારણું ઉઘાડયું કે તરત જ નંદ, તેઓના ચરણેમાં ઝુકી પડ્યો. ફૂલગૂંથી માળાઓની ભેટ ઉપાધ્યાયનાં આસન પર તેણે મૂકી. વહેલી સડવારે જોયેલું સ્વપ્ન એણે વિસ્તારપૂર્વક ઉપાધ્યાયને કહી સંભળાવ્યું. ફલાદેશ શાસના સાથે પારંગત ઉપાધ્યાયે કોક નિગૂઢ પારદ્રાની જેમ નંદને નખશીખ સુધી ઓળખી લીધે. કેઈ મહાન સત્તાધીશના ભાગ્યમાં સર્જાયેલા લક્ષણે એના અંગ પર એએએ જોઈ લીધાં. ક્ષણવારમાં આ બધું બની ગયું.
ઉપાધ્યાયે મૌન તેડયું. ઉપાધ્યાયની વાણી દ્વારા સ્વપ્નને ફલાદેશ સાંભળવાને નદ એ વેળા અનિમિષ ને સાવધાનપણે પિતાના કાને ફફડાવી રહ્યો હતે.
ઉપાધ્યાયે કહ્યું: “મારું એક વચન સ્વીકારવું પડશે નંદ!” આને જવાબ આપવાને નંદ કાંઈ બેલે તે પહેલાં જ ફરી ઉપાધ્યાયે પિતાનું અપૂરું વાકય પૂરું કર્યું “નંદ! આજથી મારી પુત્રી તને સંપું છું. હું માનું છું કે પાટલીપુત્રને રાજ્યાધિષ્ઠાતા નંદ મારો જમાઈ બને એમાં મારું ગૌરવ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com